લીલી મકાઈ માંથી આપણે ઘણી વાનગીઓ બનાવી છે પણ આજ આપણે કબાબ બનાવશું. જે બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ અને ટેસ્ટી લાગશે. જેને તમે નાની મોટી પાર્ટી, બાળકો ને ટિફિન માં પણ બનાવી ને આપી શકો છો. તો ચાલો Lili makai na kabab – લીલી મકાઈ ના કબાબ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- લીલી મકાઈ ના દાણા 1- 2 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સમારેલા કેપ્સીકમ ½
- બાફેલા બટાકા 2- 3
- આદુ પેસ્ટ ½ ચમચી
- પૌવા ½ કપ
- જીરું 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- ચોખા નો લોટ 1- 2 ચમચી
- બેસન 1- 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
Lili makai na kabab banavani rit
લીલી મકાઈ ના કબાબ બનાવવા સૌપ્રથમ પૌવા ને બે ત્રણ પાણી થી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી એક બાજુ મૂકો. હવે મકાઈ ના દાણા કાઢી લઈ ધોઈ લ્યો ત્યાર બાદ કપડા માં નાખી લૂછી કોરા કરી લ્યો. મકાઈ ના દાણા કોરા થઈ જાય એટલે બે ત્રણ ચમચી મકાઈના દાણા અલગ કરી બાકી ની મકાઈ મિક્સર જાર માં નાખો સાથે અને ઢાંકણ બંધ કરી પ્લસ મોડ માં ફેરવી મકાઈ ને દરદરિ પીસી લ્યો. પીસેલી મકાઈ ને વાસણમાં કાઢી લ્યો.
હવે એમાં બાકી રાખેલ મકાઈના દાણા, બાફેલા બટાકા ને છીણી વડે છીણી નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સીકમ, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, જીરું, હળદર, ગરમ મસાલો, મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પલાડી રાખેલ પૌવા ને મેસ કરી ને મકાઈ ના મિશ્રણ માં નાખો.
બધી સામગ્રી નાખી દીધા બાદ એમાં ચોખા નો લોટ અને બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો. સાત મિનિટ પછી હાથ પર તેલ લગાવી આઈસ્ક્રીમ સ્ટીક પર લગાવી દયો . આમ બધી સ્ટીક તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ તાપે થાય એટલે એમાં તૈયાર કરેલ કબાબ નાખી ગોલ્ડન તરી લ્યો. આમ બધા જ કબાબ ને તરી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે લીલી મકાઈ ના કબાબ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલી મકાઈ ના કબાબ બનાવવાની રીત

Lili makai na kabab banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 1- 2 કપ લીલી મકાઈ ના દાણા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- ½ ઝીણા સમારેલા કેપ્સીકમ
- 2-3 બાફેલા બટાકા
- ½ ચમચી આદુ પેસ્ટ
- ½ કપ પૌવા
- 1 ચમચી જીરું
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી મરી પાઉડર
- 1-2 ચમચી ચોખા નો લોટ
- 1-2 ચમચી બેસન
- મીઠું સ્વાદ મુજબ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
Lili makai na kabab banavani rit
- લીલી મકાઈ ના કબાબ બનાવવા સૌપ્રથમ પૌવા ને બે ત્રણ પાણી થી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી એક બાજુ મૂકો. હવે મકાઈ ના દાણા કાઢી લઈ ધોઈ લ્યો ત્યાર બાદ કપડા માં નાખી લૂછી કોરા કરી લ્યો. મકાઈ ના દાણા કોરા થઈ જાય એટલે બે ત્રણ ચમચી મકાઈના દાણા અલગ કરી બાકી ની મકાઈ મિક્સર જાર માં નાખો સાથે અને ઢાંકણ બંધ કરી પ્લસ મોડ માં ફેરવી મકાઈ ને દરદરિ પીસી લ્યો. પીસેલી મકાઈ ને વાસણમાં કાઢી લ્યો.
- હવે એમાં બાકી રાખેલ મકાઈના દાણા, બાફેલા બટાકા ને છીણી વડે છીણી નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સીકમ, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, જીરું, હળદર, ગરમ મસાલો, મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પલાડી રાખેલ પૌવા ને મેસ કરી ને મકાઈ ના મિશ્રણ માં નાખો.
- બધી સામગ્રી નાખી દીધા બાદ એમાં ચોખા નો લોટ અને બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો. સાત મિનિટ પછી હાથ પર તેલ લગાવી આઈસ્ક્રીમ સ્ટીક પર લગાવી દયો . આમ બધી સ્ટીક તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ તાપે થાય એટલે એમાં તૈયાર કરેલ કબાબ નાખી ગોલ્ડન તરી લ્યો. આમ બધા જ કબાબ ને તરી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે લીલી મકાઈ ના કબાબ.
Notes
- આ કબાબ ને તમે થોડું તેલ લગાવી એર ફાયર માં શેકી શકો છો અથવા નોન સ્ટીક તવી પર થોડું ઠેલ લગાવી ધીમા તાપે શેકી ને પણ તૈયાર કરી શકો છો.
- તમે આરા લોટ નો પણ ઉપયોગ કરી શકો છો.
- ચોખા નો લોટ ન હોય તો મેંદા નો પણ ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Bhutte Ka Khees banavani rit | ભુટ્ટે કી ખેસ બનાવવાની રીત
Mamra soji na dhosa banavani rit | મમરા સોજી ના ઢોસા
soji ni idli banavani rit | સોજી ઈડલી
Bafela batata ni puri banavani rit | બાફેલા બટેટા ની પૂરી
chana chor garam chaat banavani rit | ચણા જોર ગરમ ચાટ
Bacheli dal na parotha banavani rit | બચેલી દાળ ના પરોઠા