Home Panjabi પાલક પનીર બનાવવાની રીત | Palak paneer recipe in Gujarati

પાલક પનીર બનાવવાની રીત | Palak paneer recipe in Gujarati

0
પાલક પનીર બનાવવાની રીત - palak paneer recipe in Gujarati - palak paneer banavani rit
Image credit – Youtube/Hebbars Kitchen

પાલક અને પનીર ખાવાના ઘણા ફાયદા છે. પાલક ની ભાજી એ આપણા પાચન તંત્ર  ને ખુબ જ સરળ બનાવે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. પાલક ખાવાથી આંખો ને પણ લાભ થાય છે. હિમોગ્લોબીન વધે છે તેમજ વાળ ખરતા હોય તો અટકે છે અને ચામડી નું તેજ પણ વધે છે. માટે લોકો પાલક ખાવાનું વધારે પસંદ કરે છે અને તેમાં પણ પાલક પનીર નું શાક એ ખુબ જ લોકપ્રિય છે. તો ચાલો જોઈએ પાલક પનીર બનાવવાની રીત , Palak paneer recipe in Gujarati, Palak paneer banavani rit.

Advertisements

પાલક પનીર બનાવવા જરૂરી સામગ્રી

  • ૧ જુડી(૫૦૦ ગ્રામ) પાલક                              
  • ૨૫૦ ગ્રામ પનીર
  • ૧ નાનો ટુકડો આદુ
  • ૧ થી ૨ કડી લસણ
  • ૨ થી ૩ નંગ લીલા મરચા
  • ૩ ચમચી તેલ
  • ૧ ચમચી બટર
  • ૧ ચમચી જીરા
  • ૩ થી ૪ નંગ લવિંગ
  • ૧ નાનો ટુકડો તજ
  • ૨  નંગ એલચી
  • ૧ તમાલપત્ર
  • અડધો બાઉલ સમારેલી ડુંગળી
  • ૧ ચમચી કસૂરી મેથી
  • ૧/૪ ચમચી ગરમ મસાલો
  • અડધો બાઉલ સમારેલા ટામેટા
  • ૧/૪ કપ પાણી
  • સ્વાદ અનુસાર મીઠું ૨ ચમચી મલાઈ

Palak paneer recipe in Gujarati

પાલક પનીર બનાવવાની રીત મા સૌ પ્રથમ પાલક ને સારી રીતે પાણી માં ધોઈ તેને ગેસ પર થોડા પાણી માં ઉકળવા દેવી ત્યારબાદ તેને ઠંડુ થવા દઈ મિક્ષચર માં એ પાલક નાખી તેમાં આદુ, લસણ, લીલા મરચા નાખી તેની પેસ્ટ બનાવવી.

Advertisements

ત્યારબાદ એક કડાઈ માં ૩ ચમચી તેલ અને ૧ ચમચી બટર લઇ ગરમ કરી તેમાં પનીર ના ટુકડા ને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુદી  શેકી લેવા.

પનીર ના ટુકડા શેકાઈ ગયા બાદ તેને એક પ્લેટ માં કાઢી લેવા, પછી તે જ તેલ માં જીરું, તજ, લવિંગ, એલચી, તમાલપત્ર, થોડી કસુરી મેથી નાખી તેને સાંતળી લેવું.

Advertisements

પછી તેમાં સમારેલી ડુંગળી નાખવી અને તેને થોડી ગોલ્ડન બ્રાઉન થવા દેવી. ડુંગળી સાંતળી લીધા પછી તેમાં સમારેલા ટમેટા નાખી તેને બરાબર મિક્સ કરી તેને ૩ થી ૪ મિનીટ સુદી ચડવા દેવું.   

હવે તેમાં પાલક ની પેસ્ટ, પા કપ જેટલું પાણી અને સ્વાદ અનુસાર મીઠું નાખી તેને બરાબર મિક્સ કરવું.

Advertisements

શેકેલા પનીર ના ટુકડા નાખી તેને ૫ મિનીટ ધીમા ગેસે રાખવું. બરાબર મિક્સ થઇ ગયા બાદ તેમાં ગરમ મસાલો, થોડી કસુરી મેથી અને ૨ ચમચી જેટલી ક્રીમ નાખી તેને હલાવી લેવુ. તો હવે સર્વ કરવા માટે તૈયાર છે.

Palak paneer banavani rit video

palak paneer recipe | पालक पनीर रेसिपी | how to make palak paneer recipe restaurant style

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પાલક પનીર બનાવવાની રીત

પાલક પનીર બનાવવાની રીત - palak paneer recipe in Gujarati - palak paneer banavani rit

પાલક પનીર બનાવવાની રીત | Palak paneer recipe in Gujarati | Palak paneer banavani rit

પાલક અને પનીર ખાવાના ઘણા ફાયદા છે માટે આજે અમે પાલક પનીર બનાવવાની રીત , palak paneer recipe in Gujarati ,palak paneer banavani rit લાવ્યા છીએ
5 from 1 vote
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
Total Time: 30 minutes
Servings: 5 વ્યક્તિઓ

Ingredients

  • 1 જુડી પાલક (૫૦૦ ગ્રામ)
  • 250 ગ્રામ પનીર
  • 1 નાનો ટુકડો આદુ
  • 1-2 કડી લસણ
  • 2-3 નંગ લીલા મરચા
  • 3 ચમચી તેલ
  • 1 ચમચી બટર
  • 1 ચમચી જીરા
  • 1 નાનો ટુકડો તજ
  • 3-4 નંગ લવિંગ
  • 2 એલચી
  • 1 તમાલપત્ર
  • 1 ચમચી કસૂરી મેથી
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ½ બાઉલ સમારેલી ડુંગળી
  • ½ બાઉલ સમારેલા ટામેટા
  • ¼ કપ પાણી
  • 2 ચમચી મલાઈ
  • સ્વાદ અનુસાર મીઠું

Instructions

પાલક પનીર બનાવવાની રીત | Palak paneer banavani rit

  • સૌ પ્રથમ પાલક ને સારી રીતે પાણી માં ધોઈ તેનેગેસ પર થોડા પાણી માં ઉકળવા દેવી ત્યારબાદ તેને ઠંડુ થવા દઈ મિક્ષચર માં એ પાલકનાખી તેમાં આદુ, લસણ, લીલા મરચા નાખી તેની પેસ્ટ બનાવવી.
  • ત્યારબાદ એક કડાઈ માં ૩ ચમચી તેલ અને ૧ ચમચી બટરલઇ ગરમ કરી તેમાં પનીર ના ટુકડા ને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુદી  શેકી લેવા.
  • પનીર ના ટુકડા શેકાઈ ગયા બાદ તેને એક પ્લેટ માંકાઢી લેવા, પછી તે જ તેલ માં જીરું, તજ, લવિંગ, એલચી, તમાલપત્ર, થોડી કસુરી મેથીનાખી તેને સાંતળી લેવું.
  • પછી તેમાં સમારેલી ડુંગળી નાખવી અને તેને થોડીગોલ્ડન બ્રાઉન થવા દેવી. ડુંગળી સાંતળી લીધા પછી તેમાં સમારેલા ટમેટા નાખી તેનેબરાબર મિક્સ કરી તેને ૩ થી ૪ મિનીટ સુદી ચડવા દેવું.   
  • હવે તેમાં પાલક ની પેસ્ટ, પા કપ જેટલું પાણી અનેસ્વાદ અનુસાર મીઠું નાખી તેને બરાબર મિક્સ કરવું.
  • શેકેલા પનીર ના ટુકડા નાખી તેને ૫ મિનીટ ધીમાગેસે રાખવું. બરાબર મિક્સ થઇ ગયા બાદ તેમાં ગરમ મસાલો, થોડી કસુરી મેથી અને ૨ ચમચીજેટલી ક્રીમ નાખી તેને હલાવી લેવુ. તો હવે સર્વ કરવા માટે તૈયાર છે પૌષ્ટિક એવુંપાલક પનીર નું શાક. 

Palak paneer recipe in Gujarati notes

  • સર્વ કરતા પહેલા તેમાં સજાવવા માટે ઉપર થી થોડી ક્રીમ નાખવી.
  • જો ક્રીમ ન હોય તો ઘર ની મલાઈ પણ નાખી શકાય છે.

Notes

 
 
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

દાલ તડકા જીરા રાઈસ બનાવવાની રીત | Dal tadka with jeera rice recipe

છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature banavani rit recipe in Gujarati

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version