ચાઇનીઝ નાના હોય કે મોટા દરેક ને પસંદ આવતું હોય છે. એમાં પણ નૂડલ્સ માંથી બનેલ ચૌમીન તો બાળકોનું ફેવરેટ હોય છે પણ નૂડલ્સ મેંદા ના લોટ માંથી બને છે એટલે બાળકો ને વધારે આપવું સારું ના હોવાથી આપણે ઓછું આપતા હોઈએ છીચે જેથી ઘણી વખત બાળકો નારાજ થતા હોય છે પણ આજ આપણે સોજી માંથી બનેલી વર્મીસીલી સેવ માંથી નૂડલ્સ બનાવી ચૌમીન બનાવશું જેથી બાળકો પણ ખુશ અને આપણે પણ એ વાત નો સંતોષ થશે કે બાળકોને હેલ્થી અને પસંદ છે એ બનવી ખવડાવ્યું. તો ચાલો soji vari chaumin — સોજી વાળી ચૌમીન બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- શેકેલ વર્મીસીલી સેવ 2 કપ
- તેલ 3-4 ચમચી
- હિંગ ¼ ચમચી
- ઝીણું સમારેલ લસણ 2 ચમચી
- લાંબી સુધારેલ ડુંગળી 2-3
- લાંબા સુધારેલ કેપ્સીકમ ½
- ગાજર સુધારેલ ¼ કપ
- બીન્સ ઝીણી સુધારેલ 3-4 ચમચી
- ઝીણા સુધરેલ લીલા મરચા 1-2
- સોયા સોસ 1 -2 ચમચી
- વિનેગર 1 ચમચી
- ટમેટો સોસ 2 ચમચી
- ચીલી સોસ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
soji vari chaumin banavani recipe
સોજી વાળી ચૌમીન બનાવવા સૌથી પહેલા બધાજ શાક ને ધોઈ સાફ કરી નાની સાઈઝ માં સુધારી તૈયાર કરી લ્યો હવે ગેસ પર કડાઈ માં બે થી ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મુકો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં શેકેલ વર્મીસીલી સેવ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી નેવું થી પંચાણું ટકા ચડાવી લ્યો. સેવ ચડી જાય એટલે ચારણીમાં કાઢી ઉપર ઠંડું પાણી નાખી ધોઈ એક બાજુ મુકો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ફૂલ ધુમાડા કાઢે એટલું ગરમ થાય એટલે એમાં સુધારેલ લસણ, હિંગ અને ડુંગળી નાખી ફૂલ તાપે બે મિનીટ શેકી લ્યો. બે મિનીટ પછી એમાં સુધારેલ કેપ્સીકમ,લીલા મરચા, ગાજર, બીન્સ અને સ્વાદ મુજબ મીઠું નાખી એને પણ ફૂલ તાપે ચાર પાંચ મિનીટ શેકી લ્યો,
બધા શાક શેકાઈ થોડા ક્રિસ્પી થાય એટલે એમાં બાફી રાખેલ વર્મીસીલી સેવ નાખો સાથે સોયા સોસ, વિનેગર, ટામેટા સોસ, ચીલી સોસ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ ચડાવી લ્યો. બધી સામગ્રી બરોબર મિક્સ થઇ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે સોજી વાળી ચૌમીન.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સોજી વાળી ચૌમીન બનાવવાની રેસીપી

soji vari chaumin banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 ચારણી
Ingredients
- 2 કપ શેકેલ વર્મીસીલી સેવ
- 3-4 ચમચી તેલ
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી ઝીણું સમારેલ લસણ
- 2-3 લાંબી સુધારેલ ડુંગળી
- ½ લાંબા સુધારેલ કેપ્સીકમ
- ¼ કપ ગાજર સુધારેલ
- 3-4 ચમચી બીન્સ ઝીણી સુધારેલ
- 1-2 ઝીણા સુધરેલ લીલા મરચા
- 1-2 ચમચી સોયા સોસ
- 1 ચમચી વિનેગર
- 2 ચમચી ટમેટો સોસ
- ½ ચમચી ચીલી સોસ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
soji vari chaumin banavani recipe
- સોજી વાળી ચૌમીન બનાવવા સૌથી પહેલા બધાજ શાક ને ધોઈ સાફ કરી નાની સાઈઝ માં સુધારી તૈયાર કરી લ્યો હવે ગેસ પર કડાઈ માં બે થી ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મુકો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં શેકેલ વર્મીસીલી સેવ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી નેવું થી પંચાણું ટકા ચડાવી લ્યો. સેવ ચડી જાય એટલે ચારણીમાં કાઢી ઉપર ઠંડું પાણી નાખી ધોઈ એક બાજુ મુકો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ફૂલ ધુમાડા કાઢે એટલું ગરમ થાય એટલે એમાં સુધારેલ લસણ, હિંગ અને ડુંગળી નાખી ફૂલ તાપે બે મિનીટ શેકી લ્યો. બે મિનીટ પછી એમાં સુધારેલ કેપ્સીકમ,લીલા મરચા, ગાજર, બીન્સ અને સ્વાદ મુજબ મીઠું નાખી એને પણ ફૂલ તાપે ચાર પાંચ મિનીટ શેકી લ્યો,
- બધા શાક શેકાઈ થોડા ક્રિસ્પી થાય એટલે એમાં બાફી રાખેલ વર્મીસીલી સેવ નાખો સાથે સોયા સોસ, વિનેગર, ટામેટા સોસ, ચીલી સોસ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ ચડાવી લ્યો. બધી સામગ્રી બરોબર મિક્સ થઇ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે સોજી વાળી ચૌમીન.
Notes
- જો તમને શેકેલ વર્મીસીલી સેવ ના મળે તો કડાઈમાં એક ચમચી તેલ નાખી એમા વર્મીસીલી સેવ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી મીડીયમ અથવા ધીમા તાપે હલાવતા રહી સેવ ને ગોલ્ડન શેકી લઇ એમાં ગરમ પાણી નાખી બાફી ને પણ તૈયાર કરી શકો છો.
- શાક તમને પસંદ હોય એ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Thekua banavani recipe | ઠેકુઆ બનાવવાની રેસીપી
bhaat na shekla banavani rit | ભાત ના શેકલા
ulta vada pav banavani rit | ઉલ્ટા વડાપાઉં
masala boondi banavani rit | મસાલા બુંદી
palak pudina ni sev banavani rit |પાલક ફુદીના ની સેવ
