શિયાળો શરુ થાય ગયો છે અને બજારમાં આમળા, લીલી હળદર, આંબા હળદર અને આદુ ખુબ સારા મળવાની શરૂઆત થઇ ગઈ છે અને આ બધી સામગ્રી સ્વાથ્ય માટે કેટલી ગુણકારી છે એ આજ કાલ બધાને ખબર જ છે અને આ બધી સામગ્રી નું સેવન બધા કરવાનું ચાલુ કરી ધીધુ હશે પણ આજ આપણે આ બધી સામગ્રી માંથી અથાણું, સલાડ કે કોઈ બીજી વાનગી નહી પરંતુ મુક્વાસ બનાવશું જે નાના મોટા બધાને પસંદ હોય છે અને આજનો આપનો Aamla aadu ane lili haldar no mukhvas – આમળા આદુ અને લીલી હળદર નો મુખવાસ મોઢાને ફ્રેશ તો કરશે સાથે પાચન ને પણ સારું કરવામાં મદદ કરશે.
INGREDIENTS
- આમળા 300 ગ્રામ
- આદુ 100 ગ્રામ
- લીલી હળદર 100 ગ્રામ
- આંબા હળદર 100 ગ્રામ
- ફુદીના ના પાંદ 25 ગ્રામ
- અજમો 1 ચમચી
- હળદર ½ + ½ ચમચી
- સંચળ ½ + ½ ચમચી
- વરીયાળી 100 ગ્રામ
- સફેદ તલ 100 ગ્રામ
- લીંબુનો રસ 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 3-4 ચમચી
Aamla aadu ane lili haldar no mukhvas banavani recipe
આમળા આદુ અને લીલી હળદર નો મુખવાસ બનાવવા સૌથી પહેલા આમળા, આદુ, લીલી હળદર, આંબા હળદર અને ફુદીના ના પાંદ ને પાણીથી ધોઈ લ્યો અને પાણી નીતારી લ્યો. હવે ફુદીના નાં પાંદ ને મિક્સર જારમાં નાખો સાથે અજમો નાખી પીસી લ્યો અથવા ખરલ માં ધસતા થી કુટી લ્યો અને એક બાજુ મુકો.
ત્યાર બાદ આદુ અને લીલી હળદર ની છાલ કાઢી નાખી અને ફરીથી પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો હવે છીણી વડે સૌથી પહેલા આમળા ને છીણી વડે છીણી લ્યો અને એમાં પીસેલા ફુદીના ની એક થી બે ચમચી પેસ્ટ નાખો સાથે અડધી ચમચી સંચળ, સ્વાદ મુજબ મીઠુ અને અડધી ચમચી હળદર નાખીં બધી સામગ્રીને બરોબર મિક્સ કરી થાળીમાં ફેલાવી પંખા નીચે અથવા તડકામાં સુકવી લ્યો.
ત્યાર બાદ આદુ, લીલ હળદર અને આંબા હળદર ને પણ છીણી વડે છીણી લ્યો. અને એમાં ફુદીના ની પેસ્ટ, સંચળ, એક ચમચી લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લઇ મોટી થાળીમાં ફેલાવી તડકા માં અથવા પંખા નીચે સુકવી દયો.
હવે વરિયાળીમાં અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી લીંબુનો રસ અને એક થી બે ચમચી પાણી નાખી બધી સામગ્રી મિક્સ કરી મોટી થાળીમાં ફેલાવી તડકામાં અથવા પંખા નીચે સૂકવવા મુકો. અને હવે સફેદ તલ લઇ એમાં પણ પ ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરી મોટી થાળીમાં ફેલાવી તડકામાં અથવા પંખા નીચે સૂકવવા મુકો.
બધી સામગ્રી ને બરોબર કોર થઇ સુકાઈ ક્રિસ્પી થઇ જાય એટલા સુકવી લ્યો. અને ત્યાર બાદ આપણે ગેસ કડાઈમાં વરિયાળી નાખી હલાવતા જઈ મીડીયમ તાપે શેકી લ્યો વરિયાળી બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈમાં સફેદ તલ ને હલાવતા રહી શેકી લ્યો અને બને ને ઠંડા કરી લ્યો.
હવે એક મોટા વાસણમાં શેકેલ વરીયાળી, સફેદ તલ, સુકવેલા આમળા, અને સુકવેલા આદુ હળદર ને નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર એર ટાઈટ બરણીમાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે આમળા, આદુ અને લીલી હળદર નો મુખવાસ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
આમળા આદુ અને લીલી હળદર નો મુખવાસ બનાવવાની રેસીપી

Aamla aadu ane lili haldar no mukhvas banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 થાળી
Ingredients
- 300 ગ્રામ આમળા
- 100 ગ્રામ આદુ
- 100 ગ્રામ લીલી હળદર
- 100 ગ્રામ આંબા હળદર
- 25 ગ્રામ ફુદીના ના પાંદ
- 1 અજમો
- 1 ચમચી હળદર
- 1 ચમચી સંચળ
- 100 ગ્રામ વરીયાળી
- 100 ગ્રામ સફેદ તલ
- 2-3 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
- 3-4 ચમચી પાણી
Instructions
Aamla aadu ane lili haldar no mukhvas banavani recipe
- આમળા આદુ અને લીલી હળદર નો મુખવાસ બનાવવા સૌથી પહેલા આમળા, આદુ, લીલી હળદર, આંબા હળદર અને ફુદીના ના પાંદ ને પાણીથી ધોઈ લ્યો અને પાણી નીતારી લ્યો. હવે ફુદીના નાં પાંદ ને મિક્સર જારમાં નાખો સાથે અજમો નાખી પીસી લ્યો અથવા ખરલ માં ધસતા થી કુટી લ્યો અને એક બાજુ મુકો.
- ત્યાર બાદ આદુ અને લીલી હળદર ની છાલ કાઢી નાખી અને ફરીથી પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો હવે છીણી વડે સૌથી પહેલા આમળા ને છીણી વડે છીણી લ્યો અને એમાં પીસેલા ફુદીના ની એક થી બે ચમચી પેસ્ટ નાખો સાથે અડધી ચમચી સંચળ, સ્વાદ મુજબ મીઠુ અને અડધી ચમચી હળદર નાખીં બધી સામગ્રીને બરોબર મિક્સ કરી થાળીમાં ફેલાવી પંખા નીચે અથવા તડકામાં સુકવી લ્યો.
- ત્યાર બાદ આદુ, લીલ હળદર અને આંબા હળદર ને પણ છીણી વડે છીણી લ્યો. અને એમાં ફુદીના ની પેસ્ટ, સંચળ, એક ચમચી લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લઇ મોટી થાળીમાં ફેલાવી તડકા માં અથવા પંખા નીચે સુકવી દયો.
- હવે વરિયાળીમાં અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી લીંબુનો રસ અને એક થી બે ચમચી પાણી નાખી બધી સામગ્રી મિક્સ કરી મોટી થાળીમાં ફેલાવી તડકામાં અથવા પંખા નીચે સૂકવવા મુકો. અને હવે સફેદ તલ લઇ એમાં પણ પ ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરી મોટી થાળીમાં ફેલાવી તડકામાં અથવા પંખા નીચે સૂકવવા મુકો.
- બધી સામગ્રી ને બરોબર કોર થઇ સુકાઈ ક્રિસ્પી થઇ જાય એટલા સુકવી લ્યો. અને ત્યાર બાદ આપણે ગેસ કડાઈમાં વરિયાળી નાખી હલાવતા જઈ મીડીયમ તાપે શેકી લ્યો વરિયાળી બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈમાં સફેદ તલ ને હલાવતા રહી શેકી લ્યો અને બને ને ઠંડા કરી લ્યો.
- હવે એક મોટા વાસણમાં શેકેલ વરીયાળી, સફેદ તલ, સુકવેલા આમળા, અને સુકવેલા આદુ હળદર ને નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર એર ટાઈટ બરણીમાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે આમળા, આદુ અને લીલી હળદર નો મુખવાસ.
Notes
- તમે આ મુખવાસમાં શેકેલ અળસી, શેકેલ ગોટલી અને કાળા તલ પણ ઉમેરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
amba haldar nu athanu | આંબા હળદર નું અથાણું બનાવવાની રેસીપી
Gajar mula nu pani varu athanu | ગાજર મૂળા નું પાણી વાળું અથાણું
Tameta varo thecho | ટમેટા વાળો ઠેંચો
Italian Rice with souce | ઇટાલિયન રાઈસ વિથ સોસ
Pineapple Chutney banavani rit | પાઈનેપલ ચટણી
