HomeGujaratiદાલ ફ્રાય તડકા જીરા રાઈસ બનાવવાની રીત | dal fry jeera rice...

દાલ ફ્રાય તડકા જીરા રાઈસ બનાવવાની રીત | dal fry jeera rice recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ફ્રાય તડકા જીરા રાઈસ બનાવવાની રીત. દરેક ગુજરાતી નું જમવામાં જો દાળ ભાત ના હોય તો જમવાનું પૂર્ણ નથી થતું તેમ પંજાબી વાનગી માં પણ જ્યાં સુંધી દાળ તડકા વિથ જીરા રાઈસ નો ઓર્ડર ના કરીએ ત્યાં સુંધી પંજાબી જમવાનું પૂર્ણ નથી થતું પણ જ્યારે પણ ઘરે દાળ તડકા વિથ જીરા રાઈસ બનાવીએ ત્યારે બધાજ કહેતા હોય છે કે હોટેલ જેવા નથી બનતા તો મિત્રો આજ આપણે બિલકુલ હોટેલ જેવાજ દેખાવ માં સુંદર ને સ્વાદ માં બિલકુલ હોટેલ જેવાજ બનાવશું ને આવી રીતે બનાવેલા દાળ તડકા વિથ જીરા રાઈસ એક વાર ઘરે જમ્યા પછી ઘર ના બધા જ લોકો બીજી વાર બારે નહી પરંતુ ઘરે જ બનાવવા નું કેસે તો ચાલો શીખીએ દાલ તડકા જીરા રાઈસ બનાવવાની રીત, દાલ ફ્રાય તડકા જીરા રાઈસ બનાવવાની રીત , dal tadka jeera rice recipe in gujarati,,dal tadka jeera rise, dal fry jeera rice recipe in gujarati,dal fry jeera rice banavani rit.

દાલ ફ્રાય તડકા જીરા રાઈસ બનાવવા જરૂરી સામગ્રી

દાળ તડકા માટે જરૂરી સામગ્રી

  • અડધો કપ તુવેર દાળ
  • ૨-૩ ચમચી મગ દાળ ( ફોતરા વગરની)
  • ૨-૩ ચમચી મસૂર દાળ
  • ૧ ચમચી આદુ છીણેલું
  • ૧ ચમચી લસણની પેસ્ટ
  • ૧-૨ લીલા મરચાં ના કટકા
  • ૧ ચમચી તેલ         
  • ૩ કપ પાણી
  • ૧ ચમચી તેલ
  • ૧ ચમચી ઘી/ માખણ
  • પા કપ લીલા ધાણા સુધારેલા
  • ૧ ડુંગરી જીની સુધારેલ
  • ૧ ટમેટું જીણું સુધારેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧ ચમચી આદુ ની પેસ્ટ
  • ૧ ચમચી લસણ ની પેસ્ટ
  • પા ચમચી હળદર
  • ૧ ચમચી લાલ મરચાનો પાઉડર
  • અડધી ચમચી કિચન કિંગ ગરમ મસાલો

તડકા માટે જરૂરી સામગ્રી

  • ૧ ચમચી તેલ
  • ૧ ચમચી ઘી
  • ૨-૩ આખા મરચા
  • ૧-૨ ચમચી લસણના કટકા
  • અડધી ચમચી લાલ મરચાનો પાવડર
  • પા ચમચી હિંગ

જીરા રાઈસ માટે જરૂરી સામગ્રી

  • ૨ કપ બાસમતી ચોખા
  • ૧-૨ તમાલપત્ર
  • ૧-૨ નાની એલચી
  • ૨-૩ લવિંગ
  • ૧ ટુકડો તજ
  • ૧ મોટી એલચી
  • સ્વાદ મુજબ મીઠું
  • અડધો કપ લીલા ઘણા સુધારેલા
  • ૨-૩ ચમચી તેલ
  • ૧-૨ ચમચી ઘી/ માખણ
  • ૨ ચમચી જીરૂ
  • ૮ કપ પાણી
  • ૧ લીંબુ નો રસ/ અડધી ચમચી વિનેગર

દાલ ફ્રાય તડકા જીરા રાઈસ બનાવવાની રીત | dal fry jeera rice recipe in gujarati

સૌ પ્રથમ એક વાસણમાં તુવેર દાળ લ્યો તેને બરોબર ધોઈ ને ૨ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલળવા મૂકો

બીજા વાસણમાં મસૂર દાળ ને મગ દાળ લ્યો ને પાણી થી બરોબર ધોઈ ને ૧ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલળવા મૂકો

હવે બીજા એક વાસણમાં બાસમતી ચોખા લ્યો તેને પણ પાણી થી બરોબર ધોઈ લો અને પછી તેમાં ૨-૩ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલળવા મૂકો

અડધા કલાક પછી એક કૂકરમાં પલળેલી તુવેર દાળ, મસૂર દાળ ને મગ દાળ લ્યો તેમાં ૩ કપ પાણી નાખો હવે એમાં ૧ ચમચી આદુ ની પેસ્ટ,અડધી ચમચી લસણ ની પેસ્ટ, લીલા મરચા, પા ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું,હિંગ ને ૧ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી બંધ કરી કૂકર ને ગેસ પર મીડીયમ તાપે ૩ સીટી થાય ત્યાં સુંધી ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી કૂકર ઠંડુ થવા દયો

કૂકર થાય ત્યાં સુંધી ગેસ પર એક મોટી તપેલી માં ૮ કપ પાણી ગરમ કરો અને તેમાં તમાલપત્ર, એલચી. મોટી એલચી, લવિંગ ,તજ ને સ્વાદ મુજબ મીઠું ને ૨ ચમચી ઘી/ તેલ નાખી પાણી ને ઉકાળો

પાણી ઉકળે એટલે તેમાં પલાળેલા બાસમતી ચોખા નાખી ફૂલ તાપે ૫ મિનિટ ચડાવો ત્યાર બાદ એમાં એક ચમચી લીંબુ નો રસ (વિનેગર) નાખી ચમચા વડે બરોબર હલાવો ને ચોખા ૮૦ ટકા સુંધી ચડાવો(એટલે કે ચોખા નો દાણો બિલકુલ ગડવો ના જોઈએ સેજ કઠણ રહેવો જોઈએ)

હવે ગેસ બંધ કરી ચડેલા રાઈસ ને ચારણી માં નાખી વધારા નું પાણી કાઢી નાખી ખુલા કરી ઠંડા થવા દયો ઠંડા થાય એટલે તેમાં થી ખડા મસાલા તજ ,તમાલપત્ર, એલચી ને અલગ કરી નાખો

હવે ગેસ પર એક કડાઈમાં ૧ ચમચી ઘી અને ૧ ચમચી તેલ ને ગરમ કરો ગરમ થાય એટલે એમાં સુધારેલ ડુંગરી નાખો ત્યાર બાદ એમાં ૧ ચમચી આદુ ,અડધી ચમચી લસણની પેસ્ટ નાખી ડુગરી બ્રાઉન થાય ત્યાં સુંધી સેકો ત્યાર બાદ એમાં ટમેટા નાખી મિક્સ કરો હવે તેમાં ૧ ચમચી લાલ મરચાનો પાવડર,અડધી ચમચી ગરમ મસાલો,પા ચમચી હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખી ૨-૩ મિનિટ સેકો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી ને ૪-૫ મિનિટ તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવો

ત્યાર બાદ એમાં કૂકરમાં બાફી રાખેલી દાળ ને ચમચા વડે બરોબર મિક્સ કરી હલાવી ને વઘાર માં નાખી બરોબર મિક્સ કરો ને દાળ ને ઉકાળો દાળ ઉકાળી લીધા બાદ છેલ્લે તેમાં પા કપ લીલા ધાણા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો

હવે ગેસ પર બીજી કડાઈમાં ૧ ચમચી તેલ ને ૨ ચમચી ઘી/ માખણ લઇ ગરમ કરો ગરમ થાય એટલે તેમાં ૨ ચમચી જીરૂ નાખી ૧ મિનિટ સેકો ત્યાર બાદ એમાં ઠંડા કરેલા બાસમતી રાઈસ નાખી મિક્સ કરો છેલ્લે તેમાં અડધો કપ જીના સુધારેલા લીલા ધાણા નાખી મિક્સ કરો તો તૈયાર છે જીરા રાઈસ

દાળ તડકા બનાવવાની રીત | dal tadka recipe in gujarati

હવે દાળ તડકા નો બીજા વઘાર માટે દાળ ને ગરમ કરી સર્વિંગ પત્રમાં લયો

ગેસ પર એક વઘારિયા માં ૧ ચમચી તેલ ને ૧ ચમચી ઘી/ માખણ ને ગરમ કરો ગરમ થાય એટલે તેમાં ૧ ચમચી જીરૂ ,૨-૩ આખા લાલ મરચાં નાખો ત્યાર બાદ એમાં પા ચમચી હિંગ નાખો ત્યાર બાદ લસણના  કટકા નાખી ને ૨-૩ મિનિટ સેકો ને ગેસ બંધ કરી એમાં અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી મિક્સ કરી સર્વિગ પત્રમાં મુકેલી દાળ પર વઘાર નાખી દયો તો તૈયાર છે દાળ તડકા

dal fry jeera rice banavani rit notes

  • ભાત ને નીતર્યા પછી બચેલા પાણી ને ફેંકી ના દેતા તેને તમે દાળ માં નાખી સકો છો જેના થી દાળ ઘટ્ટ થશે

દાલ તડકા જીરા રાઈસ બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Veg Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Dal fry jeera rice recipe in gujarati | dal fry jeera rice banavani rit

દાલ ફ્રાય તડકા જીરા રાઈસ બનાવવાની રીત - દાલ તડકા જીરા રાઈસ બનાવવાની રીત - dal fry jeera rice recipe in gujarati - dal tadka jeera rice recipe

દાલ ફ્રાય તડકા જીરા રાઈસ બનાવવાની રીત | દાલ તડકા જીરા રાઈસ બનાવવાની રીત | dal fry jeera rice recipe in gujarati | dal tadka jeera rice recipe

હોટલ જેવાજ સ્વાદિષ્ટ દાલ ફ્રાય તડકા જીરા રાઈસ બનાવવાની રીત , દાલ તડકા જીરા રાઈસ બનાવવાની રીત , dal fry jeera rice recipe in gujarati , dal tadka jeera rice recipe.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
resting time: 1 hour
Total Time: 1 hour 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કૂકર
  • 1 કડાઈ

Ingredients

દાળ તડકા માટે જરૂરી સામગ્રી

  • ½ કપ તુવેર દાળ
  • 2-3 ચમચી મગ દાળ( ફોતરા વગરની)
  • 2-3 ચમચી મસૂર દાળ
  • 1 ચમચી ચમચી આદુ છીણેલું
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 1-2 લીલા મરચાં ના કટકા
  • 1 ચમચી ચમચી તેલ         
  • 3 કપ પાણી
  • 1 ચમચી તેલ
  • 1 ચમચી ઘી/ માખણ
  • પા કપ લીલા ધાણા સુધારેલા
  • 1 ડુંગરી જીની સુધારેલ
  • 1 ટમેટું જીણું સુધારેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી આદુ ની પેસ્ટ
  • 1 ચમચી લસણ ની પેસ્ટ
  • ચમચી પા ચમચી હળદર
  • 1 ચમચી ૧ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી કિચન કિંગ ગરમ મસાલો

તડકા માટે જરૂરી સામગ્રી

  • 1 ચમચી તેલ
  • 1 ચમચી ચમચી ઘી
  • 2-3 આખા મરચા
  • 1-2 ચમચી ચમચી લસણના કટકા
  • ½ ચમચી લાલ મરચાનો પાવડર
  • પા ચમચી હિંગ

જીરા રાઈસ માટે જરૂરી સામગ્રી

  • 2 કપ બાસમતી ચોખા
  • 1-2 તમાલપત્ર
  • 1-2 નાની એલચી
  • 2-3 લવિંગ
  • 1 ટુકડો તજ
  • 1 મોટી એલચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ કપ લીલા ઘણા સુધારેલા
  • 2-3 ચમચી તેલ
  • 1-2 ચમચી ઘી/માખણ
  • 2 જીરૂ
  • 8 કપ ૮ કપ પાણી
  • 1 લીંબુ નો રસ/ અડધી ચમચી વિનેગર

Instructions

દાલ ફ્રાય તડકા જીરા રાઈસ બનાવવાની રીત – dal tadka jeera rice recipe in gujarati – dal fry jeera rice recipe in gujarati – dal fry jeera rice banavani rit

  • સૌ પ્રથમ એક વાસણમાં તુવેર દાળ લ્યો તેને બરોબરધોઈ ને ૨ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલળવા મૂકો
  • બીજા વાસણમાં મસૂર દાળ ને મગ દાળ લ્યો ને પાણીથી બરોબર ધોઈ ને ૧ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલળવા મૂકો
  • હવે બીજા એક વાસણમાં બાસમતી ચોખા લ્યો તેનેપણ પાણી થી બરોબર ધોઈ લો અને પછી તેમાં ૨-૩ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલળવા મૂકો
  • અડધા કલાક પછી એક કૂકરમાં પલળેલી તુવેર દાળ, મસૂર દાળ ને મગ દાળ લ્યો તેમાં ૩ કપ પાણી નાખો હવે એમાં ૧ ચમચી આદુ ની પેસ્ટ, અડધી ચમચી લસણ ની પેસ્ટ, લીલા મરચા, પા ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું,હિંગ ને ૧ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી બંધ કરી કૂકર ને ગેસપર મીડીયમ તાપે ૩ સીટી થાય ત્યાં સુંધી ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી કૂકર ઠંડુ થવા દયો
  • કૂકર થાય ત્યાં સુંધી ગેસ પર એક મોટી તપેલીમાં ૮ કપ પાણી ગરમ કરો અને તેમાં તમાલપત્ર, એલચી. મોટી એલચી, લવિંગ ,તજ ને સ્વાદમુજબ મીઠું ને ૨ ચમચી ઘી/ તેલ નાખી પાણી ને ઉકાળો
  • પાણી ઉકળે એટલે તેમાં પલાળેલા બાસમતી ચોખા નાખીફૂલ તાપે ૫ મિનિટ ચડાવો ત્યાર બાદ એમાં એક ચમચી લીંબુ નો રસ (વિનેગર) નાખી ચમચા વડે બરોબર હલાવો નેચોખા ૮૦ ટકા સુંધી ચડાવો(એટલે કે ચોખા નો દાણો બિલકુલ ગડવો નાજોઈએ સેજ કઠણ રહેવો જોઈએ)
  • હવે ગેસ બંધ કરી ચડેલા રાઈસ ને ચારણી માં નાખીવધારા નું પાણી કાઢી નાખી ખુલા કરી ઠંડા થવા દયો ઠંડા થાય એટલે તેમાં થી ખડા મસાલાતજ ,તમાલપત્ર, એલચી ને અલગકરી નાખો
  • હવે ગેસ પર એક કડાઈમાં ૧ ચમચી ઘી અને ૧ ચમચીતેલ ને ગરમ કરો ગરમ થાય એટલે એમાં સુધારેલ ડુંગરી નાખો ત્યાર બાદ એમાં ૧ ચમચી આદુ ,અડધી ચમચી લસણની પેસ્ટ નાખી ડુગરી બ્રાઉન થાય ત્યાં સુંધી સેકો ત્યાર બાદ એમાં ટમેટા નાખી મિક્સ કરો હવે તેમાં ૧ ચમચી લાલ મરચાનો પાવડર,અડધી ચમચી ગરમ મસાલો,પા ચમચી હળદર ને સ્વાદ મુજબ મીઠુંનાખી ૨-૩ મિનિટ સેકો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરીને ૪-૫ મિનિટ તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવો
  • ત્યાર બાદ એમાં કૂકરમાં બાફી રાખેલી દાળ ને ચમચા વડે બરોબર મિક્સ કરી હલાવી ને વઘાર માં નાખી બરોબર મિક્સ કરો ને દાળ ને ઉકાળો, દાળ ઉકાળી લીધા બાદ છેલ્લે તેમાં પા કપ લીલા ધાણા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો
  • હવે ગેસ પર બીજી કડાઈમાં ૧ ચમચી તેલ ને ૨ ચમચીઘી/ માખણ લઇ ગરમ કરો ગરમ થાય એટલે તેમાં ૨ ચમચી જીરૂ નાખી ૧ મિનિટ સેકો ત્યાર બાદ એમાં ઠંડા કરેલા બાસમતી રાઈસ નાખી મિક્સ કરો છેલ્લે તેમાં અડધો કપ જીના સુધારેલા લીલા ધાણા નાખી મિક્સ કરો તો તૈયાર છે જીરા રાઈસ

દાળ તડકા બનાવવાની રીત – dal tadka recipe in gujarati

  • હવે દાળ તડકા નો બીજા વઘાર માટે દાળ ને ગરમકરી સર્વિંગ પત્રમાં લયો
  • ગેસ પર એક વઘારિયા માં ૧ ચમચી તેલ ને ૧ ચમચીઘી/ માખણ ને ગરમ કરો ગરમ થાય એટલે તેમાં ૧ ચમચી જીરૂ,૨-૩ આખા લાલ મરચાં નાખો ત્યાર બાદ એમાં પા ચમચીહિંગ નાખો ત્યાર બાદ લસણના  કટકા નાખી ને ૨-૩ મિનિટ સેકો ને ગેસ બંધ કરી એમાં અડધીચમચી લાલ મરચું પાવડર નાખી મિક્સ કરી સર્વિગ પત્રમાં મુકેલી દાળ પર વઘાર નાખી દયો તો તૈયાર છે દાળ તડકા

Notes

ભાત ને નીતર્યા પછી બચેલા પાણી ને ફેંકી ના દેતા તેને તમે દાળ માં નાખી સકો છો જેના થી દાળ ઘટ્ટ થશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બટાકા વડા બનાવવાની રીત ગુજરાતીમાં | બટાકા વડા ની રેસીપી | Batata vada recipe in Gujarati

દહીં પાપડ નું શાક બનાવવાની રીત | Dahi papad nu shaak recipe in Gujarati

ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular