અત્યાર સુંધી તમે બટાકા ના શાક અને કઢી સાથે તો ઘણી વખત બનાવ્યા હશે પણ આજ આપણે કઢી અને બટાકા ને મિક્સ કરી શાક કયો કે કઢી બનાવશું. જે ખૂબ જ સ્વાદિસ્ટ લાગશે. તો ચાલો Kadhi vale aloo – કઢી વાલે આલુ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- બેસન 2- 3 ચમચી
- દહીં 1 કપ
- તેલ / ઘી 1- 2 ચમચી
- રાઇ ½ ચમચી
- જીરું ½ ચમચી
- લવિંગ 2- 3
- એલચી 1
- તજ નો નાનો ટુકડો 1
- મેથી દાણા ½ ચમચી
- સૂકા લાલ મરચા 1- 2
- મીઠા લીમડા ના પાંદ 8- 10
- હિંગ ¼ ચમચી
- બાફેલા બટાકા 4- 5
- આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી 2 કપ
- લીલા ધાણા સુધારેલા 4- 5 ચમચી
બીજા વઘાર માટેની સામગ્રી
- ઘી 2- 3 ચમચી
- લસણ સુધારેલ 2- 3 કણી
- જીરું ½ ચમચી
- સૂકી મેથી 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
Kadhi vale aloo banavani recipe
કઢી વાલે આલુ બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી લ્યો અને બાફેલા બટાકા ને છોલી ચાકુથી કટકા કરી એક બાજુ મૂકો. હવે એક તપેલી માં દહીં માં બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી મિશ્રણ ને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો.
ઘી ગરમ થાય એટલે એમાં લવિંગ, એલચી, તજ નો ટુકડો, મેથી દાણા , સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફેલા બટાકા નાખી બે મિનિટ શેકી લ્યો બટાકા શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો.
મસાલા થોડા શેકાઈ જાય એટલે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. બે મિનિટ પછી ગેસ ધીમો કરી એમાં બેસન દહીં વાળું મિશ્રણ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ગેસ ફૂલ તાપે હલાવતા રહી ઉકાળી લ્યો. કઢી ઉકાળવા લાગે એટલે ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો.
બીજો વઘાર કરવા માટે ગેસ પર વઘારિયા માં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં સુધારેલ લસણ ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. લસણ ગોલ્ડન થાય એટલે એમાં જીરું અને સૂકી મેથી નાખી શેકી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને કઢી માં નાખી મિક્સ કરી લ્યો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી પૂરી, પરોઠા અને રોટલી સાથે સર્વ કરો. તો તૈયાર છે કઢી વાલે આલુ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કઢી વાલે આલુ બનાવવાની રેસીપી

Kadhi vale aloo banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 વઘારિયું
Ingredients
- 2- 3 ચમચી બેસન
- 1 કપ દહીં
- 1-2 ચમચી તેલ / ઘી
- ½ ચમચી રાઇ
- ½ ચમચી જીરું
- 2- 3 લવિંગ
- 1 એલચી
- 1 તજ નો નાનો ટુકડો
- ½ ચમચી મેથી દાણા
- 1- 2 સૂકા લાલ મરચા
- 8- 10 મીઠા લીમડા ના પાંદ
- ¼ ચમચી હિંગ
- 4- 5 બાફેલા બટાકા
- 2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- ½ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ગરમ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
- 2 કપ પાણી
- 4- 5 ચમચી લીલા ધાણા સુધારેલા
બીજા વઘાર માટેની સામગ્રી
- 2- 3 ચમચી ઘી
- 2- 3 કણી લસણ સુધારેલ
- ½ ચમચી જીરું
- 1 ચમચી સૂકી મેથી
- ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
Instructions
Kadhi vale aloo banavani recipe
- કઢી વાલે આલુ બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી લ્યો અને બાફેલા બટાકા ને છોલી ચાકુથી કટકા કરી એક બાજુ મૂકો. હવે એક તપેલી માં દહીં માં બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી મિશ્રણ ને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો.
- ઘી ગરમ થાય એટલે એમાં લવિંગ, એલચી, તજ નો ટુકડો, મેથી દાણા , સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફેલા બટાકા નાખી બે મિનિટ શેકી લ્યો બટાકા શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- મસાલા થોડા શેકાઈ જાય એટલે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. બે મિનિટ પછી ગેસ ધીમો કરી એમાં બેસન દહીં વાળું મિશ્રણ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ગેસ ફૂલ તાપે હલાવતા રહી ઉકાળી લ્યો. કઢી ઉકાળવા લાગે એટલે ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો.
- બીજો વઘાર કરવા માટે ગેસ પર વઘારિયા માં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં સુધારેલ લસણ ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. લસણ ગોલ્ડન થાય એટલે એમાં જીરું અને સૂકી મેથી નાખી શેકી લ્યો.
- ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને કઢી માં નાખી મિક્સ કરી લ્યો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી પૂરી, પરોઠા અને રોટલી સાથે સર્વ કરો. તો તૈયાર છે કઢી વાલે આલુ.
Notes
- કઢી ને એ ઘી અથવા તેલ માં બનાવી શકો છો . પણ ઘી માં વધારેલ કઢી વધુ સ્વાદિસ્ટ લાગે છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Juvar na lot na muthiya | જુવાર ના લોટ ના મુઠીયા
Saragva ni sing nu athanu | સરગવાની સીંગ નું અથાણું
Lili tuver ni dhokli banavani rit | લીલી તુવેર ની ઢોકળી
Mag nu khatu recipe | મગ નું ખાટું
Vinegar dungri banavani rit | વિનેગર ડુંગળી