Home Nasta Kakdi na chila banavani rit | કાકડી ના ચીલા બનાવવાની રીત

Kakdi na chila banavani rit | કાકડી ના ચીલા બનાવવાની રીત

Kakdi na chila banavani rit | કાકડી ના ચીલા બનાવવાની રીત
Image credit – Youtube/Sheetal's Kitchen – Gujarati

આપણે ઉનાળાની ગરમી માં પેટ ને ઠંડક આપે એવો કાકડી નો ક્રિસ્પી નવો નાસ્તો જે નાના થી લઈ અને મોટા દરેક ને ભાવશે અને માત્ર 1 કાકડી માંથી આરામથી 4 લોકો માટે બની જાય એવો નાસ્તો નાસ્તો  Kakdi na chila – કાકડી ના ચીલા બનાવતા શીખીશું .

INGREDIENTS

  • કાકડી 1 નંગ
  • સોજી 1 કપ
  • ચોખાનો લોટ 4 ચમચી
  • લીલા મરચા 2 ચમચી 
  • છીણેલું આદુ 1 ચમચી
  •  કોથમીર ½ કપ
  •  મીઠું 1.5 ચમચી
  •  તલ 2-3 ચમચી 

ટામેટાની ચટણીની સામગ્રી :-

  • તેલ 2 ચમચી
  • લસણ ની કણી 4
  • સૂકા લાલ મરચાં 2
  • હિંગ ¼ ચમચી
  • ટમેટા ના ટુકડા 2 નંગ
  • મીઠું 1 ચમચી
  • આંબલી 1 ચમચી
  • ગોળ 2 ચમચી

Kakdi na chila banavani rit

કાકડી ના ચીલા બનાવવા માટે સૌ પ્રથમ 1 કાકડી લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ અને અને તેની છાલ ઉતારી અને કાકડી ને ખમણી ની મોટી સાઇડ થી ખમણી લેશું ત્યાર બાદ 1 ચમચી ખમણેલું આદુ , 2 લીલા મરચા એકદમ જીણા સમારેલાં , લીલા ધાણા ½ કપ હવે બધી સામગ્રી ને એક બાઉલ માં કાઢી લેશું .

ત્યાર બાદ ½ ચમચી જેટલું મીઠું , સફેદ તલ 2 ચમચી નાખી બધી વસ્તુ ને હાથેથી મિક્સ કરી દેશું જેથી મીઠા માંથી થોડું પાણી નીકળશે ત્યાર બાદ તેમાં 1 કપ સોજી નાખી અને ફરીથી હાથ વડે બધી વસ્તુ ને મિક્સ કરી અને તેમાં 4 ચમચી ચોખા નો લોટ નાખી અને ફરીથી હાથ થી મિક્સ કરી અને લોટ બાંધી દેશું ત્યાર બાદ તેના પર ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે લોટ ને રેવા દેશું .

હવે ત્યાર સુધી આપણે ટમેટા ની ચટણી તૈયાર કરી લેશું તેના માટે ગેસ પર એક પેન / કડાઈ મૂકીશું તેમાં 2 ચમચી તેલ , 4 લસણ ની કણી , સૂકા લાલ મરચાં 2 , હિંગ ¼ ચમચી , ટમેટા ના ટુકડા 2 નંગ , મીઠું 1 ચમચી , આંબલી 1 ચમચી નાખી ઢાંકણ ઢાંકી અને 2-3 મિનિટ સુધી મિડિયમ તાપે ટમેટાં એક દમ સોફ્ટ થઈ જાય ત્યાર સુધી ચડાવી લેશું . ટમેટા સોફ્ટ થઈ જાય એટલે તેમાં 2 ચમચી ગોળ નાખી દેશું અને મિક્સ કરી દીધા બાદ આપણે એક મિક્સ જાર લેશું તેમાં ટામેટા નાખી અને પ્લસ મોડ પર 1-2 વખત ચલાવી અને અધકચરું પીસી લેશું ત્યાર બાદ તેમાં લીલા થોડા નાખી ફરીથી એક વખત પીસી લેશું . તો તૈયાર છે આપણી ટમેટા ની ચટણી .

ત્યાર બાદ આપણે લોટ ને એક વખત મસળી લેશું અને તેના 5-6 જેટલા લૂઆ બનાવી અને એક બટર પેપર લેશું અને તેના પર 1 લુઓ મૂકી અને હાથે થી ધીમે ધીમે કરી અને ફેલાવી દેશું જો હાથ માં ચોંટ તું હોય તો તમે થોડું હાથ માં પાણી લગાવી અને એક દમ પાતળું આ નાસ્તા ને સારી રીતે ફેલાવી શકો છો . બને એટલું પાતળું રાખશું તો આપણા ચીલા એકદમ ક્રિસ્પી બનશે .

હવે એક લોખંડ નો જાડો તવો લેશું તેને ગેસ પર મિડયમ તાપે ગરમ કરી તેના પર થોડું ઘી લગાવી બટર પેપર ને ઊંધું કરી ચીલા ને તવી પર નાખી અને ઉપર થી ધીમે રઈ અને બટર પેપર કાઢી લેશું . ત્યાર બાદ તેના પર ઢાંકણ ઢાંકી અને 1.5 મિનિટ જેવું રેવા દેશું 1.5 મિનિટ બાદ તેના પર થોડા ઘી ના ટીપાં નાખી અને બીજી બાજુ ઉથલાવી દેશું અને ફરીથી જો જરૂર લાગે તો ઘી નાખી દેશું અને ત્યાર બને બાજુ ને આપણે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી ચડવા દેશું .

ત્યાર બાદ આવીજ રીતે બધા ચીલા ને આપણે તૈયાર કરી લેશું.

તો તૈયાર છે આપણો મસ્ત કાકડી ના ચીલા નો એકદમ ક્રિસ્પી નાસ્તો જેને આપણે ગરમ ગરમ ટમેટા ની ચટણી સાથે સર્વ કરીશું . સવારે નાસ્તા માં કે પછી છોકરા ના ટિફિન માં પણ તમે આ નાસ્તો બનાવી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કાકડી ના ચીલા બનાવવાની રીત

Kakdi na chila - કાકડી ના ચીલા

Kakdi na chila banavani rit

આજે આપણે ઉનાળાની ગરમી માં પેટ ને ઠંડક આપે એવો કાકડીનો ક્રિસ્પી નવો નાસ્તો જે નાના થી લઈ અને મોટા દરેક ને ભાવશે અને માત્ર 1 કાકડી માંથી આરામથી 4 લોકો માટે બની જાય એવો નાસ્તો નાસ્તો Kakdi na chila – કાકડી ના ચીલા બનાવતા શીખીશું.
3.50 from 2 votes
Prep Time: 5 minutes
Cook Time: 10 minutes
Total Time: 15 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ખમણી
  • 1 લોખંડ ની તવી
  • 1 મિક્ષ્ચરજાર
  • 1 પેન / કડાઈ

Ingredients

  • 1 નંગ કાકડી
  • 1 કપ સોજી
  • 4 ચમચી ચોખાનો લોટ
  • 2 ચમચી લીલા મરચા
  • 1 ચમચી છીણેલું આદુ
  • ½ કપ કોથમીર
  • 1.5 ચમચી મીઠું
  • 2-3 ચમચી તલ

ટામેટાની ચટણીની સામગ્રી :-

  • 2 ચમચી તેલ
  • 4 લસણ ની કણી
  • 2 સૂકા લાલ મરચાં
  • ¼ ચમચી હિંગ
  • 2 નંગ ટમેટા ના ટુકડા
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી આંબલી
  • 2 ચમચી ગોળ

Instructions

Kakdi na chila banavani rit

  • કાકડી ના ચીલા બનાવવા માટે સૌ પ્રથમ 1 કાકડી લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ અને અને તેની છાલ ઉતારી અને કાકડી ને ખમણી ની મોટી સાઇડ થી ખમણી લેશું ત્યાર બાદ 1 ચમચી ખમણેલું આદુ , 2 લીલા મરચા એકદમ જીણા સમારેલાં , લીલા ધાણા ½ કપ હવે બધી સામગ્રી ને એક બાઉલ માં કાઢી લેશું .
  • ત્યાર બાદ ½ ચમચી જેટલું મીઠું , સફેદ તલ 2 ચમચી નાખી બધી વસ્તુ ને હાથેથી મિક્સ કરી દેશું જેથી મીઠા માંથી થોડું પાણી નીકળશે ત્યાર બાદ તેમાં 1 કપ સોજી નાખી અને ફરીથી હાથ વડે બધી વસ્તુ ને મિક્સ કરી અને તેમાં 4 ચમચી ચોખા નો લોટ નાખી અને ફરીથી હાથ થી મિક્સ કરી અને લોટ બાંધી દેશું ત્યાર બાદ તેના પર ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે લોટ ને રેવા દેશું .
  • હવે ત્યાર સુધી આપણે ટમેટા ની ચટણી તૈયાર કરી લેશું તેના માટે ગેસ પર એક પેન / કડાઈ મૂકીશું તેમાં 2 ચમચી તેલ , 4 લસણ ની કણી , સૂકા લાલ મરચાં 2 , હિંગ ¼ ચમચી , ટમેટા ના ટુકડા 2 નંગ , મીઠું 1 ચમચી , આંબલી 1 ચમચી નાખી ઢાંકણ ઢાંકી અને 2-3 મિનિટ સુધી મિડિયમ તાપે ટમેટાં એક દમ સોફ્ટ થઈ જાય ત્યાર સુધી ચડાવી લેશું . ટમેટા સોફ્ટ થઈ જાય એટલે તેમાં 2 ચમચી ગોળ નાખી દેશું અને મિક્સ કરી દીધા બાદ આપણે એક મિક્સ જાર લેશું તેમાં ટામેટા નાખી અને પ્લસ મોડ પર 1-2 વખત ચલાવી અને અધકચરું પીસી લેશું ત્યાર બાદ તેમાં લીલા થોડા નાખી ફરીથી એક વખત પીસી લેશું . તો તૈયાર છે આપણી ટમેટા ની ચટણી .
  • ત્યાર બાદ આપણે લોટ ને એક વખત મસળી લેશું અને તેના 5-6 જેટલા લૂઆ બનાવી અને એક બટર પેપર લેશું અને તેના પર 1 લુઓ મૂકી અને હાથે થી ધીમે ધીમે કરી અને ફેલાવી દેશું જો હાથ માં ચોંટ તું હોય તો તમે થોડું હાથ માં પાણી લગાવી અને એક દમ પાતળું આ નાસ્તા ને સારી રીતે ફેલાવી શકો છો . બને એટલું પાતળું રાખશું તો આપણા ચીલા એકદમ ક્રિસ્પી બનશે .
  • હવે એક લોખંડ નો જાડો તવો લેશું તેને ગેસ પર મિડયમ તાપે ગરમ કરી તેના પર થોડું ઘી લગાવી બટર પેપર ને ઊંધું કરી ચીલા ને તવી પર નાખી અને ઉપર થી ધીમે રઈ અને બટર પેપર કાઢી લેશું . ત્યાર બાદ તેના પર ઢાંકણ ઢાંકી અને 1.5 મિનિટ જેવું રેવા દેશું 1.5 મિનિટ બાદ તેના પર થોડા ઘી ના ટીપાં નાખી અને બીજી બાજુ ઉથલાવી દેશું અને ફરીથી જો જરૂર લાગે તો ઘી નાખી દેશું અને ત્યાર બને બાજુ ને આપણે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી ચડવા દેશું .
  • ત્યાર બાદ આવીજ રીતે બધા ચીલા ને આપણે તૈયાર કરી લેશું.
  • તો તૈયાર છે આપણો મસ્ત કાકડી ના ચીલા નો એકદમ ક્રિસ્પી નાસ્તો જેને આપણે ગરમ ગરમ ટમેટા ની ચટણી સાથે સર્વ કરીશું . સવારે નાસ્તા માં કે પછી છોકરા ના ટિફિન માં પણ તમે આ નાસ્તો બનાવી શકો છો .

Notes

  • આ રેસિપી માં તમે નારિયેળ નું ખમણ અને ચપટી ખાંડ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here