શિયાળાની કડકડતી ઠંડીમાં જો ભોજનમાં Bajri no Rotlo અને રીંગણનો ઓળો હોય તો બીજું શું જોઈએ? બાજરીનો રોટલો શરીર માટે ગરમ અને ગુણકારી હોય છે. પણ આજે આપણે સાદો રોટલો નહિ, પણ ભરપૂર Lila Lasan (Green Garlic) નાખીને મસાલેદાર લીલા લસણ વાળો બાજરી નો રોટલો બનાવીશું. આ રોટલાને લસણનિયો રોટલો પણ કહે છે સૌરાષ્ટ્ર કચ્છ માં શિયાળામાં લોકો આ રોટલો માખણ (White Butter) અને ગોળ સાથે ખાવાની જે મજા છે તો ચાલો જોઈએ એકદમ સહેલી રીતે Lila Lasan Valo Bajri No Rotlo બનાવવાની રીત.
Table of contents
લસણનિયો રોટલો બનાવવા જરૂરી સામગ્રી
- બાજરા નો લોટ 1 કપ
- લીલું લસણ સાવ ઝીણું સમારેલું 4-5 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- ઘી જરૂર મુજબ
Lila Lasan Valo Bajri No Rotlo banavani rit
લીલા લસણ વાળો બાજરી નો રોટલો બનાવવા સૌથી પહેલા કથરોટ માં બાજરાનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ઝીણું સમારેલું લીલું લસણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને હથેળી વડે બરોબર બે ચાર મિનીટ મસળી લ્યો ત્યાર બાદ ગેસ પર મીડીયમ તાપે માટી ની તવી ગરમ કરવા મુકો.
તવી ગરમ થાય ત્યાં સુંધી માં બાંધેલા લોટ ને હથેળીમાં ફેરવી ને ગોળ કરી હથેળી વચ્ચે ફેરવતા જઈ રોટલા નો આકાર આપો. રોટલો બરોબર ઘડાઈ જાય એટલે ગરમ તવી પર નાખો અને એક બાજુ બે મિનીટ ચડવા દયો. બે મિનીટ પછી તાવીથા થી ઉપાડી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ બે ત્રણ મિનીટ ચડવા દયો.
ત્રણ મિનીટ પછી તાવીઠા થી ઉપાડી ચેક કરો અને બધી બાજુ બરોબર ચડાવી લ્યો આમ એક બાજુ બરોબર ચડી જાય એટલે રોટલા ને ઉથલાવી બીજી બે ત્રણ મિનીટ અથવા રોટલો બીજી બાજુ બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. આમ બને બાજુ રોટલો બરોબર ચડી જાય એટલે ઉતારી લ્યો અને ગરમ ગરમ રોટલા પર ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે લીલા લસણ વાળો રોટલો.
અહી જો તમારા પાસે માટીની તવી ના હોય તો રેગ્ય્લર તવી માં પણ બનાવી શકો છો.
જો તમને હાથ થી થાબડી રોટલો ના ફાવતો હોય તો તમે થાળી કે પાટલા પર પણ રોટલો બનાવી શકો છો.
લીલા લસણ વાળો બાજરી નો રોટલો બનાવવાની રીત

કાઠિયાવાડી સ્ટાઈલ લીલા લસણ વાળો બાજરી નો રોટલો બનાવવાની રીત – Lila Lasan Valo Bajri No Rotlo Recipe in Gujarati
Equipment
- 1 કથરોટ
- 1 માટી ની તવી
Ingredients
લસણનિયો રોટલો બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ બજારનો લોટ
- 4-5 ચમચી લીલું લસણ સાવ ઝીણું સમારેલું
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- ઘી જરૂર મુજબ
Instructions
Lila Lasan Valo Bajri No Rotlo banavani rit
- લીલા લસણ વાળો બાજરી નો રોટલો બનાવવા સૌથી પહેલા કથરોટ માં બાજરાનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ઝીણું સમારેલું લીલું લસણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને હથેળી વડે બરોબર બે ચાર મિનીટ મસળી લ્યો ત્યાર બાદ ગેસ પર મીડીયમ તાપે માટી ની તવી ગરમ કરવા મુકો.
- તવી ગરમ થાય ત્યાં સુંધી માં બાંધેલા લોટ ને હથેળીમાં ફેરવી ને ગોળ કરી હથેળી વચ્ચે ફેરવતા જઈ રોટલા નો આકાર આપો. રોટલો બરોબર ઘડાઈ જાય એટલે ગરમ તવી પર નાખો અને એક બાજુ બે મિનીટ ચડવા દયો. બે મિનીટ પછી તાવીથા થી ઉપાડી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ બે ત્રણ મિનીટ ચડવા દયો.
- ત્રણ મિનીટ પછી તાવીઠા થી ઉપાડી ચેક કરો અને બધી બાજુ બરોબર ચડાવી લ્યો આમ એક બાજુ બરોબર ચડી જાય એટલે રોટલા ને ઉથલાવી બીજી બે ત્રણ મિનીટ અથવા રોટલો બીજી બાજુ બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. આમ બને બાજુ રોટલો બરોબર ચડી જાય એટલે ઉતારી લ્યો અને ગરમ ગરમ રોટલા પર ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે લીલા લસણ વાળો રોટલો.
- અહી જો તમારા પાસે માટીની તવી ના હોય તો રેગ્ય્લર તવી માં પણ બનાવી શકો છો.
- જો તમને હાથ થી થાબડી રોટલો ના ફાવતો હોય તો તમે થાળી કે પાટલા પર પણ રોટલો બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Pahadi hara namak banavani rit – પહાડી હરા નમક બનાવવાની રીત
બાજરા ની ખીચડી બનાવવાની રીત | Bajra ni khichdi
bharela shimla marcha nu shaak banavani rit | ભરેલા શિમલા મરચા નું શાક
Mix vegetable daal banavani rit | મિક્સ વેજીટેબલ દાળ
Dal chokha na dhokla – દાળ ચોખા ના ઢોકળા












