બજારમાં શિયાળાની ઋતુમાં (Winter Season) લીલી તુવેર (Fresh Green Tuver) પુષ્કળ પ્રમાણમાં મળે છે. સામાન્ય રીતે આપણે તુવેરના ટોઠા કે તુવેર ની લીલવાની કચોરી તો બનાવતા જ હોઈએ છીએ, પણ શું તમે ક્યારેય Lili Tuver na Dhekra ટ્રાય કર્યા છે? આ લીલી તુવેરના ઢેકરા એક પરંપરાગત ગુજરાતી વાનગી છે જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ ખવાય છે. લીલી તુવેર, લીલું લસણ અને મસાલાના કોમ્બિનેશનથી બનતા આ ઢેકરા સ્વાદમાં એકદમ ચટાકેદાર હોય છે.
શિયાળાની સાંજે ડિનરમાં ગરમાગરમ ઢેકરા અને સાથે સીંગતેલ (Groundnut Oil) મળી જાય તો ખાવાની મજા પડી જાય. આ ઢેકરા ને ઘણા લોકો વડા પણ કહેતા હોય છે જે બહાર થી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. જે સવાર કે સાંજ ના નાસ્તમાં અથવા બાળકો ને ટીફીન માં પણ બનાવી આપી શકો છો. તો ચાલો નોંધી લઈએ આ Traditional Winter Recipe.
Table of contents
ઢેકરા બનાવવા જરૂરી સામગ્રી
- લીલી તુવેર ના દાણા 1 કપ
- ચોખાનો લોટ 1 કપ
- જુવાર નો લોટ ½ કપ
- ઘઉંનો લોટ 2-3 ચમચી
- લીલા ધાણા સુધારેલ ½ કપ
- લીલું લસણ સુધારેલ ¼ કપ
- આદું મરચા ની પેસ્ટ 2 ચમચી
- ગોળ 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- સફેદ તલ 2 ચમચી
- હળદર ½ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી 2 કપ
- તરવા માટે તેલ
Lili Tuver Na Dhekra banavani rit
લીલી તુવેરના ઢેકરા બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી એમાં લીલી તુવેરના દાણા નાખો સાથે એક થી બે ચપટી બેકિંગ સોડા નાખી ઢાંકી દસ મિનીટ બાફી લ્યો. હવે બીજા ગેસ પર કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મુકો.
પાણી ગરમ થાય ત્યાં સુંધી એમાં હળદર, સ્વાદ મુજબ મીઠું, સફેદ તલ, આદું મરચાની પેસ્ટ, સુધારેલ લીલા ધાણા અને લીલું લસણ, ગોળ, લીંબુનો રસ, હિંગ નાખી પાણી ને ઉકાળો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં બાફી રાખેલ તુવેરના દાણા નાખો સાથે ચાળી ને ચોખા, ઘઉં અને જુવારનો લોટ થોડો થોડો નાખતા જઈ બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં એક ચમચી તેલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ઢાંકી દસ મિનીટ એક બાજુ મુકો.
દસ મિનીટ પછી ઢાંકણ ખોલી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી હાથ લાગ્ગાવી શકો એટલું ગરમ રહે એટલે મસળી લ્યો અને આમાંથી નાની સાઈઝ ના લુવા બનાવી લ્યો અને લુવાને મસળી ગોળ બનાવી હથેળી વચ્ચે ચપટા કરી લ્યો. આમ બધા જ વડા બનાવી લ્યો .
હવે ગેસ પર કડાઈમાં તલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ વડા નાખી બે મિનીટ એમજ રહેવા દયો યાર બાદ ઝારાથી ઉથલાવી લ્યો અને ગોલ્ડન બ્રોઉંન તારી લ્યો. આમ બધા વડા ને તરી લ્યો અને તૈયાર વડા ને ચટણી, સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે લીલી તુવેર ના ઢેકરા.
Dhekra recipe notes
- તીખાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
લીલી તુવેરના ઢેકરા બનવાની રીત

શિયાળા સ્પેશિયલ લીલી તુવેરના ઢેકરા બનાવવાની રીત – Lili Tuver Na Dhekra Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ઢેકરા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ લીલી તુવેર ના દાણા
- 1 કપ ચોખાનો લોટ
- ½ કપ જુવાર નો લોટ
- 2-3 ચમચી ઘઉંનો લોટ
- ½ કપ લીલા ધાણા સુધારેલ
- ¼ કપ લીલું લસણ સુધારેલ
- 2 ચમચી આદું મરચા ની પેસ્ટ
- 2 ચમચી ગોળ
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી સફેદ તલ
- ½ ચમચી હળદર
- 1 ચમચી લીંબુનો રસ
- સ્વાદ મુજબ મીઠું
- 2 કપ પાણી
- તરવા માટે તેલ
Instructions
Lili Tuver Na Dhekra banavani rit
- લીલી તુવેરના ઢેકરા બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી એમાં લીલી તુવેરના દાણા નાખો સાથે એક થી બે ચપટી બેકિંગ સોડા નાખી ઢાંકી દસ મિનીટ બાફી લ્યો. હવે બીજા ગેસ પર કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મુકો.
- પાણી ગરમ થાય ત્યાં સુંધી એમાં હળદર, સ્વાદ મુજબ મીઠું, સફેદ તલ, આદું મરચાની પેસ્ટ, સુધારેલ લીલા ધાણા અને લીલું લસણ, ગોળ, લીંબુનો રસ, હિંગ નાખી પાણી ને ઉકાળો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં બાફી રાખેલ તુવેરના દાણા નાખો સાથે ચાળી ને ચોખા, ઘઉં અને જુવારનો લોટ થોડો થોડો નાખતા જઈ બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં એક ચમચી તેલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ઢાંકી દસ મિનીટ એક બાજુ મુકો.
- દસ મિનીટ પછી ઢાંકણ ખોલી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી હાથ લાગ્ગાવી શકો એટલું ગરમ રહે એટલે મસળી લ્યો અને આમાંથી નાની સાઈઝ ના લુવા બનાવી લ્યો અને લુવાને મસળી ગોળ બનાવી હથેળી વચ્ચે ચપટા કરી લ્યો. આમ બધા જ વડા બનાવી લ્યો .
- હવે ગેસ પર કડાઈમાં તલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ વડા નાખી બે મિનીટ એમજ રહેવા દયો યાર બાદ ઝારાથી ઉથલાવી લ્યો અને ગોલ્ડન બ્રોઉંન તારી લ્યો. આમ બધા વડા ને તરી લ્યો અને તૈયાર વડા ને ચટણી, સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે લીલી તુવેર ના ઢેકરા.
Dhekra recipe notes
- તીખાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
વેજીટેબલ પૌવા બનાવવાની રીત – Vegetable Poha Recipe in Gujarati
Ghau no mukhvas banavani rit | ઘઉં નો મુખવાસ બનાવવાની રીત
Sun Dry tameta banavani rit | સન ડ્રાય ટમેટા
chyawanprash banavani rit | ચ્યવનપ્રાશ બનાવવાની રીત
Mula daal nu shaak banavani recipe | મૂળા દાળ નું શાક
