આ માખણ મલાઇયો ને દિલ્હી માં દોલત કી ચાર્ટ, લખનઉ માં મલાઈ માખણ, મિર્ઝાપુરમાં આઓ જેવા વિવિધ નામો થી ઓળખાય છે ખાસ યુપી બનારસ માં ખૂબ પ્રસિદ્ધ છે જે માત્ર બે ત્રણ સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને બનાવી પણ ખૂબ સરળ છે જે મોઢા માં નાખતા જ પગડી જાય છે. જે બસ એક દિવસ માં જ ખાઈ લેવાની હોય છે અને શિયાળા દરમ્યાન બનતી હોય છે. તો ચાલો Makhan malaaiyo chat – માખણ મલાઇયો ચાટ બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- ખાંડ ½ કપ
- ફ્રેશ ક્રીમ 1 કપ
- કેસર ના તાંતણા 20-25
- પિસ્તા ની કતરણ 2-3 ચમચી
- પીસેલી ખાંડ 2-3 ચમચી
- એલચી પાઉડર 2-3 ચપટી
- ગુલાબ ની પાંખડી સુધારેલ 3-4 ચમચી
Makhan malaaiyo chat banavani rit
માખણ મલાઇયો ચાટ બનાવવા સૌપ્રથમ એક તપેલી માં ફૂલ ક્રીમ દૂધ ને ગેસ પર ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને મિડયમ તાપે હલાવતા રહી પંદર વીસ મિનિટ ઉકાળી લ્યો.
દૂધ બરોબર ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી દૂધ ને ઠંડુ કરી લ્યો અને એમાંથી જ પા કપ દૂધ માં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી અલગ તૈયાર કરી લ્યો. હવે બને દૂધ બિલકુલ ઠંડા થઇ જાય એટલે જારી ઢાંકી ને ફ્રીઝ માં આઠ થી દસ કલાક ઠંડુ થવા મૂકો.
હવે કે ક્રીમ છે એને પણ દૂધ સાથે જ ફ્રીઝ માં ઠંડી થવા મૂકો. હવે દસ કલાક પછી તપેલી વાળા દૂધ ની મલાઈ બીજી મલાઈ સાથે કાઢી લ્યો. હવે મીઠા અને ઠંડા દૂધ માંથી થોડું દૂધ અલગ કરી લ્યો અને એમાં મલાઈ માંથી થોડી મલાઈ નાખી સાથે થોડું કેસર વાળું દૂધ નાખી બ્લેન્ડર વડે પીસી લ્યો.
પીસવાથી એમાં થોડી વાર માં મલાઈ નું માખણ બની ઉપર આવશે અને ઉપર આવેલા માખણ ને વાટકા અથવા સર્વિંગ પ્લેટ માં કાઢી લ્યો આમ થોડી થોડી મલાઈ લઈ પીસી માખણ કાઢી બે ત્રણ અલગ અલગ વાટકા માં કાઢી લ્યો.
ખાસ ધ્યાન રાખવું કે દૂધ , મલાઈ કે બની ને તૈયાર થયેલ માખણ ની ઠંડક ઓછી ના થાય. તૈયાર માખણ પર ગુલાબ ની પાંખડી ની કતરણ. પિસ્તા ની કતરણ કેસર ના તાંતણા અને થોડી પીસેલી ખાંડ છાંટી ફ્રીઝ માં મૂકો અને સર્વ કરતી વખતે ફ્રીઝ માંથી કાઢી ઠંડી ઠંડી સર્વ કરો મખન મલાઈયો ચાર્ટ
malaaiyo chat recipe notes
- તેમ બજાર માં મળતી ફ્રેશ ક્રીમ દૂધ માં નાખી ગરમ કરી દૂધ ઠંડુ કરી એમાંથી પણ આ મીઠાઈ બનાવી શકો છો.
- મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરવી.
- એક દિવસ થી વધારે આ મીઠાઈ રાખવી નહિ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
માખણ મલાઇયો ચાટ બનાવવાની રીત

Makhan malaaiyo chat banavani rit
Equipment
- 1 તપેલી
- 1 વાટકા
- 1 બ્લેન્ડર
Ingredients
Ingredients list
- 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
- ½ કપ ખાંડ
- 1 કપ ફ્રેશ ક્રીમ
- 20-25 કેસર ના તાંતણા
- 2-3 ચમચી પિસ્તા ની કતરણ
- 2-3 ચમચી પીસેલી ખાંડ
- 2-3 ચપટી એલચી પાઉડર
- 3-4 ચમચી ગુલાબ ની પાંખડી સુધારેલ
Instructions
Makhan malaaiyo chat banavani rit
- માખણ મલાઇયો ચાટ બનાવવા સૌપ્રથમ એક તપેલી માં ફૂલ ક્રીમ દૂધ ને ગેસ પર ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને મિડયમ તાપે હલાવતા રહી પંદર વીસ મિનિટ ઉકાળી લ્યો.
- દૂધ બરોબર ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી દૂધ ને ઠંડુ કરી લ્યો અને એમાંથી જ પા કપ દૂધ માં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી અલગ તૈયાર કરી લ્યો. હવે બને દૂધ બિલકુલ ઠંડા થઇ જાય એટલે જારી ઢાંકી ને ફ્રીઝ માં આઠ થી દસ કલાક ઠંડુ થવા મૂકો.
- હવે કે ક્રીમ છે એને પણ દૂધ સાથે જ ફ્રીઝ માં ઠંડી થવા મૂકો. હવે દસ કલાક પછી તપેલી વાળા દૂધ ની મલાઈ બીજી મલાઈ સાથે કાઢી લ્યો. હવે મીઠા અને ઠંડા દૂધ માંથી થોડું દૂધ અલગ કરી લ્યો અને એમાં મલાઈ માંથી થોડી મલાઈ નાખી સાથે થોડું કેસર વાળું દૂધ નાખી બ્લેન્ડર વડે પીસી લ્યો.
- પીસવાથી એમાં થોડી વાર માં મલાઈ નું માખણ બની ઉપર આવશે અને ઉપર આવેલા માખણ ને વાટકા અથવા સર્વિંગ પ્લેટ માં કાઢી લ્યો આમ થોડી થોડી મલાઈ લઈ પીસી માખણ કાઢી બે ત્રણ અલગ અલગ વાટકા માં કાઢી લ્યો.
- ખાસ ધ્યાન રાખવું કે દૂધ , મલાઈ કે બની ને તૈયાર થયેલ માખણ ની ઠંડક ઓછી ના થાય. તૈયાર માખણ પર ગુલાબ ની પાંખડી ની કતરણ. પિસ્તા ની કતરણ કેસર ના તાંતણા અને થોડી પીસેલી ખાંડ છાંટી ફ્રીઝ માં મૂકો અને સર્વ કરતી વખતે ફ્રીઝ માંથી કાઢી ઠંડી ઠંડી સર્વ કરો મખન મલાઈયો ચાર્ટ
Notes
- તેમ બજાર માં મળતી ફ્રેશ ક્રીમ દૂધ માં નાખી ગરમ કરી દૂધ ઠંડુ કરી એમાંથી પણ આ મીઠાઈ બનાવી શકો છો.
- મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરવી.
- એક દિવસ થી વધારે આ મીઠાઈ રાખવી નહિ.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Juvar na lot ni barfi | જુવાર ના લોટ ની બરફી
mesub recipe in gujarati | મેસુબ બનાવવાની રીત
moong dal halwa recipe in gujarati | મગદાળ નો હલવો બનાવવાની રીત
doodh pak recipe in gujarati | દૂધ પાક બનાવવાની રીત
Motichoor ladoo banavani rit | મોતીચુર લાડુ બનાવવાની રીત