અત્યાર સુંધી આપણે મૂળા ખાવા ના ઘણા ફાયદા સાંભળ્યા છે અને મૂળા માંથી વિવિધ વાનગીઓ પણ બનાવી છે પણ આજ આપણે મૂળા જેવો જ સ્વાદ અને ફાયદા આપે એવી Mogri ringna nu shaak – મોગરી રીંગણા નું શાક તૈયાર કરીશું જેને રોટલી, રોટલા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો મોગરી રીંગણા નું શાક બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- મોગરી 150 ગ્રામ
- રીંગણા 200 ગ્રામ
- તેલ 2-3 ચમચી
- રાઈ 1 ચમચી
- લસણ 8-10 કણી
- લીલા મરચા 3-4
- હળદર ½ ચમચી
- ઝીણું સમારેલા / પેસ્ટ ટમેટા 1-2
- લાલ મરચાનો પાઉડર 2 ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ½ ચમચી
- દહીં ¼ કપ
- ચણા નો લોટ 1-2 ચમચી
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
Mogri ringna nu shaak banavani rit
મોગરી રીંગણા નું શાક બનાવવા સૌપ્રથમ કાચી હોય એવી મોગરી ને ધોઇ સાફ કરી દાડી વાળો ભાગ અલગ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો અને રીંગણા ને ધોઇ સાફ કરી પાણી માં લાંબા સુધારી લ્યો. અને લસણ અને મરચા ની પેસ્ટ બનાવી તૈયાર કરી લેવી સાથે ટમેટા સાવ ઝીણા સમારી લેવા અથવા પેસ્ટ બનાવી લેવી.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર અને લીલા મરચા લસણ ની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો. હવે એમાં પાણી નિતારી સુધારેલ રીંગણા નાખો અને રીંગણા ને તેલ માં બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં સુધારેલ મોગરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો.
હવે ઢાંકણ ઢાંકી રીંગણા અને મોગરી બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો અને વચ્ચે એક થી બે વખત હલાવી લેવું. શાક ચડવા આવે એટલે એમાં બે ચમચી લાલ મરચાનો પાઉડર, એક ચમચી ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી શેકી લેવા. હવે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી ઢાંકી ટમેટા ને બરોબર ચડાવી લ્યો.
ટમેટા ચડી જાય એટલે એમાં દહી માં ચણા નો લોટ, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ શાક માં નાખો સાથે પા કપ થી ઓછું પાણી નાખી મિક્સ કરી શાક માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. શાક માંથી તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ શાક ને સર્વ કરી દયો. તો તૈયાર છે મોગરી રીંગણા નું શાક.
Shaak recipe notes
- પાકલ અને બીજ વાળી મોગરી ના નાખવી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મોગરી રીંગણા નું શાક બનાવવાની રીત
Mogri ringna nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 150 ગ્રામ મોગરી
- 200 ગ્રામ રીંગણા
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 8-10 કણી લસણ
- 3-4 લીલા મરચા
- ½ ચમચી હળદર
- 1-2 ઝીણું સમારેલા / પેસ્ટ ટમેટા
- 2½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1½ ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ કપ દહીં
- 1-2 ચમચી ચણા નો લોટ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
Mogri ringna nu shaak banavani rit
- મોગરી રીંગણા નું શાક બનાવવા સૌપ્રથમ કાચી હોય એવી મોગરી ને ધોઇ સાફ કરી દાડી વાળો ભાગ અલગ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો અને રીંગણા ને ધોઇ સાફ કરી પાણી માં લાંબા સુધારી લ્યો. અને લસણ અને મરચા ની પેસ્ટ બનાવી તૈયાર કરી લેવી સાથે ટમેટા સાવ ઝીણા સમારી લેવા અથવા પેસ્ટ બનાવી લેવી.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર અને લીલા મરચા લસણ ની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો. હવે એમાં પાણી નિતારી સુધારેલ રીંગણા નાખો અને રીંગણા ને તેલ માં બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં સુધારેલ મોગરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો.
- હવે ઢાંકણ ઢાંકી રીંગણા અને મોગરી બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો અને વચ્ચે એક થી બે વખત હલાવી લેવું. શાક ચડવા આવે એટલે એમાં બે ચમચી લાલ મરચાનો પાઉડર, એક ચમચી ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી શેકી લેવા. હવે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી ઢાંકી ટમેટા ને બરોબર ચડાવી લ્યો.
- ટમેટા ચડી જાય એટલે એમાં દહી માં ચણા નો લોટ, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ શાક માં નાખો સાથે પા કપ થી ઓછું પાણી નાખી મિક્સ કરી શાક માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. શાક માંથી તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ શાક ને સર્વ કરી દયો. તો તૈયાર છે મોગરી રીંગણા નું શાક.
Shaak recipe notes
- પાકલ અને બીજ વાળી મોગરી ના નાખવી.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Lila lasan nu kachu banavani rit | લીલા લસણ નું કાચું બનાવવાની રીત
Singdana nu shaak banavani rit | સીંગદાણા નું શાક બનાવવાની રીત
Dahi vala marcha | દહીં વાળા મરચા બનાવવાની રીત
Italian Rice with souce | ઇટાલિયન રાઈસ વિથ સોસ બનાવવાની રીત