HomeDrinksનૂડલ્સ સૂપ બનાવવાની રીત | Noodles soup banavani rit

નૂડલ્સ સૂપ બનાવવાની રીત | Noodles soup banavani rit

આપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે સૂપ ચોક્કસ મંગાવતા હોઇએ કેમકે આપણે વિચારીએ છીએ કે બજાર જેવા સૂપ આપણે ઘરે નહિ બનાવી શકીએ તો આજ આપણે ખૂબ સરળ રીતે બજાર કરતા પણ સ્વાદિષ્ટ નૂડલ્સ સૂપ ઘરે બનાવતા શીખીશું તો ચાલો આજે Noodles soup banavani rit શીખીએ.

Ingredients list

  • તેલ 3-4 ચમચી
  • ઝીણું સમારેલું લસણ 4-5 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • ઝીણું સમારેલું આદુ 1 ચમચી
  • ઝીણા લીલા મરચા સુધારેલા 3-4
  • લીલી ડુંગળી પાંદ અને ડુંગળી અલગ અલગ સુધારેલ 1-2
  • ગરમ પાણી / ગરમ વેજીટેબલ સ્ટોક 2 લીટર
  • સોયા સોસ 1-2 ચમચી
  • ગ્રીન ચીલી સોસ 1 ચમચી
  • વિનેગર 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • મરી પાઉડર 2-3 ચપટી
  • ઝીણા સમારેલા ગાજર ⅓ કપ
  • કેપ્સીકમ ઝીણું સમારેલું ⅓ કપ
  • પાનકોબી ઝીણી સુધારેલી ½ કપ
  • નૂડલ્સ 200 ગ્રામ
  • કોર્ન ફ્લોર 2-3 ચમચી
  • પાણી 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Noodles soup banavani rit

નૂડલ્સ સૂપ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલ લસણ અને આદુ નાખી બરોબર શેકી લ્યો,

ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા અને લીલી ડુંગળી સુધારેલ નાખી ફૂલ તાપે એક થી બે મિનિટ શેકી લ્યો. હવે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી એમાં ગરમ પાણી અથવા વેજીટેબલ સ્ટોક નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે પાણી ઉકળવા લાગે એટલે એમાં વિનેગર, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, ખાંડ, મરી પાઉડર અને મીઠું નાખી બરોબર મિક્સ કરી એક મિનિટ ઉકાળો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ગાજર, કેપ્સીકમ, પાનકોબી અને નુડલ્સ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને નૂડલ્સ ચડે ત્યાં સુંધી ઢાંકી ને ચડાવી લ્યો. નૂડલ્સ બરોબર ચડી જાય અને સાફ સોફ્ટ થઈ જાય ત્યાં સુંધી ચડાવી લેવી.

ત્યારબાદ નૂડલ્સ બરોબર ચડી જાય એટલે એક વાટકા માં કોર્ન ફ્લોર માં પાણી નાખી બરોબર મિક્સ કરી તૈયાર મિશ્રણ ને સૂપ માં નાખો અને ફરીથી બે ચાર મિનિટ ઉકાળો ચાર મિનિટ પછી એમાં બે ચમચી લીલા ધાણા સુધારેલા અને લીલી ડુંગળી ના પાંદ સુધારી નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર સૂપ ને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે નૂડલ્સ સૂપ.

Soup recipe notess

  • અહી તમે નૂડલ્સ ને તોડી નાના નાના કટકા કરી ને પણ નાખી શકો છો.
  • તમે ઝીણી સુધારેલી ફણસી, મશરૂમ પણ નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

નૂડલ્સ સૂપ બનાવવાની રીત

નૂડલ્સ સૂપ - Noodles soup - નૂડલ્સ સૂપ બનાવવાની રીત - Noodles soup banavani rit

Noodles soup banavani rit

આપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે સૂપ ચોક્કસ મંગાવતા હોઇએ કેમકે આપણે વિચારીએ છીએ કે બજાર જેવા સૂપ આપણે ઘરે નહિ બનાવી શકીએ તો આજ આપણે ખૂબ સરળ રીતે બજાર કરતા પણ સ્વાદિષ્ટ નૂડલ્સ સૂપ ઘરે બનાવતા શીખીશું તો ચાલો આજે Noodles soup banavani rit શીખીએ.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 3-4 ચમચી તેલ
  • 4-5 ચમચી ઝીણું સમારેલું લસણ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી ઝીણું સમારેલું આદુ
  • 3-4 ઝીણા લીલા મરચા સુધારેલા
  • 1-2 લીલી ડુંગળી પાંદ અને ડુંગળી અલગ અલગ સુધારેલ
  • 2 લીટર ગરમ પાણી / ગરમ વેજીટેબલ સ્ટોક
  • 1-2 ચમચી સોયા સોસ
  • 1 ચમચી ગ્રીન ચીલી સોસ
  • 1 ચમચી વિનેગર
  • 1 ચમચી ખાંડ
  • 2-3 ચપટી મરી પાઉડર
  • કપ ઝીણા સમારેલા ગાજર
  • કપ કેપ્સીકમ ઝીણું સમારેલું
  • ½ કપ પાનકોબી ઝીણી સુધારેલી
  • 200 ગ્રામ નૂડલ્સ
  • 2-3 ચમચી કોર્ન ફ્લોર
  • 1-2 ચમચી પાણી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Noodles soup banavani rit

  • નૂડલ્સ સૂપ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલ લસણ અને આદુ નાખી બરોબર શેકી લ્યો,
  • ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા અને લીલી ડુંગળી સુધારેલ નાખી ફૂલ તાપે એક થી બે મિનિટ શેકી લ્યો. હવે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી એમાં ગરમ પાણી અથવા વેજીટેબલ સ્ટોક નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે પાણી ઉકળવા લાગે એટલે એમાં વિનેગર, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, ખાંડ, મરી પાઉડર અને મીઠું નાખી બરોબર મિક્સ કરી એક મિનિટ ઉકાળો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ગાજર, કેપ્સીકમ, પાનકોબી અને નુડલ્સ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને નૂડલ્સ ચડે ત્યાં સુંધી ઢાંકી ને ચડાવી લ્યો. નૂડલ્સ બરોબર ચડી જાય અને સાફ સોફ્ટ થઈ જાય ત્યાં સુંધી ચડાવી લેવી.
  • ત્યારબાદ નૂડલ્સ બરોબર ચડી જાય એટલે એક વાટકા માં કોર્ન ફ્લોર માં પાણી નાખી બરોબર મિક્સ કરી તૈયાર મિશ્રણ ને સૂપ માં નાખો અને ફરીથી બે ચાર મિનિટ ઉકાળો ચાર મિનિટ પછી એમાં બે ચમચી લીલા ધાણા સુધારેલા અને લીલી ડુંગળી ના પાંદ સુધારી નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર સૂપ ને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે નૂડલ્સ સૂપ.

Soup recipe notess

  • અહી તમે નૂડલ્સ ને તોડી નાના નાના કટકા કરી ને પણ નાખી શકો છો.
  • તમે ઝીણી સુધારેલી ફણસી, મશરૂમ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

2 COMMENTS

  1. 5 stars
    mare without onion garlic manchau soup nd hot& sour soupni receipe joea 6
    perfect map sthe apva vinnti

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular