આ એક પ્રકારનો નાસ્તો છે જેને તમે નાની મોટી પાર્ટી અથવા પ્રસંગ માં બનાવી શકો છો અથવા તો સાંજ ના નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય છે. આ રગડો તમે પહેલેથી તૈયાર કરી રાખી શકો છો અને સર્વ કરતી વખતે બધા પોત પોતાની પસંદ મુજબ તૈયાર કરી મજા લઇ શકે છે. તો ચાલો Pau Ragdo – પાઉં રગડો બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- સફેદ વટાણા 1 કપ
- બટાકા સુધારેલ 1-2
- તેલ 2-3 ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ½ ચમચી
- તીખા લીલા મરચા 1-2
- આદું લસણની પેસ્ટ 2 ચમચી
- ઝીણી સમારેલી ડુંગળી 2
- ઝીણા સમારેલા ટમેટા 2
- હળદર ½ ચમચી
- લાલ મરચા નો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાઉં જરૂર મુજબ
- મસાલા સિંગ જરૂર મુજબ
- મીઠી ચટણી જરૂર મુજબ
- તીખી ચટણી જરૂર મુજબ
- ઝીણી સેવ જરૂર મુજબ
- દાડમ દાણા
- ઝીણી સુધારેલ ડુંગળી
- ઝીણી સુધારેલ ટમેટા
Pau Ragdo banavani recipe
પાઉં રગડો બનાવવા સૌથી પહેલા સફેદ વટાણા ને બે પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા છ થી સાત કલાક પલાળી લ્યો. વટાણા બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નીતારી કુકરમાં નાખો સાથે બટાકા ના કટકા, પા ચમચી હળદર એક થી બે કપ પાણી સ્વાદ મુજબ મીઠું નાખી કુકરનું ઢાંકણ બંધ કરી ગેસ પર એક સીટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી પંદર મિનીટ ચડાવી લ્યો. પંદર મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિગ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણા સુધારેલ લીલા મરચા, આડું લસણની પેસ્ટ નાખી શેકી લ્યો. આડું લસણ શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ડુંગળી નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખો સાથે થોડું મીઠું નાખી મિક્સ કરી ઢાંકણ બંધ કરી ટમેટા ચડી ને ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
ટામેટા ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચા નો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એક થી બે મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં બાફી રાખેલ વટાણા બટાકા નાખી મિક્સ કરી મેસર વડે થોડા મેસ કરી લ્યો અને દોઢ થી બે કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો. સાત મીનીટ પછી એમાં ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે ચાર મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે રગડો.
રગડા ને ગરમ ગરમ સર્વ કરવા પ્લેટમાં પાઉં ના કટકા કરી નાખો એના પર તૈયાર કરેલ રગડો નાખો એના પર મીઠી ચટણી, તીખી ચટણી, ઝીણી સુધારેક ડુંગળી,ઝીણા સુધારેલ ટામેટા, મસાલા વાળા દાણા, ઝીણી સેવ અને દાડમ ના દાણા નાખી મજા લ્યો તો તૈયાર છે પાઉં રગડો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પાઉં રગડો બનાવવાની રેસીપી

Pau Ragdo banavani recipe
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
Ingredients
- 1 કપ સફેદ વટાણા
- 1-2 બટાકા સુધારેલ
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- ½ ચમચી હિંગ
- 1-2 તીખા લીલા મરચા
- 2 ચમચી આદું લસણની પેસ્ટ
- 2 ઝીણી સમારેલી ડુંગળી
- 2 ઝીણા સમારેલા ટમેટા
- ½ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચા નો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી ગરમ મસાલો
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
- સ્વાદ મુજબ મીઠું
- પાઉં જરૂર મુજબ
- મસાલા સિંગ જરૂર મુજબ
- મીઠી ચટણી જરૂર મુજબ
- તીખી ચટણી જરૂર મુજબ
- ઝીણી સેવ જરૂર મુજબ
- દાડમ દાણા
- ઝીણી સુધારેલ ડુંગળી
- ઝીણી સુધારેલ ટમેટા
Instructions
Pau Ragdo banavani recipe
- પાઉં રગડો બનાવવા સૌથી પહેલા સફેદ વટાણા ને બે પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા છ થી સાત કલાક પલાળી લ્યો. વટાણા બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નીતારી કુકરમાં નાખો સાથે બટાકા ના કટકા, પા ચમચી હળદર એક થી બે કપ પાણી સ્વાદ મુજબ મીઠું નાખી કુકરનું ઢાંકણ બંધ કરી ગેસ પર એક સીટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી પંદર મિનીટ ચડાવી લ્યો. પંદર મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
- ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિગ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણા સુધારેલ લીલા મરચા, આડું લસણની પેસ્ટ નાખી શેકી લ્યો. આડું લસણ શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ડુંગળી નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખો સાથે થોડું મીઠું નાખી મિક્સ કરી ઢાંકણ બંધ કરી ટમેટા ચડી ને ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- ટામેટા ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચા નો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એક થી બે મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં બાફી રાખેલ વટાણા બટાકા નાખી મિક્સ કરી મેસર વડે થોડા મેસ કરી લ્યો અને દોઢ થી બે કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો. સાત મીનીટ પછી એમાં ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે ચાર મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે રગડો.
- રગડા ને ગરમ ગરમ સર્વ કરવા પ્લેટમાં પાઉં ના કટકા કરી નાખો એના પર તૈયાર કરેલ રગડો નાખો એના પર મીઠી ચટણી, તીખી ચટણી, ઝીણી સુધારેક ડુંગળી,ઝીણા સુધારેલ ટામેટા, મસાલા વાળા દાણા, ઝીણી સેવ અને દાડમ ના દાણા નાખી મજા લ્યો તો તૈયાર છે પાઉં રગડો.
Notes
- જો લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા.
- તીખાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી લેવી.
- ગ્રેવી માં પાણી થોડું વધારે કરવું કેમ કે પાઉં પાણી વધારે પીવે.
- જો પાઉં ની જગ્યાએ કટલેસ વાપરો તો પાણી ઓછું નાખવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Kanda chanadal na samosa | કાંદા ચણાદાળ ના સમોસા બનાવવાની રેસીપી
Paneer Bread Pizza banavani recipe | પનીર બ્રેડ પિઝા
Green Manchurian banavani recipe | ગ્રીન મંચુરિયન
Ghau na lot ni masala papdi recipe | ઘઉંના લોટની મસાલા પાપડી
cheese shakarpara banavani rit | ચીઝ શક્કરપારા
Besan Toast banavani rit | બેસન ટોસ્ટ