Home Bread & Baking પાવ બનાવવાની રીત કુકર અને ઓવન બંને ની | Pav...

પાવ બનાવવાની રીત કુકર અને ઓવન બંને ની | Pav banavani rit Gujarati ma

0
pav banavani rit gujarati ma - પાવ બનાવવાની રીત - લાદી પાઉં
Image credit – Youtube/The Terrace Kitchen

નમસ્તે મિત્રો આજ આપને બનાવીશું લાદી પાઉં. મિત્રો અત્યાર સુંધી આપણે હમેશા બ્રેડ ની કોઈ પણ વાનગી બનાવવી હોય તો બેકરી માંથી જ પાઉં કે બ્રેડ લેતા હોઈએ છીએ કારણ કે આપણે માનીએ છીએ કે આપને ઘર બ્રેડ કે પાઉં બનાવી ના સકીએ કે આપણા થી બેકરી જેવા પાઉં કે બ્રેડ ના બને કેમ કે આપની પાસે બેકરી જેવી ભઠ્ઠી ના હોય પણ આપ આપને બેકરી જેવા પાવ બનાવવાની રીત શીખીશું જે આપને ઘર ઓવન કે કૂકરમાં  સરળ રીતે બનાવતા શીખીશું તો ચાલો બનાવતા શીખીએ, pav banavani rit gujarati ma.

Advertisements

પાવ બનાવવા જરૂરી સામગ્રી

  • અઢી કપ મેંદો
  • પોણો કપ દૂધ
  • ૨ ચમચી ખાંડ
  • અઢી ચમચી એક્ટિવ યિસ્ટ
  • ૨-૩ ચમચી માખણ
  • ૨-૩ ચમચી પાણીસ્વાદ મુજબ મીઠું

પાવ બનાવવાની રીત

સૌ પ્રથમ નવશેકું દૂધ લ્યો એમાં ૨ ચમચી ખાંડ નાખી મિક્સ કરી ઓગાળી લ્યો , હવે દૂધ માં અઢી ચમચી એક્ટિવ યીસ્ટ નાખી મિક્સ કરી ૫-૧૦ મિનિટ ઢાંકી એક બાજુ મૂકી દયો

Advertisements

મેંદા ને એક વાસણમાં ચારણી વડે ચારી લ્યો તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો , તેમાં તૈયાર કરેલ યીસ્ટ નું મિશ્રણ નાખી મિક્સ કરી જરૂર મુજબ અથવા ૪-૫ ચમચી પાણી નાખી નરમ લોટ બાંધો

બાંધેલા લોટ ને ૧૦-૧૫ મિનિટ સુંધી મસળો ત્યાર બાદ એમાં ૨-૩ ચમચી માખણ નાખી ફરી ૫-૭ મિનિટ મસળો , હવે એક મોટા વાસણમાં તેલ લગાડી એમાં બાંધેલો લોટ મૂકી ઢાંકણ ઢાંકી અથવા કપડું ઢાંકી ને ૧-૨ કલાક ગરમ જગ્યાએ મૂકી દયો

Advertisements

૨ કલાક પછી લોટ ફુલ્લી ગયો હસે તેને ફરી ૪-૫ મિનિટ મસળી લ્યો ને તેના સરખા ભાગ કરો મોટા પાઉં કરવા હોય તો ૯ સરખા ભાગ કરો અથવા નાના પાઉં કરવા હોય તો ૧૨-૧૮ ભાગ કરી લુવા બનાવો

હવે બેકિંગ માટે કકે ટીન કે કોઈ ધાતુના વાસણ ને તેલ/ ઘી થી ગ્રિશ કરો ને તેમાં થોડા થોડા અંતરે તૈયાર કરેલા લુવા ને મૂકો ને કપડું ઢાંકી એક ધોઢ કલાક ગરમ જગ્યાએ મૂકી દયો

Advertisements

દોઢ કલાક પછી લુવા સારા એવા ફૂલી ગયા હસે , ફૂલેલા લુવા પર હલકા હાથે બ્રેશ વડે દૂધ લગાડો , હવે જો પાઉં ઓવેન માં બનાવવા હોય તો તેને ૧૦ મિનિટ ૨૦૦ ડિગ્રી પ્રી હિટ કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ ટ્રે / વાસણ મૂકી ૨૦ મિનિટ ચડાવો

જો કૂકરમાં કરવા માગતા હો તો કુકર ની સિટી ને રીંગ કાઢી નાખવા ને અંદર નીચે કાંઠો કે રેતી કે મીઠું નાખી ને ૧૫ મિનિટ ફૂલ તાપે કુકર ગરમ કરો ગરમ કર્યા પછી તેમાં બેકિંગ ટ્રે/ વાસણ મૂકી કુકર બંધ કરી મિડીયમ તાપે ૨૦-૨૫ મિનિટ ચડાવો

તૈયાર ગરમ  પાઉં પર માખણ લગાડી ઠંડા થવા દયો પાઉં ઠંડા થયા બાદ તેને બેકિંગ ટ્રે/ વાસણ માંથી કાઢી લ્યો

પાઉં બનાવવાની રીત વિડીયો

Super Soft Pav Recipe | Ladi Pav Recipe | Pav Bread with Tips & Tricks ~ The Terrace Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Pav banavani rit Gujarati ma

pav banavani rit gujarati ma - પાવ બનાવવાની રીત - લાદી પાઉં

પાવ બનાવવાની રીત

આપેણે ઓવન કે કૂકરમાં સરળ રીતે બેકરી જેવા પાવ બનાવવાની રીત શીખીશું , pav banavani rit, pav recipe in gujarati.
3 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 3 hours
Total Time: 3 hours 50 minutes
Servings: 4

Ingredients

  • અઢી કપ મેંદો
  • પોણો કપ દૂધ
  • ૨ ચમચી ખાંડ
  • અઢી ચમચી એક્ટિવ યિસ્ટ
  • ૨-૩ ચમચી માખણ
  • ૨-૩ ચમચી પાણી
  • સ્વાદ મુજબ મીઠું    

Instructions

  • સૌ પ્રથમ નવશેકું દૂધ લ્યો એમાં ૨ ચમચી ખાંડ નાખી મિક્સ કરી ઓગાળી લ્યો
  • હવે દૂધ માં અઢી ચમચી એક્ટિવ યીસ્ટ નાખી મિક્સકરી ૫-૧૦ મિનિટ ઢાંકી એક બાજુ મૂકી દયો
  • મેંદા ને એક વાસણમાં ચારણી વડે ચારી લ્યો તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો
  • તેમાં તૈયાર કરેલ યીસ્ટ નું મિશ્રણ નાખી મિક્સકરી જરૂર મુજબ અથવા ૪-૫ ચમચી પાણી નાખી નરમ લોટ બાંધો
  • બાંધેલા લોટ ને ૧૦-૧૫ મિનિટ સુંધી મસળો ત્યાર બાદ એમાં ૨-૩ ચમચી માખણ નાખી ફરી ૫-૭ મિનિટ મસળો.
  • હવે એક મોટા વાસણમાં તેલ લગાડી એમાં બાંધેલોલોટ મૂકી ઢાંકણ ઢાંકી અથવા કપડું ઢાંકી ને ૧-૨ કલાક ગરમ જગ્યાએ મૂકી દયો
  • ૨ કલાક પછી લોટ ફુલ્લી ગયો હસે તેને ફરી ૪-૫ મિનિટ મસળી લ્યો ને તેના સરખા ભાગ કરો મોટાપાઉં કરવા હોય તો ૯ સરખા ભાગ કરો અથવા નાના પાઉં કરવા હોય તો ૧૨-૧૮ ભાગ કરી લુવા બનાવો
  • હવે બેકિંગ માટે કકે ટીન કે કોઈ ધાતુના વાસણને તેલ/ ઘી થી ગ્રિશ કરો ને તેમાં થોડાથોડા અંતરે તૈયાર કરેલા લુવા ને મૂકો ને કપડું ઢાંકી એક ધોઢ કલાક ગરમ જગ્યાએ મૂકી દયો
  • દોઢ કલાક પછી લુવા સારા એવા ફૂલી ગયા હસે
  • ફૂલેલા લુવા પર હલકા હાથે બ્રેશ વડે દૂધ લગાડો
  • હવે જો પાઉં ઓવેન માં બનાવવા હોય તો તેને ૧૦મિનિટ ૨૦૦ ડિગ્રી પ્રી હિટ કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ ટ્રે / વાસણ મૂકી ૨૦ મિનિટ ચડાવો
  • જો કૂકરમાં કરવા માગતા હો તો કુકર ની સિટી નેરીંગ કાઢી નાખવા ને અંદર નીચે કાંઠો કે રેતી કે મીઠું નાખી ને ૧૫ મિનિટ ફૂલ તાપે કુકરગરમ કરો ગરમ કર્યા પછી તેમાં બેકિંગ ટ્રે/ વાસણ મૂકી કુકર બંધ કરી મિડીયમ તાપે ૨૦-૨૫ મિનિટ ચડાવો
  • તૈયાર ગરમ  પાઉં પર માખણ લગાડી ઠંડા થવા દયો
  • પાઉં ઠંડા થયા બાદ તેને બેકિંગ ટ્રે/ વાસણ માંથી કાઢી લ્યો          

Notes

પાઉં બનાવવામાં હમેશા દૂધ નો ઉપયોગ કરવો જેથી પાઉં અંદર થી સોફ્ટ બનશે
યીસ્ટ બરોબર એક્ટિવ થાય તોજ લોટ માં નાખવું  નહિતર પાઉં બરોબર ફૂલ નહિ
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કપ કેક બનાવવાની રીત | chocolate cupcake banavani rit in Gujarati

બનાના કેક બનાવવાની રીત | Banana cake recipe in Gujarati

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version