Advertisement
Home Dessert & Sweets સાલમ પાક બનાવવાની રીત | salam pak banavani rit |salam pak recipe...

સાલમ પાક બનાવવાની રીત | salam pak banavani rit |salam pak recipe gujarati

0
સાલમ પાક બનાવવાની રીત - સાલમ પાક ની રીત - salam pak banavani rit - salam pak recipe in gujarati - salam pak recipe - salam pak
Image credit – Youtube/kitchen kraft recipes
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સાલમ પાક બનાવવાની રીત – salam pak banavani rit શીખીશું. If you like the recipe do subscribe  kitchen kraft recipes YouTube channel on YouTube શિયાળો એટલે સેહત બનાવવાની ઋતુ ને શિયાળો આવતા જ લોકો અલગ અલગ પ્રકારના વસાણાં યુત્ત વાનગીઓ ખાતા હોય છે ને સ્વાસ્થ્ય બનાવતા હોય છે આજ એક એવીજ વસાણાં યુક્ત વાનગી બનાવશું તો ચાલો સાલમ પાક ની રીત – salam pak recipe in gujarati શીખીએ.

salam pak ingredients | salam pak recipe ingredients in gujarati

  • મોરો માવો 250 ગ્રામ
  • ઘી 250 ગ્રામ
  • દૂધ 250 ગ્રામ
  • ખાંડ 250 ગ્રામ
  • પિસ્તા 25 ગ્રામ
  • કાજુ 25 ગ્રામ
  • બદામ 25 ગ્રામ
  • ખજૂર 100 ગ્રામ
  • સૂકી ખારેક 50 ગ્રામ
  • અંજીર 50 ગ્રામ
  • મખાના 10 ગ્રામ
  • મગતરી ના બીજ 50 ગ્રામ
  • શિંગોડા 50 ગ્રામ
  • સફેદ પીપર 5 ગ્રામ
  • કાળી પીપર 5 ગ્રામ
  • મરી પાઉડર 5 ગ્રામ
  • સફેદ મરી પાઉડર 5 ગ્રામ
  • પીપર પાઉડર 3 ગ્રામ
  • જાવેંત્રી 3 ગ્રામ
  • જાયફળ ½
  • ખસખસ 5 ગ્રામ
  • ગંઠોડા પાઉડર 15 ગ્રામ
  • સૂંઠ પાઉડર 15 ગ્રામ
  • ગોખરુ પાઉડર 10 ગ્રામ
  • પામજા સાલમ 5 ગ્રામ

સાલમ પાક બનાવવાની રીત | Salam pak banavani rit

સાલમ પાક બનાવવા માટે સૌ પ્રથમ બધા વસાણાં ને સાફ કરી લ્યો અને જે પાઉડર છે એને ચારણી થી ચાળી લ્યો અને ત્યાર બાદ મિક્સર જારમાં કાજુ, બદામ, મગતરી બીજ અને પિસ્તા ને પીસી લઈ એક વાસણમાં કાઢી લ્યો અને સૂકી ખારેક ને પીસી ને એક વાસણમાં કાઢી લ્યો

 ત્યાર બાદ મખાના ને પીસી એક વાટકા માં કાઢી લ્યો અને જાવેંત્રિ અને જાયફળ ને પીસી ને અલગ વાટકા માં કાઢી લ્યો અને છેલ્લે ખજૂર અને અંજીર ને પણ પીસી લ્યો

Advertisement

હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં દોઢ સો ગ્રામ ઘી ગરમ કરવા મૂકો ઘી માં સાથે ફૂલ ક્રીમ વાળુ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને દૂધ ઘી ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી ને ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં ડ્રાય ફ્રુટ પીસેલા નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં ખજૂર અંજીર ની પેસ્ટ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ખજૂર અંજીર બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં પીસી રાખેલ ખારેક અને શિંગોડા નો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સાત થી આઠ મિનિટ ધીમા તાપે હલાવતા રહો ને લોટ ને બરોબર શેકી લ્યો

મિશ્રણ સાત મિનિટ શેકી લીધા બાદ એમાં મખાના પીસેલા નાખો ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી એમાં સફેદ પીપર, કાળી પીપર, મરી પાઉડર, સફેદ મરી પાઉડર, પીપર પાઉડર, ખસખસ, ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર, ગોખરુ પાઉડર,પામજા સાલમ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહી ને ઘટ્ટ થવા દયો (જો તમને કોઈ મસાલા ના મળે તો એ તમે સ્કીપ કરી શકશો )

મિશ્રણ ને પાંચ મિનિટ શેકી લીધા બાદ છીણેલો માવો નાખી મિક્સ કરી લ્યો ને માવા ને આઠ થી દસ મિનિટ ચડાવી લ્યો ને જો તમે મિશ્રણ માં ચમચો ઊભો રાખો તો ઊભો રહે એટલે સુંધી હલાવી ને શેકી લેવું

છેલ્લે એમાં બાકી રહેલ ઘી માંથી 50 ગ્રામ ઘી નાખી મિક્સ કરી લ્યો છેલ્લે ગેસ બંધ કરી એમાં જાવેંત્રી પાઉડર અને જાયફળ નો પાઉડર નાખી ને મિક્સ કરી લ્યો

તૈયાર મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી લ્યો ને ઉપર બાકી રહેલ 50 ગ્રામ ઘી નાખી ફેલાવી દયો સાથે પિસ્તા , કાજુ બદામ ની કતરણ છાંટી ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં ચાકુ થી કાપા પાડી લ્યો ને ફ્રીઝ માં મૂકી બે ત્રણ કલાક જમાવી લ્યો ત્રણ કલાક બાદ થાળી ને ફ્રીઝ માંથી કાઢી લઈ પીસ કરી લ્યો ને પીસ અલગ કાઢી ને મજા લ્યો સાલમ પાક

salam pak recipe in gujarati notes

  • અહી જે વસાણાં પાઉડર નો ઉપયોગ કરેલ છે તે પાઉડર મળે તો પાઉડર અથવા જો આખા મળે તો સાફ કરી ઘરે પાઉડર બનાવી ને પણ તૈયાર કરી શકો છો
  • ઘી ની માત્રા તમે વધારી પણ શકો છો
  • દરેક સામગ્રી ને નાખ્યા બાદ ઓછામાં ઓછાં  બે ત્રણ મિનિટ શેકી બરોબર મિક્સ કરી લ્યો
  • ખાંડ ની જગ્યાએ ગોળ નો પાઉડર મળે છે એ પણ નાખી શકો છો

ખાસ ટિપ્સ (Pro Tips):

ચાસણીનું ધ્યાન: જો ચાસણી કાચી રહેશે તો પાક જામશે નહીં અને જો વધારે કડક થશે તો પાક ખાવામાં કડક લાગશે. દોઢ તારની ચાસણી પરફેક્ટ છે.

ગુંદર: ગુંદરને તળતી વખતે ઘી બરાબર ગરમ હોવું જોઈએ, નહીંતર ગુંદર અંદરથી કાચો રહી જશે અને ખાતી વખતે દાંતમાં ચોંટશે.

સાલમ પાક ની રીત | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર kitchen kraft recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Salam pak recipe in gujarati

સાલમ પાક બનાવવાની રીત - સાલમ પાક ની રીત - salam pak banavani rit - salam pak recipe in gujarati - salam pak recipe - salam pak

સાલમ પાક બનાવવાની રીત | સાલમ પાક ની રીત | salam pak banavani rit | salam pak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સાલમ પાક બનાવવાની રીત – salam pak banavani rit શીખીશું. શિયાળો એટલે સેહત બનાવવાની ઋતુ નેશિયાળો આવતા જ લોકો અલગ અલગ પ્રકારના વસાણાં યુત્ત વાનગીઓ ખાતા હોય છે ને સ્વાસ્થ્ય બનાવતા હોય છે આજ એક એવીજ વસાણાં યુક્ત વાનગી બનાવશું તો ચાલો સાલમ પાક ની રીત – salam pak recipe in gujarati શીખીએ
4 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

salam pak ingredients | salam pak recipe ingredients in gujarati

  • 250 ગ્રામ મોરો માવો
  • 250 ગ્રામ ઘી
  • 250 ગ્રામ દૂધ
  • 250 ગ્રામ ખાંડ
  • 25 ગ્રામ પિસ્તા
  • 25 ગ્રામ કાજુ
  • 25 ગ્રામ બદામ
  • 100 ગ્રામ ખજૂર
  • 50 ગ્રામ સૂકી ખારેક
  • 50 ગ્રામ અંજીર
  • 10 ગ્રામ મખાના
  • 50 ગ્રામ મગતરીના બીજ
  • 50 ગ્રામ શિંગોડા
  • 5 ગ્રામ સફેદ પીપર
  • 5 ગ્રામ કાળી પીપર
  • 5 ગ્રામ મરી પાઉડર
  • 5 ગ્રામ સફેદ મરી પાઉડર
  • 3 ગ્રામ પીપર પાઉડર
  • ગ્રામ જાવેંત્રી
  • ½ જાયફળ
  • 5 ગ્રામ ખસખસ
  • 15 ગ્રામ ગંઠોડા પાઉડર
  • 15 ગ્રામ સૂંઠ પાઉડર
  • 10 ગ્રામ ગોખરુ પાઉડર
  • 5 ગ્રામ પામજા સાલમ

Instructions

સાલમ પાક | સાલમ પાક ની રીત | salam pak | salam pak recipe

  • સાલમ પાક બનાવવા માટે સૌ પ્રથમ બધા વસાણાં ને સાફ કરી લ્યો અને જે પાઉડર છે એને ચારણી થી ચાળી લ્યો અને ત્યાર બાદ મિક્સર જારમાં કાજુ, બદામ, મગતરી બીજ અને પિસ્તા ને પીસી લઈ એક વાસણમાં કાઢી લ્યો અને સૂકી ખારેક ને પીસી ને એક વાસણમાં કાઢી લ્યો
  •  ત્યાર બાદ મખાના ને પીસી એક વાટકામાં કાઢી લ્યો અને જાવેંત્રિ અને જાયફળ ને પીસી ને અલગ વાટકા માં કાઢી લ્યો અને છેલ્લે ખજૂર અને અંજીર ને પણ પીસી લ્યો
  • હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં દોઢ સો ગ્રામ ઘી ગરમ કરવા મૂકો ઘી માં સાથે ફૂલ ક્રીમવાળુ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને દૂધ ઘી ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી નેખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં ડ્રાય ફ્રુટ પીસેલા નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં ખજૂર અંજીર ની પેસ્ટ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ખજૂર અંજીર બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં પીસી રાખેલ ખારેક અને શિંગોડા નો લોટનાખી બરોબર મિક્સ કરી લ્યો અને સાત થી આઠ મિનિટ ધીમા તાપે હલાવતા રહો ને લોટ ને બરોબર શેકી લ્યો
  • મિશ્રણ સાત મિનિટ શેકી લીધા બાદ એમાં મખાના પીસેલા નાખો ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી એમાં સફેદ પીપર, કાળી પીપર, મરી પાઉડર, સફેદ મરીપાઉડર, પીપર પાઉડર, ખસખસ, ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર, ગોખરુપાઉડર,પામજા સાલમ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહી નેઘટ્ટ થવા દયો (જો તમને કોઈ મસાલા ના મળે તો એ તમે સ્કીપ કરી શકશો)
  • મિશ્રણ ને પાંચ મિનિટ શેકી લીધા બાદ છીણેલો માવો નાખી મિક્સ કરી લ્યો ને માવા ને આઠ થી દસ મિનિટ ચડાવી લ્યો ને જો તમે મિશ્રણ માં ચમચો ઊભો રાખો તો ઊભો રહે એટલે સુંધી હલાવી ને શેકી લેવું
  • છેલ્લે એમાં બાકી રહેલ ઘી માંથી 50ગ્રામ ઘી નાખી મિક્સ કરી લ્યો છેલ્લે ગેસ બંધ કરી એમાં જાવેંત્રી પાઉડર અને જાયફળ નો પાઉડર નાખી ને મિક્સ કરી લ્યો
  • તૈયાર મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી લ્યો ને ઉપર બાકી રહેલ 50 ગ્રામ ઘી નાખી ફેલાવી દયો સાથે પિસ્તા , કાજુ બદામ ની કતરણ છાંટી ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં ચાકુ થી કાપા પાડી લ્યો ને ફ્રીઝ માં મૂકી બે ત્રણ કલાક જમાવી લ્યો ત્રણ કલાક બાદ થાળી ને ફ્રીઝ માંથી કાઢી લઈ પીસ કરી લ્યો ને પીસ અલગ કાઢી ને મજા લ્યો સાલમ પાક

salam pak recipe in gujarati notes

  • અહી જે વસાણાં પાઉડર નો ઉપયોગ કરેલ છે તે પાઉડર મળે તો પાઉડર અથવા જો આખા મળે તો સાફ કરી ઘરે પાઉડર બનાવી ને પણ તૈયાર કરી શકો છો
  • ઘી ની માત્રા તમે વધારી પણ શકો છો
  • દરેક સામગ્રી ને નાખ્યા બાદ ઓછામાં ઓછાં  બે ત્રણ મિનિટ શેકી બરોબર મિક્સ કરી લ્યો
  • ખાંડ ની જગ્યાએ ગોળ નો પાઉડર મળે છે એ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

FAQs: Salam Pak Recipe

સાલમ પાક ખાવાના શું ફાયદા છે? (Benefits of Salam Pak)

સાલમ પાક એ શિયાળાનું શ્રેષ્ઠ Winter Tonic ગણાય છે. તે ખાસ કરીને કમરના દુખાવા (Back Pain), સાંધાના દુખાવા અને શારીરિક નબળાઈ દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. નવી માતાઓ માટે (Post-pregnancy) અને વધતા બાળકોના હાડકાં મજબૂત કરવા માટે પણ તે ગુણકારી છે.

સાલમ પાક અને અડદિયા પાકમાં શું ફરક છે? (Difference between Salam Pak and Adadiya)

Adadiya Pak મુખ્યત્વે અડદના લોટમાંથી બને છે, જ્યારે Salam Pak નો મુખ્ય આધાર માવો (Mawa/Khoya) અને સાલમ પાવડર છે. સાલમ પાકનો સ્વાદ મીઠાઈ જેવો સોફ્ટ અને ક્રીમી હોય છે, જ્યારે અડદિયા થોડા કરકરા હોય છે.

સાલમ પાક કેટલા દિવસ સુધી સારો રહે છે? (Shelf Life & Storage)

આ રેસીપીમાં આપણે માવો (Khoya) વાપર્યો હોવાથી, આ પાક ઓરડાના તાપમાને (Room Temperature) ૮ થી ૧૦ દિવસ સુધી સારો રહે છે. જો તમારે લાંબો સમય રાખવો હોય, તો તેને એર-ટાઈટ ડબ્બામાં ભરીને Fridge માં રાખો, તો તે ૨૦-૨૫ દિવસ સુધી સારો રહેશે.

મારો સાલમ પાક જામતો નથી, શું કરવું? (Why is my Pak not setting?)

જો પાક બરાબર જામતો ન હોય, તો તેનું મુખ્ય કારણ Sugar Syrup (ચાસણી) કાચી રહી ગઈ હોઈ શકે છે. જો મિશ્રણ ઢીલું લાગે, તો તેને ફરીથી ધીમા તાપે ૨-૩ મિનિટ માટે શેકી લો જેથી વધારાનું પાણી બળી જાય અને તે ઘટ્ટ થઈ જાય.

શું હું માવા વગર સાલમ પાક બનાવી શકું? (Can I make it without Mawa?)

હા, જો તમારે માવો ન વાપરવો હોય, તો તમે ઘઉંના લોટ (Wheat Flour) અથવા અડદના લોટનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો, પરંતુ અસલ Authentic Salam Pak નો સ્વાદ માવા સાથે જ શ્રેષ્ઠ આવે છે. માવા વગરનો પાક લાંબો સમય ટકે છે.

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ડિસ્ક્લેમર (Disclaimer)

નોંધ (Note): આ બ્લોગ પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી અને ફાયદાઓ માત્ર સામાન્ય જાણકારી અને પારંપરિક માન્યતાઓ પર આધારિત છે. સાલમ પાક એ શિયાળા માટે એક પૌષ્ટિક વસાણું છે, પરંતુ તેનો ઉપયોગ કોઈપણ પ્રકારની દવા કે પ્રોફેશનલ મેડિકલ સારવારના વિકલ્પ તરીકે ન કરવો જોઈએ.

  • જો તમને Diabetes (ડાયાબિટીસ), હાઈ બ્લડ પ્રેશર કે હૃદય રોગ જેવી ગંભીર બીમારી હોય, તો આમાં સાકર અને ઘીનું પ્રમાણ હોવાથી ડૉક્ટરની સલાહ લીધા પછી જ સેવન કરવું.
  • દરેક વ્યક્તિની શારીરિક તાસીર (Body Constitution) અલગ હોય છે, તેથી આ વસાણાની અસર દરેક વ્યક્તિ પર અલગ-અલગ હોઈ શકે છે.
  • સગર્ભા મહિલાઓ અને ગંભીર એલર્જી ધરાવતા લોકોએ વૈદ્ય કે ન્યુટ્રિશનિસ્ટની સલાહ મુજબ જ આહારમાં ફેરફાર કરવો.
Advertisement

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here