સીતાફળ ની સીઝન ચાલુ થઇ ગઈ છે ત્યારે સીતાફળ જેમને ખુબ પસંદ હોય છે એ સીતાફળ ની મજા તો લે જ છે પણ સાથે એ લોકો સીતાફળ માંથી બનતી વિવધ મીઠાઈઓ, આઈસ્ક્રીમ વગેરે ની પણ મજા લઇ શકે છે આજ આપણે સીતાફદ્માંથી ખુ ઓછી મહેનતે અને બધા ને પસંદ આવતી Sitafal Rabdi – સીતાફળ રબડી બનાવશું જે તમે એ વખત બનાવી ફ્રીજમાં મૂકી એક બે દિવસ સુંધ મજા લઇ શકો છો.ઘરના નાના મોટા પસંગ માં આ રબડી ખુબ સ્વાદિસ્ટ લાગે છે.
INGREDIENTS
- સીતાફળ 2-3 નંગ
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- ખાંડ 1/3 કપ
- પિસ્તાની કતરણ 2-3 ચમચી
- ગુલાબની પાંદડી 1-2 ચમચી
Sitafal Rabdi banavani recipe
સીતાફળ રબડી બનાવવા સૌથી પહેલા ગેસ પર એક જાડા તળિયા વાળી કડીમાં એક બે ચમચી પાણી નાખી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો અને ગેસ ચાલુ કરી દૂધ ગરમ કરી લ્યો. દૂધ ગરમ થાય એટલે ગેસ ને મીડીયમ કરી દૂધ ને ઉકાળવા દયો અને વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો,
જેથી દૂધ તરિયામાં ચોટે નહિ અને સાઈડમાં પણ ચોટેલ હોય તે ઉખાડી દૂધ સાથે ફરી મિક્સ કરી નાખો આમ દૂધ ને ઉકાળી પોણું થાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી દૂધ ને ફરી ઉકાળી લ્યો. દૂધ ઉકળીને અડધા ભાગ જેટલું થાય ત્યાં સુંધી ઉકાળી લ્યો.
દૂધ ઉકાળી ને અડધું થાય એટલે ગેસ બંધ કરી દૂધ ને ઠંડું થવા દયો. દૂધ ઠંડુ થાય ત્યાં સુંધી પાકેલા સીતાફળ લઇ એને પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ભાગ કરી એમાંથી પીસીયો અલગ કરી લ્યો અને અલગ કરેલ પીસી માંથી બીજ અલગ કરી પલ્પ અલગ કરી લ્યો.
હવે દૂધ ઠંડું થઇ જાય એટલે એમાં સીતાફળ નો પલ્પ નાખી બરોબર મિક્સ કરી લેશું ત્યાર બાદ એમાં એક બે ચમચી પિસ્તાની કતરણનાખી મિક્સ કરી બે ચાર કલાક ફ્રીજ માં ઠંડું કરવા મુકો રબડી બરોબર ઠંડી થાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢી એના પર પિસ્તાની કતરણ અને ગુલાબ ની પાંદડી થી ગાર્નીશ કરી ઠંડી ઠંડી સર્વ કરો. તો તૈયાર છે સીતાફળ રબડી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સીતાફળ રબડી બનાવવાની રેસીપી

Sitafal Rabdi banavani recipe
Equipment
- 1 જાડાતરીયા વાળી કડાઈ
- 1 સર્વિંગ બાઉલ
Ingredients
- 2-3 નંગ સીતાફળ
- 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
- ⅓ કપ ખાંડ
- 2-3 ચમચી પિસ્તાની કતરણ
- 1-2 ચમચી ગુલાબની પાંદડી
Instructions
Sitafal Rabdi banavani recipe
- સીતાફળ રબડી બનાવવા સૌથી પહેલા ગેસ પર એક જાડા તળિયા વાળી કડીમાં એક બે ચમચી પાણી નાખી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો અને ગેસ ચાલુ કરી દૂધ ગરમ કરી લ્યો. દૂધ ગરમ થાય એટલે ગેસ ને મીડીયમ કરી દૂધ ને ઉકાળવા દયો અને વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો,
- જેથી દૂધ તરિયામાં ચોટે નહિ અને સાઈડમાં પણ ચોટેલ હોય તે ઉખાડી દૂધ સાથે ફરી મિક્સ કરી નાખો આમ દૂધ ને ઉકાળી પોણું થાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી દૂધ ને ફરી ઉકાળી લ્યો. દૂધ ઉકળીને અડધા ભાગ જેટલું થાય ત્યાં સુંધી ઉકાળી લ્યો.
- દૂધ ઉકાળી ને અડધું થાય એટલે ગેસ બંધ કરી દૂધ ને ઠંડું થવા દયો. દૂધ ઠંડુ થાય ત્યાં સુંધી પાકેલા સીતાફળ લઇ એને પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ભાગ કરી એમાંથી પીસીયો અલગ કરી લ્યો અને અલગ કરેલ પીસી માંથી બીજ અલગ કરી પલ્પ અલગ કરી લ્યો.
- હવે દૂધ ઠંડું થઇ જાય એટલે એમાં સીતાફળ નો પલ્પ નાખી બરોબર મિક્સ કરી લેશું ત્યાર બાદ એમાં એક બે ચમચી પિસ્તાની કતરણનાખી મિક્સ કરી બે ચાર કલાક ફ્રીજ માં ઠંડું કરવા મુકો રબડી બરોબર ઠંડી થાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢી એના પર પિસ્તાની કતરણ અને ગુલાબ ની પાંદડી થી ગાર્નીશ કરી ઠંડી ઠંડી સર્વ કરો. તો તૈયાર છે સીતાફળ રબડી.
Notes
- તમે સીતાફળ ના પલ્પ ને ચોપર માં નાખી એક બે વખત ફેરવી ને પણ બીજ અલગ કરી શકો છો.
- અહી તમે દૂધ ને ઝડપથી ઘટ્ટ કરવા મિલ્ક પાઉડર અથવા મોરો માવો પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
bajra ni sukhdi | બાજરા ની સુખડી બનાવવાની રેસીપી
Malai ladoo banavani rit | મલાઈ લાડુ
chocolate Cake Pops banavani rit | ચોકલેટ કેક પોપ્સ
katlu pak recipe in gujarati | કાટલું
rabdi malpua banavani rit | રબડી માલપુઆ
