મિત્રો શિયાળાની ઠંડી સાંજ હોય (Winter Evening) અને હાથમાં ગરમાગરમ સૂપનો વાટકો હોય તો મજા પડી જાય. અત્યારે બજારમાં લાલ ગાજર (Red Carrots) અને દેશી ટામેટા ખુબ સરસ મળે છે. આપણે ઘણીવાર રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે ક્રીમી સૂપ ઓર્ડર કરતા હોઈએ છીએ, પણ ઘરે તેવો ટેસ્ટ નથી આવતો. આજ આપણે ટમેટો કેરેટ સૂપ બનાવવાની રીત શીખીશું જે ઘાટો અને ક્રીમી Tomato Carrot Soup માત્ર સ્વાદમાં જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે અને ચહેરાની ચમક (Glowing Skin) માટે પણ ખુબ જ ફાયદાકારક છે.
Table of contents
Tomato Carrot Soup Ingredients
- સુધારેલ ટામેટા 3-4
- ગાજર સુધારેલ 1 કપ
- સુધારેલ બટાકા / કોળું 1 કપ
- માખણ / ઘી 1-2 ચમચી
- લસણ ની કણી 3-4
- સુધારેલ ડુંગળી 1-2
- જીરું 1 ચમચી
- મરી 3-4
- મીઠું સ્વાદ મુજબ
- ખાંડ 1 ચમચી
- ફ્રેશ ક્રીમ 3-4 ચમચી
- પાણી 2 કપ
Tomato Carrot Soup banavani rit
ટમેટો કેરેટ સૂપ બનાવવા સૌથી પહેલા ગાજર ને ધોઈ છોલી સાફ કરી કટકા કરી એમાં વચ્ચે રહેલ સફેદ પિત્ત નો ભાગ અલગ કરી નાના કટકા કરી લ્યો. ત્યાર બાદ ટામેટા ને ધોઈ સાફ કરી એના પણ કટકા કરી લ્યો સાથે જો કોળું હોય તો એ અથવા બટાકા ને છોલી એના પણ કટકા કરી લ્યો. અને ડુંગળી ને પણ સુધારી તૈયાર કરી લેવી અને લસણ ની કણી ને છોલી તૈયાર કરી લેવી.
હવે ગેસ પર કુકરમાં માખણ / ઘી ગરમ કરવા મુકો. માખણ ગરમ થાય એટલે એમાં જીરું, મરી નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી અને લસણ ની કણી નાખી મિક્સ કરી શેકો. ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે એમાં સુધારેલ ગાજર અને બટાકા / કોળું નાખો અને મિક્સ કરી બે મિનીટ શેકો. ત્યાર બાદ એમાં સુધારેલ ટામેટા નાખો અને મિક્સ કરી ત્રણ ચાર મિનીટ શેકી લ્યો
ટામેટા થોડા શેકાઈ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી દયો. અને બે સીટી મીડીયમ તાપે વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બાફેલ સામગ્રી ને થોડી ઠંડી થવા દયો.
બાફેલી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને ત્યાર બાદ ગરણી થી ગાળી લ્યો. હવે ગાળી રાખેલ સૂપ ને ફરી કુકર માં નાખો સાથે એક કપ પાણી નાખી ફરી ગેસ ચાલુ કરી સૂપ ને ઉકાળી લ્યો. સૂપ ઉકાળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સૂપ ને ઉપરથી ક્રીમ નાખી સર્વ કરો. તો તૈયાર છે ટમેટો કેરેટ સૂપ.
ટમેટો કેરેટ સૂપ બનાવવાની રીત

રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટમેટો કેરેટ સૂપ બનાવવાની રીત – Tomato Carrot Soup Recipe in Gujarati
Equipment
- 1 કુકર
- 1 ગરણી
- 1 મિક્સર
Ingredients
Tomato Carrot Soup Ingredients
- 3-4 સુધારેલ ટામેટા
- 1 કપ ગાજર સુધારેલ
- 1 કપ સુધારેલ બટાકા / કોળું
- 1-2 ચમચી માખણ / ઘી
- 3-4 લસણ ની કણી
- 1-2 સુધારેલ ડુંગળી
- 1 ચમચી જીરું
- 3-4 મરી
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી ખાંડ
- 3-4 ચમચી ફ્રેશ ક્રીમ
- 2 કપ પાણી
Instructions
Tomato Carrot Soup banavani rit
- ટમેટો કેરેટ સૂપ બનાવવા સૌથી પહેલા ગાજર ને ધોઈ છોલી સાફ કરી કટકા કરી એમાં વચ્ચે રહેલ સફેદ પિત્ત નો ભાગ અલગ કરી નાના કટકા કરી લ્યો. ત્યાર બાદ ટામેટા ને ધોઈ સાફ કરી એના પણ કટકા કરી લ્યો સાથે જો કોળું હોય તો એ અથવા બટાકા ને છોલી એના પણ કટકા કરી લ્યો. અને ડુંગળી ને પણ સુધારી તૈયાર કરી લેવી અને લસણ ની કણી ને છોલી તૈયાર કરી લેવી.
- હવે ગેસ પર કુકરમાં માખણ / ઘી ગરમ કરવા મુકો. માખણ ગરમ થાય એટલે એમાં જીરું, મરી નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી અને લસણ ની કણી નાખી મિક્સ કરી શેકો. ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે એમાં સુધારેલ ગાજર અને બટાકા / કોળું નાખો અને મિક્સ કરી બે મિનીટ શેકો. ત્યાર બાદ એમાં સુધારેલ ટામેટા નાખો અને મિક્સ કરી ત્રણ ચાર મિનીટ શેકી લ્યો
- ટામેટા થોડા શેકાઈ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી દયો. અને બે સીટી મીડીયમ તાપે વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બાફેલ સામગ્રી ને થોડી ઠંડી થવા દયો.
- બાફેલી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને ત્યાર બાદ ગરણી થી ગાળી લ્યો. હવે ગાળી રાખેલ સૂપ ને ફરી કુકર માં નાખો સાથે એક કપ પાણી નાખી ફરી ગેસ ચાલુ કરી સૂપ ને ઉકાળી લ્યો. સૂપ ઉકાળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સૂપ ને ઉપરથી ક્રીમ નાખી સર્વ કરો. તો તૈયાર છે ટમેટો કેરેટ સૂપ.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
tameta no sup banavani rit | ટમેટા સૂપ બનાવવાની રીત
Singdana aamti – janjanit Zirka banavani rit | સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા
બ્રોકલી સૂપ બનાવવાની રીત | broccoli nu soup banavani rit
Manchow soup recipe | મનચાઉ સૂપ બનાવવાની રીત
palak nu soup banavani rit | પાલક નું સૂપ બનાવવાની રીત
નૂડલ્સ સૂપ બનાવવાની રીત | Noodles soup banavani rit
લસણ ડુંગળી વગર નો મનચાઉં સૂપ | Lasan dungri vagar no Manchow soup
મિક્સ વેજીટેબલ સૂપ | Mix vegetable soup
Tameta beet palak no soup | ટમેટા બીટ પાલક નો સૂપ












