ઉપમા બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે ઘણા લોકો સાદો કોઈજ શાક નાખ્યા વગર નો ઉપમા બનાવે તો ઘણા ડુંગળી વાળો, પણ આજ આપણે shiyada na vegetables શિયાળા ના ફ્રેશ શાક નો ભરપુર માત્રામાં ઉપયોગ કરી ઉપમા બનાવશું જે અમારા ઘરે બનાવવામાં આવે છે આ ઉપમા ખુબ જ સ્વાદીસ્ટ લાગે છે અને આગલી રાત્રે શાક સુધારી ફ્રીજ માં મૂકી બીજે દિવસે સંવારે આં ઉપમા બનાવી બાળકોને ટીફીન માં પણ આપી શકો છો. તો ચાલો Vegetable Upma – વેજીટેબલ ઉપમા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- સોજી 1 કપ
- તેલ 2-3 ચમચી
- ઘી 3-4 ચમચી
- કાજુ ના કટકા 2 ચમચી
- રાઈ 1 ચમચી
- અડદ દાળ 1 ચમચી
- ચણા દાળ 1 ચમચી
- લીલા મરચા સુધારેલ 2-3
- આદુની પેસ્ટ ½ ચમચી
- મીઠા લીમડાના પાંદ 5-7
- ઝીણી સુધારેલ ડુંગળી 1 કપ
- ઝીણા સુધારેલ ગાજર ¼ કપ
- બીન્સ ઝીણી સુધારેલ ¼ કપ
- વટાણા ¼ કપ
- ખાંડ 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ગરમ પાણી 3 ½ કપ
Vegetable Upma banavani recipe
વેજીટેબલ ઉપમા બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં સોજી નાખી હલાવતા રહી ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાં સુંધી શેકી લ્યો. સોજી ગોલ્ડન બ્રોઉંન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એજ કડાઈમાં તેલ અને બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો. તેલ ઘી ગરમ થાય ત્યાર બાદ એમાં કાજુ ના કટકા નાખી ગોલ્ડન શેકી લ્યો અને એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં રાઈ નાખી તતડાવી લ્યો અને એમાં અડદ દાળ અને ચણા દાળ નાખી બને ને ગોલ્ડન શેકી લ્યો. બને દાળ ગોલ્ડન થાય એટલે એમાં હિગ નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં લીલા મરચા અને આદુની પેસ્ટ નાખી મિક્સ કરી શેકો.
આદું મરચા શેકાઈ જાય એટલે ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી શેકાઈ નરમ થાય એટલે ઝીણા સુધારેલ ગાજર, બીન્સ, વટાણા નાખી મિક્સ કરી ઢાંકી ધીમા તાપે પાંચ સાત મિનીટ શેકી લ્યો. શાક શેકાય ત્યાં સુંધી બીજા ગેસ પર તપેલીમાં પાણી નાખી ગ્રામ કરવા મુકો. શાક શેકાઈ જાય એટલે એમાં સેકેલ સોજી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ પાણી નાખો અને બરોબર મિક્સ કરી ગેસ ધીમો કરી ઢાંકી ને પાંચ સાત મિનીટ ચડવા દયો.
સાત મિનીટ પછી એમાં ખાંડ, લીંબુનો રસ નાખી મિક્સ કરી ફરીથી બે ચાર મિનીટ ઢાંકી ને ચડાવી લ્યો ચાર મિનીટ પછી એમાં એક બે ચમચી ઘી અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ઉપમા ને ઢાંકી પાંચ મિનીટ રહેવા દયો. પાંચ મિનીટ પછી ગરમ ગરમ વેજીટેબલ ઉપમા ને સર્વ કરો.
અહી તમે તમારી પસંદ ના શાક ઉમેરી શકો છો.
જો તમને તીખાસ પસંદ હોય તો તીખા લીલા મરચા નો ઉપયોગ કરવો.
વેજીટેબલ ઉપમા બનાવવાની રેસીપી

Vegetable Upma | વેજીટેબલ ઉપમા બનાવવાની રેસીપી
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
Ingredients
- 1 કપ સોજી
- 2-3 ચમચી તેલ
- 3-4 ચમચી ઘી
- 2 ચમચી કાજુ ના કટકા
- 1 ચમચી રાઈ
- 1 ચમચી અડદ દાળ
- 1 ચમચી ચણા દાળ
- 2-3 લીલા મરચા સુધારેલ
- ½ ચમચી આદુની પેસ્ટ
- 5-7 મીઠા લીમડાના પાંદ
- 1 કપ ઝીણી સુધારેલ ડુંગળી
- ¼ કપ ઝીણા સુધારેલ ગાજર
- ¼ કપ બીન્સ ઝીણી સુધારેલ
- ¼ કપ વટાણા
- 1 ચમચી ખાંડ
- 1 ચમચી લીંબુનો રસ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
- મીઠું સ્વાદ મુજબ
- 3½ કપ ગરમ પાણી
Instructions
Vegetable Upma banavani recipe
- વેજીટેબલ ઉપમા બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં સોજી નાખી હલાવતા રહી ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાં સુંધી શેકી લ્યો. સોજી ગોલ્ડન બ્રોઉંન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એજ કડાઈમાં તેલ અને બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો. તેલ ઘી ગરમ થાય ત્યાર બાદ એમાં કાજુ ના કટકા નાખી ગોલ્ડન શેકી લ્યો અને એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં રાઈ નાખી તતડાવી લ્યો અને એમાં અડદ દાળ અને ચણા દાળ નાખી બને ને ગોલ્ડન શેકી લ્યો. બને દાળ ગોલ્ડન થાય એટલે એમાં હિગ નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં લીલા મરચા અને આદુની પેસ્ટ નાખી મિક્સ કરી શેકો.
- આદું મરચા શેકાઈ જાય એટલે ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી શેકાઈ નરમ થાય એટલે ઝીણા સુધારેલ ગાજર, બીન્સ, વટાણા નાખી મિક્સ કરી ઢાંકી ધીમા તાપે પાંચ સાત મિનીટ શેકી લ્યો. શાક શેકાય ત્યાં સુંધી બીજા ગેસ પર તપેલીમાં પાણી નાખી ગ્રામ કરવા મુકો. શાક શેકાઈ જાય એટલે એમાં સેકેલ સોજી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ પાણી નાખો અને બરોબર મિક્સ કરી ગેસ ધીમો કરી ઢાંકી ને પાંચ સાત મિનીટ ચડવા દયો.
- સાત મિનીટ પછી એમાં ખાંડ, લીંબુનો રસ નાખી મિક્સ કરી ફરીથી બે ચાર મિનીટ ઢાંકી ને ચડાવી લ્યો ચાર મિનીટ પછી એમાં એક બે ચમચી ઘી અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ઉપમા ને ઢાંકી પાંચ મિનીટ રહેવા દયો. પાંચ મિનીટ પછી ગરમ ગરમ વેજીટેબલ ઉપમા ને સર્વ કરો.
Notes
- અહી તમે તમારી પસંદ ના શાક ઉમેરી શકો છો.
- જો તમને તીખાસ પસંદ હોય તો તીખા લીલા મરચા નો ઉપયોગ કરવો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Kacha kela ni tuk – કાચા કેળા ની ટુક બનાવવાની રીત
Green Manchurian banavani recipe | ગ્રીન મંચુરિયન
Soya chili 65 recipe | સોયા ચીલી 65
Korean Vegetable Pancake | કોરિયન વેજિટેબલ પેનકેક
Aloo chole tikki chat banavani rit | આલુ છોલે ટિક્કી ચાટ












