આ અથાણું જેટલું ટેસ્ટી લાગે છે એટલુ જ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. શિયાળો ચાલુ થઇ ગયો છે અને બજારમાં લીલી હળદર અને આંબા હળદર આવવા લાગી ગઈ છે જે બને ખાવી સ્વાસ્થ્ય માટે ખુબ સારી હોય છે આપણે બને હળદર ને લીંબુ મીઠા થી તો આથી ને ખાતા જ હોઈએ છીએ પણ આજ આપણે amba haldar nu athanu – આંબા હળદર નું અથાણું બનાવશું જે ખુબ જ સ્વાદીસ્ટ લાગશે.
INGREDIENTS
- આંબા હળદર 250 ગ્રામ
- રાઈ ના કુરિયા 3-4 ચમચી
- લાલ મરચાનો પાઉડર 3-4 ચમચી
- હિંગ ½ ચમચી
- વરિયાળી 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીંબુનો રસ
- વિનેગર 1 ચમચી
- તેલ 1 કપ
amba haldar nu athanu banavani recipe
આંબા હળદર નું અથાણું બનાવવા સૌથી પહેલા આંબા હળદરને બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ અથવા ચમચી થી એની છાલ કાઢી સાફ કરી લ્યો અને ત્યાર બાદ ફરી એક વખત ધોઈ લઇ કોરા કપડામાં નાખી લુછી કોરી કરી નાખો. હવે ચાકુ થી એક સાઈઝ ના ગોળ અથવા લાંબા કટકા કરી લ્યો,
સુધારેલ હળદર ને એક વાસણમાં કાઢી એમાં સ્વાદ મુજબ મીઠું અને એક થી દોઢ લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી આઠ દસ કલાક અથવા આખી રાત એમજ રહેવા દયો. બાર કલાક પછી હળદર ને ચારણીમાં કાઢી પાણી નીતારી સાફ કપડામાં ફેલાવી કોરી કરવા મુકો. હવે કડીમાં તેલ ગરમ કરી લ્યો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી ઠંડું થવા દયો.
આબા હળદર સુકાય ત્યાં સુંધી આપણે અથાણા માટેનો મસાલો બનાવી લઈએ એના માટે એક વાસણમાં રાઈના કુરિયા, રાઈ, વરિયાળી, લાલ મરચાનો પાઉડર, હિંગ અને સ્વાદ મુજબ મીથું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લેવો અને ત્યાર બાદ એમાં વિનેગર નાખી એકસરખું મિક્સ કરી લ્યો,
છેલ્લે એમાં તેલ નાખી મિક્સ કરી લેવું. બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય ત્યાર બાદ એમાં સૂકવેલી આંબા હળદર નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર અથાણા ને બરણીમાં ભરી લ્યો અને અથાણું દુબે એટલું થોડું તેલ ઉપર થી નાખી દેવું. તો તૈયાર છે આંબા હળદર નું અથાણું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
આંબા હળદર નું અથાણું બનાવવાની રેસીપી

amba haldar nu athanu banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 કાંચ ની બરણી
Ingredients
- 250 ગ્રામ આંબા હળદર
- 3-4 ચમચી રાઈ ના કુરિયા
- 3-4 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હિંગ
- 1 ચમચી વરિયાળી
- મીઠું સ્વાદ મુજબ
- લીંબુનો રસ
- 1 ચમચી વિનેગર
- 1 કપ તેલ
Instructions
amba haldar nu athanu banavani recipe
- આંબા હળદર નું અથાણું બનાવવા સૌથી પહેલા આંબા હળદરને બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ અથવા ચમચી થી એની છાલ કાઢી સાફ કરી લ્યો અને ત્યાર બાદ ફરી એક વખત ધોઈ લઇ કોરા કપડામાં નાખી લુછી કોરી કરી નાખો. હવે ચાકુ થી એક સાઈઝ ના ગોળ અથવા લાંબા કટકા કરી લ્યો,
- સુધારેલ હળદર ને એક વાસણમાં કાઢી એમાં સ્વાદ મુજબ મીઠું અને એક થી દોઢ લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી આઠ દસ કલાક અથવા આખી રાત એમજ રહેવા દયો. બાર કલાક પછી હળદર ને ચારણીમાં કાઢી પાણી નીતારી સાફ કપડામાં ફેલાવી કોરી કરવા મુકો. હવે કડીમાં તેલ ગરમ કરી લ્યો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી ઠંડું થવા દયો.
- આબા હળદર સુકાય ત્યાં સુંધી આપણે અથાણા માટેનો મસાલો બનાવી લઈએ એના માટે એક વાસણમાં રાઈના કુરિયા, રાઈ, વરિયાળી, લાલ મરચાનો પાઉડર, હિંગ અને સ્વાદ મુજબ મીથું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લેવો અને ત્યાર બાદ એમાં વિનેગર નાખી એકસરખું મિક્સ કરી લ્યો,
- છેલ્લે એમાં તેલ નાખી મિક્સ કરી લેવું. બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય ત્યાર બાદ એમાં સૂકવેલી આંબા હળદર નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર અથાણા ને બરણીમાં ભરી લ્યો અને અથાણું દુબે એટલું થોડું તેલ ઉપર થી નાખી દેવું. તો તૈયાર છે આંબા હળદર નું અથાણું.
Notes
- મીઠા ની માત્રા વધારે ના થઇ જાય એનું ખાસ દયાન રાખવું કેમકે હળદર માં આપણે મીઠું નાખેલ હતું
- વિનેગર ની જગ્યાએ લીંબુનો રસ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Aloo Changezi banavani recipe | આલું ચંગેઝી બનાવવાની રેસીપી
Gajar mula nu pani varu athanu | ગાજર મૂળા નું પાણી વાળું અથાણું
Lili dungri na parotha | લીલી ડુંગળી ના પરોઠા
Palak besan matar nu shaak ni recipe | પાલક બેસન મટર નું શાક
Juvar methi ni Thalipeeth banavani rit | જુવાર મેથી ની થાલી પીઠ
