આ ગયા બાજુની ખુબ પ્રખ્યાત મીઠાઈ છે. કહેવાય છે કે ભગવાન શંકર ને આ મીઠી ખુબ પ્રિય છે . ખુબ ઓછી સામગ્રીથી તૈયાર થાય છે અને એમાં એવી કોઈ સામગ્રીનો ઉપયોગ નથી થતો એટલે બનાવ્યા પછી ઝડપથી બગડતી પણ નથી એટલે એક વખત બનાવી ને લાંબો સમય સુંધી મજા લઇ શકાય છે.તો આ દિવાળી અથવા તમારા ઘર ના નાના મોટા પ્રસંગ માં આ Anarsa – અનારસા મીઠાઈ બનાવી તમે અને તમારા પરિવાર સાથે મજા લ્યો.
INGREDIENTS
- ચોખા 2 કપ
- છીણેલો ગોળ ½ કપ
- મિલ્ક પાઉડર ¼ કપ
- પાણી 2-3 ચમચી
- સફેદ તલ 2-3 ચમચી
- ખસખસ 2-3 ચમચી
- તરવા માટે તેલ
Anarsa banavani recipe
અનારસા બનાવવા સૌથી પહેલા ચોખા ને બે ત્રણ વખત પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા પર ફેલાવી ને સુકવી લ્યો. ચોખા બરોબર સુકાઈ જાય ત્યાર બાદ મિક્ક્ષર જારમાં નાખી સાવ ઝીણો પીસી લ્યો ત્યાર બાદ ચારણી થી લોટ ને ચાળી લ્યો.
ચોખાના લોટ એક કપ લ્યો તો એમાં પ કપ થી થોડો વધારે છીણેલો ગોળ નથી હાથ થી બરોબર મસળી મસળી મિક્સ કરી લ્યો અને ગોળ ની કોઈ કણી ના રહે એમ ગોળ ને લોટ સાથે મિક્ક્ષ કરી લેવો. ગોળ અને લોટ બરોબર મિક્સ થઇ જાય ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી ફરથી બરોબર મિક્ક્ષ કરી લ્યો બધીજ સામગ્રી ને હાથથી બરોબર મિક્સ કરી લેવી.
હવે એમાં એક થી બે ચમચી પાણી નાખી મસળી ને કઠણ લોટ બાંધી લ્યો ત્યાર બાદ બાંધેલા લોટ નો મોટો ગોળ લુવો બનાવી એક થી બે કલાક એક બાજુ ઢાંકી ને મુકો. હવે એક વાસણમાં સફેદ તલ અને ખસખસ મિક્સ કરી કરી લ્યો. બે કલાક પછી બાંધેલા લોટ માંથી એક સાઈઝ ના લુવા બનાવી લ્યો અને લુવા ને હથેળીમાં ફેરવી ગોળ કરી તલ ખસખસ માં કોટિંગ કરી પ્લેટ માં થોડા થોડા અંતરે મુક્ત જાઓ આમ બધા જ ગોળા તૈયાર કરી લ્યો અને ગોળા તૈયાર થઇ જાય,
ત્યાર બાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તૈયાર કરેલ ગોળા નાખતા જઈ ગોળા ને પાંચ સાત મિનીટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝરથી ફેરવી બધી બાજુથી ગોલ્ડન બ્રોઉંન તારી લ્યો. ગોળા ગોલ્ડન બ્રોઉંન થાય એટલે ઝારાથી કાઢી લ્યો અને બીજા ગોળા તારી લ્યો. આમ બધા જ ગોળા ને ગોલ્ડન તારી લ્યો અને થોડા ઠંડા થાય એટલે મજા લ્યો તો તૈયાર છે અનાસરા.
અહી જે આપણે બાંધેલા લોટ ને બે કલાક મુકેલ છે એને તમે ચાર પાંચ કલાક અથવા આખી રાત પણ મૂકી શકો છો જેટલા વધારે કલાક બાંધેલો લોટ આથો આવશે એટલાજ સારા અનાસરા બની ને તૈયાર થશે.
આ મીઠાઈ માટે નો રેસીયો હમેશા એક વાટકી ચોખાનો લોટ લ્યો એમાં પા વાટકી થી થોડો ઉપર સાવ ઝીણો છીણેલો ગોળ લેસો તો મીઠાઈ ખુબ સારી બનશે. બાકી તમે મીઠાસ ઓછી ખાતા હો તો પા કપ ગોળ પણ લઇ શકો છો.
અહી તમે લોટ ને બાંધતી વખતે એમાં સફેદ તલ નાખી ને પણ લોટ બાંધી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
અનારસા બનાવવાની રેસીપી

Anarsa banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 2 કપ ચોખા
- ½ કપ છીણેલો ગોળ
- ¼ કપ મિલ્ક પાઉડર
- 2-3 ચમચી પાણી
- 2-3 ચમચી સફેદ તલ
- 2-3 ચમચી ખસખસ
- તરવા માટે તેલ
Instructions
Anarsa banavani recipe
- અનારસા બનાવવા સૌથી પહેલા ચોખા ને બે ત્રણ વખત પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા પર ફેલાવી ને સુકવી લ્યો. ચોખા બરોબર સુકાઈ જાય ત્યાર બાદ મિક્ક્ષર જારમાં નાખી સાવ ઝીણો પીસી લ્યો ત્યાર બાદ ચારણી થી લોટ ને ચાળી લ્યો.
- ચોખાના લોટ એક કપ લ્યો તો એમાં પ કપ થી થોડો વધારે છીણેલો ગોળ નથી હાથ થી બરોબર મસળી મસળી મિક્સ કરી લ્યો અને ગોળ ની કોઈ કણી ના રહે એમ ગોળ ને લોટ સાથે મિક્ક્ષ કરી લેવો. ગોળ અને લોટ બરોબર મિક્સ થઇ જાય ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી ફરથી બરોબર મિક્ક્ષ કરી લ્યો બધીજ સામગ્રી ને હાથથી બરોબર મિક્સ કરી લેવી.
- હવે એમાં એક થી બે ચમચી પાણી નાખી મસળી ને કઠણ લોટ બાંધી લ્યો ત્યાર બાદ બાંધેલા લોટ નો મોટો ગોળ લુવો બનાવી એક થી બે કલાક એક બાજુ ઢાંકી ને મુકો. હવે એક વાસણમાં સફેદ તલ અને ખસખસ મિક્સ કરી કરી લ્યો. બે કલાક પછી બાંધેલા લોટ માંથી એક સાઈઝ ના લુવા બનાવી લ્યો અને લુવા ને હથેળીમાં ફેરવી ગોળ કરી તલ ખસખસ માં કોટિંગ કરી પ્લેટ માં થોડા થોડા અંતરે મુક્ત જાઓ આમ બધા જ ગોળા તૈયાર કરી લ્યો અને ગોળા તૈયાર થઇ જાય,
- ત્યાર બાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તૈયાર કરેલ ગોળા નાખતા જઈ ગોળા ને પાંચ સાત મિનીટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝરથી ફેરવી બધી બાજુથી ગોલ્ડન બ્રોઉંન તારી લ્યો. ગોળા ગોલ્ડન બ્રોઉંન થાય એટલે ઝારાથી કાઢી લ્યો અને બીજા ગોળા તારી લ્યો. આમ બધા જ ગોળા ને ગોલ્ડન તારી લ્યો અને થોડા ઠંડા થાય એટલે મજા લ્યો તો તૈયાર છે અનાસરા.
Notes
- અહી જે આપણે બાંધેલા લોટ ને બે કલાક મુકેલ છે એને તમે ચાર પાંચ કલાક અથવા આખી રાત પણ મૂકી શકો છો જેટલા વધારે કલાક બાંધેલો લોટ આથો આવશે એટલાજ સારા અનાસરા બની ને તૈયાર થશે.
- આ મીઠાઈ માટે નો રેસીયો હમેશા એક વાટકી ચોખાનો લોટ લ્યો એમાં પા વાટકી થી થોડો ઉપર સાવ ઝીણો છીણેલો ગોળ લેસો તો મીઠાઈ ખુબ સારી બનશે. બાકી તમે મીઠાસ ઓછી ખાતા હો તો પા કપ ગોળ પણ લઇ શકો છો.
- અહી તમે લોટ ને બાંધતી વખતે એમાં સફેદ તલ નાખી ને પણ લોટ બાંધી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
nariyal dry fruit ladoo banavani recipe | નારિયલ ડ્રાયફ્રુટ લાડુ
Caramel Sauce banavani recipe | કેરેમલ સોસ
kopra pak recipe in gujarati | ટોપરા પાક
khajur pak recipe in gujarati | ખજૂર પાક
Magas na ladoo banavani rit | મગજ ના લાડુ