શિયાળામાં બાજરો અને મૂળા બને સ્વાસ્થ માટે ખુબ સારા માનવામાં આવે છે ત્યારે આજ આપણે એ બને ને મિક્સ કરી ને જ બધા ને પસંદ હોય અને ચા, દૂધ કે દહીં સાથે મજા લઇ શકો એવા પરોઠા બનાવશું. જે સવારના નાસ્તામાં અથવા બાળકો ને ટીફીન માં બનાવી ને આપી શકો છો. તો ચાલો Bajra Mula na Parotha – બાજરા મૂળાના પરોઠા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- બાજરા નો લોટ 2 કપ
- છીણેલા મૂળા 4-5
- લીલા મરચા ઝીણા સુધારેલા 2-3
- છીણેલું આદું ½ ચમચી
- જીરું ½ ચમચી
- અજમો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ / ઘી જરૂર મુજબ
Bajra Mula na Parotha banavani recipe
બાજરા મૂળાના પરોઠા બનાવવા સૌથી પહેલા મૂળા ને ધોઈ ને છોલી લ્યો ત્યાર બાદ ફરી ધોઈ લ્યો અને ઝીણી છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ કથરોટમાં બાજરા ના લોટ ને ચાળી ને લ્યો એમાં છીનેલ મૂળા ને નાખો સાથે ઝીણા સુધરેલા લીલા મરચા, ઝીણા સુધારેલ લીલા ધાણા, આડું છીણેલું, હાથ થી મસળી અજમો અને જીરું નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ થોડું થોડું કરી પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ચાર પાંચ મિનીટ મસળી ને ઢાંકી પાંચ મિનીટ એક બાજુ મુકો. પાંચ મિનીટ પછી ફરી લોટ ને મસળી એના લુવા બનાવી લ્યો અને ગેસ પર તવી ગરમ કરવા મુકો.
તવી ગરમ થાય ત્યાં સુંધી લુવાને કોરા લોટ સાથે હલકા હાથે વણી લ્યો અને ફાટેલી કિનારી ને હાથ થી થોડી થોડી દબાવી થોડી જાડી જ રોટલી બનાવી લ્યો. બનાવેલી રોટલી ને ગરમ તવી પર નાખો અને ગેસ મીડીયમ કરી બને બાજુ થોડો શેકો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી તાવીથા થી દબાવી પરોઠા ને બરોબર શેકી લ્યો. આમ બધા જ પરોઠા વણી શેકી તૈયાર કરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે બાજરા મૂળાના પરોઠા
અહી તમે લુવાને બે પ્લાસ્ટિક ની થેલી પર થોડું તેલ લગાવી વચ્ચે મૂકી ઉપર થાળી થી થોડા દબાવી ને પણ તૈયાર કરી શકો છો.
લોટ થોડો કઠણ બાંધવો કેમકે મૂળા માંથી પણ પાણી અલગ થશે. અથવા જો સમય હોય તો છીણેલા મૂળા, મીઠું સ્વાદ મુજબ, બધા મસાલા અને લોટ ને મિક્સ કરી પંદર વીસ મિનીટ એમજ રહેવા દેશો તો મુલાનું પાણી થી લોટ બંધાઈ જશે પછી એક બે ચમચી જ પાણી ની જરૂર પડશે.
બાજરા મૂળાના પરોઠા બનાવવાની રેસીપી

Bajra Mula na Parotha – બાજરા મૂળાના પરોઠા ની રેસીપી
Equipment
- 1 કથરોટ
- 1 તવી
- 1 છીણી
Ingredients
- 2 કપ બાજરા નો લોટ
- 4-5 છીણેલા મૂળા
- 2-3 લીલા મરચા ઝીણા સુધારેલા
- ½ ચમચી છીણેલું આદું
- ½ ચમચી જીરું
- ½ ચમચી અજમો
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ / ઘી જરૂર મુજબ
Instructions
Bajra Mula na Parotha banavani recipe
- બાજરા મૂળાના પરોઠા બનાવવા સૌથી પહેલા મૂળા ને ધોઈ ને છોલી લ્યો ત્યાર બાદ ફરી ધોઈ લ્યો અને ઝીણી છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ કથરોટમાં બાજરા ના લોટ ને ચાળી ને લ્યો એમાં છીનેલ મૂળા ને નાખો સાથે ઝીણા સુધરેલા લીલા મરચા, ઝીણા સુધારેલ લીલા ધાણા, આડું છીણેલું, હાથ થી મસળી અજમો અને જીરું નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ થોડું થોડું કરી પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ચાર પાંચ મિનીટ મસળી ને ઢાંકી પાંચ મિનીટ એક બાજુ મુકો. પાંચ મિનીટ પછી ફરી લોટ ને મસળી એના લુવા બનાવી લ્યો અને ગેસ પર તવી ગરમ કરવા મુકો.
- તવી ગરમ થાય ત્યાં સુંધી લુવાને કોરા લોટ સાથે હલકા હાથે વણી લ્યો અને ફાટેલી કિનારી ને હાથ થી થોડી થોડી દબાવી થોડી જાડી જ રોટલી બનાવી લ્યો. બનાવેલી રોટલી ને ગરમ તવી પર નાખો અને ગેસ મીડીયમ કરી બને બાજુ થોડો શેકો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી તાવીથા થી દબાવી પરોઠા ને બરોબર શેકી લ્યો. આમ બધા જ પરોઠા વણી શેકી તૈયાર કરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે બાજરા મૂળાના પરોઠા.
- અહી તમે લુવાને બે પ્લાસ્ટિક ની થેલી પર થોડું તેલ લગાવી વચ્ચે મૂકી ઉપર થાળી થી થોડા દબાવી ને પણ તૈયાર કરી શકો છો.
- લોટ થોડો કઠણ બાંધવો કેમકે મૂળા માંથી પણ પાણી અલગ થશે. અથવા જો સમય હોય તો છીણેલા મૂળા, મીઠું સ્વાદ મુજબ, બધા મસાલા અને લોટ ને મિક્સ કરી પંદર વીસ મિનીટ એમજ રહેવા દેશો તો મુલાનું પાણી થી લોટ બંધાઈ જશે પછી એક બે ચમચી જ પાણી ની જરૂર પડશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Magdal palak na dhokla – મગદાળ પાલક ના ઢોકળા
Kanchipuram Idli banavani rit | કાંચિપુરમ ઈડલી
Makai na lot na dhokla chat | મકાઈના લોટ ના ઢોકળા ચાટ
jowar na lot na pizza | જુવાર ના લોટ ના પીઝા
chikodi banavani rit – ચીકોડી બનાવવાની રીત
fafda kadhi recipe – ફાફડા ની કઢી બનાવવાની રીત
ghau ni farsi puri – ઘઉં ના લોટ ની ફરસી પુરી
