અત્યાર સુંધી આપણે ઘઉંના લોટ માંથી અને ફરાળી લોટ માંથી ફરાળી સુખડી બનાવી છે પણ આજ આપણે બાજરીના લોટ માંથી સુખડી બનાવતા શીખીશું. જે શિયાળા દરમ્યાન શરીર ને શક્તિ ની સાથે સ્વાસ્થ વધારનારી પણ છે. તો આ શિયાળા માં એક વખત ચોક્કસ બનાવી ખાજો તો વારંવાર બનાવશો. બનાવવી ખુબ સરળ ચી અને ખુ ઝડપથી ઓછી સામગ્રીથી તૈયાર થઇ જાય છે તો ચાલો bajra ni sukhdi – બાજરા ની સુખડી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- બાજરા નો લોટ 2 કપ
- છીણેલો ગોળ 1 કપ
- ઘી 1 કપ
- મલાઈ / ફૂલ ક્રીમ દૂધ 1-2 ચમચી
bajra ni sukhdi banavani recipe
બાજરા ની સુખડી બનાવવા સૌથી પહેલા એક થાળી માં એક ચમચી ઘી લગાવી થાળી ને ગ્રીસ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો.ઘી ગરમ થાય એટલે એમાં બાજરી નો લોટ નાખી ગેસ ધીમો કરી લોટને શેકી લેશું.
ચમચાથી લોટને હલાવતા રહી રંગ બદલે ત્યાં સુંધી શેકી લેવું અને હલાવતા રહેવું જેથી એક બાજુ ચડે અને એક બાજુ કાચું ના રહી જાય એટલે હલાવતા રહેવું ખુબ જરૂરી છે .લોટ ઘી માં બરોબર શેકીને ગોલ્ડન થાય અને સારી એવી સુગંધ પણ આવવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં મલાઈ અથવા ફૂલ ક્રીમ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
દૂધ અથવા મલાઈ બરોબર મિક્સ થઇ જાય એટલે એમાં સાવ ઝીણો છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લેવો. ગોળ થોડો ઓગળી ને લોટ સાથે મિક્સ થઇ જાય અને ગોળ ની કોઈ કણી ના રહે એમ બરોબર મિક્સ થઇ જાય એટલે તૈયાર સુખડી ના મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળીમાં નાખી ચમચા થી એક સરખી ફેલાવી લ્યો.
બરોબર ફેલાવી નાખ્યા પછી એમાં ચાકુ થી કાપા કરી લ્યો અને સુખ્ડીને એક બે કલાક ઠંડી થવા દયો. સુખડી ઠંડી થાય એટલે ફરી ચાકુથી કાપા કરી પીસ અલગ કરી લ્યો અને ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે બાજરાની સુખડી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બાજરા ની સુખડી બનાવવાની રેસીપી

bajra ni sukhdi banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 2 કપ બાજરા નો લોટ
- 1 કપ છીણેલો ગોળ
- 1 કપ ઘી
- 1-2 ચમચી મલાઈ / ફૂલ ક્રીમ દૂધ
Instructions
bajra ni sukhdi banavani recipe
- બાજરા ની સુખડી બનાવવા સૌથી પહેલા એક થાળી માં એક ચમચી ઘી લગાવી થાળી ને ગ્રીસ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો.ઘી ગરમ થાય એટલે એમાં બાજરી નો લોટ નાખી ગેસ ધીમો કરી લોટને શેકી લેશું.
- ચમચાથી લોટને હલાવતા રહી રંગ બદલે ત્યાં સુંધી શેકી લેવું અને હલાવતા રહેવું જેથી એક બાજુ ચડે અને એક બાજુ કાચું ના રહી જાય એટલે હલાવતા રહેવું ખુબ જરૂરી છે .લોટ ઘી માં બરોબર શેકીને ગોલ્ડન થાય અને સારી એવી સુગંધ પણ આવવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં મલાઈ અથવા ફૂલ ક્રીમ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- દૂધ અથવા મલાઈ બરોબર મિક્સ થઇ જાય એટલે એમાં સાવ ઝીણો છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લેવો. ગોળ થોડો ઓગળી ને લોટ સાથે મિક્સ થઇ જાય અને ગોળ ની કોઈ કણી ના રહે એમ બરોબર મિક્સ થઇ જાય એટલે તૈયાર સુખડી ના મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળીમાં નાખી ચમચા થી એક સરખી ફેલાવી લ્યો.
- બરોબર ફેલાવી નાખ્યા પછી એમાં ચાકુ થી કાપા કરી લ્યો અને સુખ્ડીને એક બે કલાક ઠંડી થવા દયો. સુખડી ઠંડી થાય એટલે ફરી ચાકુથી કાપા કરી પીસ અલગ કરી લ્યો અને ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે બાજરાની સુખડી.
Notes
- ગોળ ની માત્ર તમારી પસંદ મુજબ થોડી વધુ કે ઓછી કરી શકો છો.
- લોટ ને ઘી માં ધીમા તાપે સતત હલાવતા રહી શેકવો જેથી એક સરખો શેકાય.
- અહી તમે તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ પણ ઝીણા સુધારી ને નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Milk patisa banavani recipe | મિલ્ક પતીસા બનાવવાની રેસીપી
Chana ni daal na modak | ચણા ની દાળ ના મોદક
soji na gulab jamun | સોજી ના ગુલાબ જાંબુ
meethi boondi banavani rit | મીઠી બુંદી
dry fruit chikki banavani rit | ડ્રાયફ્રુટ ચીકી