બજારમાં શિયાળામાં લાલ ટમેટાની સાથે સાથે Kaccha Tameta (Green Tomatoes) પણ જોવા મળે છે. સામાન્ય રીતે આપણે કાચા ટમેટાનો ઉપયોગ માત્ર સલાડ કે સંભારામાં જ કરતા હોઈએ છીએ. પણ શું તમે ક્યારેય Bharela Kaccha Tameta nu Shaak ખાધું છે? ભરેલા કાચા ટમેટાનું શાક નો સ્વાદ સાવ અલગ અને ચટાકેદાર હોય છે. લીલા ટમેટાની કુદરતી ખટાશ અને અંદર ભરેલો સીંગદાણા-ચણાના લોટનો મસાલો મળીને એક અદભૂત સ્વાદ આપે છે.
Table of contents
કાચા ટમેટાનું ભરેલું શાક બનાવવા જરૂરી સામગ્રી
- કાચા ટામેટા 10-12 નાની સાઈઝ
- લસણ ની કણી 15-20
- લાલ મરચાની પાઉડર 2 ચમચી
- ગાઠીયા પીસેલા 1 કપ
- સિંગદાણા નો અધ કચરો ભૂકો ¼ કપ
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલ 5-7 ચમચી
- હિંગ ¼ ચમચી
- ખાંડ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- સફેદ તલ 2 ચમચી
- મીઠા લીમડાના પાંદ 5-7
- ગરમ પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Bharela Kaccha Tameta Nu Shaak banavani recipe
ભરેલા કાચા ટમેટાનું શાક બનાવવા સૌથી પહેલા નાની સાઈઝ ના કાચા ટમેટા લ્યો એને પાણીથી બરોબર ધોઈ લ્યો અને એની ડાળી નો ભાગ અલગ કરી એમાં પ્લસ ની નિશાની જેમ કાપા કરી એક બાજુ મુકો. હવે ખંડણી માં લસણ મરચાનો ભૂકો નાખી કુટી પેસ્ટ બનાવી એક વાસણમાં કાઢો ત્યાર બાદ એમાં પીસેલા ગાઠીયા નાખો સાથે લીલા ધાણા સુધારેલ, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, સિંગદાણા નો ભૂકો, હિંગ અને ખાંડ નાખી બધી સામગ્રી ને બરોબર મિકસ કરી લ્યો.
હવે કાપા કરેલ ટામેટા માં તૈયાર કરેલ મસાલો બરોબર દબાવી ને ભરી લ્યો અને બાકી રહેલ મસાલો એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં હિંગઅને સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ધીમો કરી એમાં ભરેલા ટમેટા નાખો અને બે ચાર મિનીટ શેકો.
ત્યાર બાદ ઢાંકી ને બીજી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો અને ત્યાર બાદ એમાં એક થી દોઢ કપ ગરમ પાણી અને સ્વાદ મુજબ થોડું મીઠું જો જરૂર લાગે તો નાખી હલકા હાથે મિક્સ કરી એમાં જરૂર મુજબ બાકી રહેલ મસાલો નાખો અને ફરી ઢાંકી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો.
હવે સાત મિનીટ પછી ગેસ બંધ કરી નાખો અને ગારમ ગરમ શાક ને રોટલી, રોટલા કે પરોઠા સાથે સર્વ કરો અને મજા લ્યો. તો તૈયાર છે ભરેલા કાચા ટામેટા.
Kaccha Tameta Nu Bharela Shaak recipe tips
અહી જો શાક માં તમને મીઠાસ પસંદ ણા હોય ઓ ણા નાખવી અને જો પસંદ હોય તો છીણેલો ગો કે ખાંડ નાખી શકો છો.
જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
મસાલા માટે તમે લસણ વગેરે સામગ્રી મિક્સર માં નાખી ને પણ પીસી શકો છો.
તમે ભરેલા ટમેટા ને ચારણી માં મૂકી કડાઈમાં પાણી ગરમ કરી વચ્ચે કાંઠો મૂકી કાંઠા પર ચારણી મૂકી ઢાંકી ને બાફી લીધા બાદ વઘાર કરી શકો છો.
ભરેલા કાચા ટમેટાનું શાક બનવાની રેસીપી

ભરેલા કાચા ટમેટાનું શાક બનાવવાની રીત – Bharela Kaccha Tameta Nu Shaak Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
- 1 ખંડણી / મિક્સર
Ingredients
કાચા ટમેટાનું ભરેલું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 10-12 કાચા ટામેટા નાની સાઈઝ
- 15-20 લસણ ની કણી
- 2 ચમચી લાલ મરચાની પાઉડર
- 1 કપ ગાઠીયા પીસેલા
- ¼ કપ સિંગદાણા નો અધ કચરો ભૂકો
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 5-7 ચમચી લીલા ધાણા સુધારેલ
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી ખાંડ
- સ્વાદ મુજબ મીઠું
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી સફેદ તલ
- 5-7 મીઠા લીમડાના પાંદ
- ગરમ પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Bharela Kaccha Tameta Nu Shaak banavani recipe
- ભરેલા કાચા ટમેટાનું શાક બનાવવા સૌથી પહેલા નાની સાઈઝ ના કાચા ટમેટા લ્યો એને પાણીથી બરોબર ધોઈ લ્યો અને એની ડાળી નો ભાગ અલગ કરી એમાં પ્લસ ની નિશાની જેમ કાપા કરી એક બાજુ મુકો. હવે ખંડણી માં લસણ મરચાનો ભૂકો નાખી કુટી પેસ્ટ બનાવી એક વાસણમાં કાઢો ત્યાર બાદ એમાં પીસેલા ગાઠીયા નાખો સાથે લીલા ધાણા સુધારેલ, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, સિંગદાણા નો ભૂકો, હિંગ અને ખાંડ નાખી બધી સામગ્રી ને બરોબર મિકસ કરી લ્યો.
- હવે કાપા કરેલ ટામેટા માં તૈયાર કરેલ મસાલો બરોબર દબાવી ને ભરી લ્યો અને બાકી રહેલ મસાલો એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં હિંગઅને સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ધીમો કરી એમાં ભરેલા ટમેટા નાખો અને બે ચાર મિનીટ શેકો.
- ત્યાર બાદ ઢાંકી ને બીજી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો અને ત્યાર બાદ એમાં એક થી દોઢ કપ ગરમ પાણી અને સ્વાદ મુજબ થોડું મીઠું જો જરૂર લાગે તો નાખી હલકા હાથે મિક્સ કરી એમાં જરૂર મુજબ બાકી રહેલ મસાલો નાખો અને ફરી ઢાંકી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો.
- હવે સાત મિનીટ પછી ગેસ બંધ કરી નાખો અને ગારમ ગરમ શાક ને રોટલી, રોટલા કે પરોઠા સાથે સર્વ કરો અને મજા લ્યો. તો તૈયાર છે ભરેલા કાચા ટામેટા.
Kaccha Tameta Nu Bharela Shaak recipe tips
- અહી જો શાક માં તમને મીઠાસ પસંદ ના હોય ઓ ણા નાખવી અને જો પસંદ હોય તો છીણેલો ગો કે ખાંડ નાખી શકો છો.
- જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
- મસાલા માટે તમે લસણ વગેરે સામગ્રી મિક્સર માં નાખી ને પણ પીસી શકો છો.
- તમે ભરેલા ટમેટા ને ચારણી માં મૂકી કડાઈમાં પાણી ગરમ કરી વચ્ચે કાંઠો મૂકી કાંઠા પર ચારણી મૂકી ઢાંકી ને બાફી લીધા બાદ વઘાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
લીલી તુવેરના ઢેકરા બનાવવાની રીત – Lili Tuver Na Dhekra Recipe in Gujarati
Pahadi hara namak banavani rit – પહાડી હરા નમક બનાવવાની રીત
Dudhi masala shaak banavani rit | દૂધી મસાલા શાક બનાવવાની રીત
Bhagat muthiya nu shaak banavani recipe | ભગત મુઠીયા નું શાક
Gajar mula nu pani varu athanu | ગાજર મૂળા નું પાણી વાળું અથાણું
Bajri Na Chamchamiya | બાજરી ના ચમચમિયા
