આજે આપણે ભુટ્ટે કી ખેસ બનાવવાની રીત શીખીશું. આ એક ઇન્દોરી વાનગી છે જે ખાસ ચોમાસા માં મળતી તાજી તાજી મકાઈ માંથી બનાવવામાં આવતી હોય છે જે એક ખાસ પ્રકારના મસાલા છાંટી સર્વ થતી હોય જે મસાલો પણ આજ આપણે બનાવતા શીખીશું. તો ચાલો આપણે Bhutte Ka Khees – ભુટ્ટે કી ખેસ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- જીરાવન મસાલો બનાવવા માટેની સામગ્રી
- સૂકા આખા ધાણા 2 ચમચી
- જીરું 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- તમાલપત્ર 3
- તજ નો ટુકડો 1 ઇંચ
- જાવેંત્રી 1- 2 નંગ
- લવિંગ 5- 7
- મરી 10- 12
- જામફળ ½
- મીઠું ½ ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- સૂંઠ પાઉડર 1 ચમચી
- હિંગ ½ ચમચી
ખેસ બનાવવા માટેની સામગ્રી
- મકાઈ / ભુટ્ટા 2- 3
- તેલ 2 ચમચી
- જીરું 1 ચમચી
- વરિયાળી ½ ચમચી
- લવિંગ 1- 2
- હિંગ ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2- 3
- મીઠા લીમડા ના પાંદ 5- 7
- મીઠું સ્વાદ મુજબ
- દૂધ ½ કપ
Bhutte Ka Khees banavani rit
ભુટ્ટે કી ખેસ બનાવવા સૌપ્રથમ આપણે એના માટે જીરાવન મસાલો બનાવશું જે બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા સૂકા ધાણા, વરિયાળી, જીરું, મરી, લવિંગ, તમાલપત્ર, તજ નો ટુકડો, જાવેંત્રી, જાયફળ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લેશું. મસાલા શેકવાની સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં હિંગ નાખી મિક્સ કરી શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લેશું.
હવે શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, મીઠું, સુંઠ પાઉડર નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી લેશું. તો તૈયાર છે આપણો જીરાવન મસાલો.
ભુટ્ટે ની ખેસ બનાવવા મકાઈ ને છોલી સાફ કરી લ્યો અને પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ છીણી વડે બધી જ મકાઈ ને છીણી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો . તેલ ગરમ થાય એટલે એમાં જીરું, વરિયાળી, લવિંગ અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ, ઝીણા સમારેલા લીલાં મરચાં નાખી શેકી લ્યો.
મરચા શેકાઈ જાય એટલે એમાં છીણી રાખેલ મકાઈ નાખો અને હલાવતા રહી શેકી લ્યો. મકાઈ શેકાઈ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠુ અને દૂધ નાખી મિક્સ કરી લ્યો. દૂધ નાખી દીધ બાદ બરોબર મિક્સ કરી ઢાંકી ને ચડાવી લ્યો. દૂધ માં મકાઈ ને ધીમા તાપે આઠ દસ મિનિટ બરોબર ચળી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
દસ મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર ખેસ ને સર્વિંગ બાઉલ માં લઈ એના પર લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલા, નારિયળ નું છીણ અને પીસી રાખેલ મસાલો છાંટી સર્વ કરો. તો તૈયાર છે ભુટ્ટે કી ખેસ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ભુટ્ટે કી ખેસ બનાવવાની રીત

Bhutte Ka Khees banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 છીણી
- 1 મિક્સર
Ingredients
જીરાવન મસાલો બનાવવા માટેની સામગ્રી
- 2 ચમચી સૂકા આખા ધાણા
- 1 ચમચી જીરું
- 1 ચમચી વરિયાળી
- 3 તમાલપત્ર
- 1 ઇંચ તજ નો ટુકડો
- 1-2 નંગ જાવેંત્રી
- 5-7 લવિંગ
- 10-12 મરી
- ½ જામફળ
- ½ ચમચી મીઠું
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી સૂંઠ પાઉડર
- ½ ચમચી હિંગ
ખેસ બનાવવા માટેની સામગ્રી
- 2-3 મકાઈ / ભુટ્ટા
- 2 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ½ ચમચી વરિયાળી
- 1-2 લવિંગ
- ½ ચમચી હિંગ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 5-7 મીઠા લીમડા ના પાંદ
- મીઠું સ્વાદ મુજબ
- ½ કપ દૂધ
Instructions
Bhutte Ka Khees banavani rit
- ભુટ્ટે કી ખેસ બનાવવા સૌપ્રથમ આપણે એના માટે જીરાવન મસાલો બનાવશું જે બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા સૂકા ધાણા, વરિયાળી, જીરું, મરી, લવિંગ, તમાલપત્ર, તજ નો ટુકડો, જાવેંત્રી, જાયફળ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લેશું. મસાલા શેકવાની સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં હિંગ નાખી મિક્સ કરી શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લેશું.
- હવે શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, મીઠું, સુંઠ પાઉડર નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી લેશું. તો તૈયાર છે આપણો જીરાવન મસાલો.
- ભુટ્ટે ની ખેસ બનાવવા મકાઈ ને છોલી સાફ કરી લ્યો અને પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ છીણી વડે બધી જ મકાઈ ને છીણી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો . તેલ ગરમ થાય એટલે એમાં જીરું, વરિયાળી, લવિંગ અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ, ઝીણા સમારેલા લીલાં મરચાં નાખી શેકી લ્યો.
- મરચા શેકાઈ જાય એટલે એમાં છીણી રાખેલ મકાઈ નાખો અને હલાવતા રહી શેકી લ્યો. મકાઈ શેકાઈ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠુ અને દૂધ નાખી મિક્સ કરી લ્યો. દૂધ નાખી દીધ બાદ બરોબર મિક્સ કરી ઢાંકી ને ચડાવી લ્યો. દૂધ માં મકાઈ ને ધીમા તાપે આઠ દસ મિનિટ બરોબર ચળી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- દસ મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર ખેસ ને સર્વિંગ બાઉલ માં લઈ એના પર લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલા, નારિયળ નું છીણ અને પીસી રાખેલ મસાલો છાંટી સર્વ કરો. તો તૈયાર છે ભુટ્ટે કી ખેસ.
Notes
- જો તમે દૂધ અને મીઠું બને એક સાથે ન ખાતા હો તો દૂધ ની જગ્યાએ નારિયળ નું કે બદામ નું દૂધ પણ વાપરી શકો છો. અથવા કાજુ ને પલાડી પીસી એ પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Potato Waffles banavani recipe | પોટેટો વેફલ્સ બનાવવાની રેસીપી
Kadai ma gujarati handvo | કડાઈ માં ગુજરાતી હાંડવો
Shakkariya ni chips banavani rit | શક્કરિયા ની ચિપ્સ બનાવવાની રીત
cheese garlic bread banavani recipe | ચીઝ ગાર્લિક બ્રેડ
Lila vatana ni sandwich banavani recipe | લીલા વટાણા ની સેન્ડવિચ
Jain papdi chaat recipe | જૈન પાપડી ચાટ