આજકાલ માર્કેટમાં ફ્લાવર (Cauliflower) જેવું જ દેખાતું પણ લીલા કલરનું શાક Broccoli ખુબ મળે છે. ડોક્ટરો કહે છે કે તે સ્વાસ્થ્ય માટે અને કેન્સર સામે રક્ષણ આપવા માટે “સુપરફૂડ” છે. પણ તકલીફ એ છે કે ગુજરાતી ઘરોમાં લોકોને તેનો સ્વાદ જલ્દી ભાવતો નથી હોતો. મોટાભાગે લોકો તેને બાફીને કે સલાડમાં ખાય છે જે બોરિંગ લાગે છે. પણ જો તમે બ્રોકોલીને આપણા Punjabi Sabzi કે Kathiyawadi વઘારની જેમ મસાલેદાર ગ્રેવીમાં બનાવશો, તો તે પનીરના શાકને પણ ટક્કર મારશે. આ રીતથી બનાવેલું Broccoli Masala Curry – બ્રોકોલી મસાલા સબ્જી બાળકોથી લઈને વડીલો સુધી બધાને ભાવશે.
બ્રોકોલી મસાલા કરી બનાવવા જરૂરી સામગ્રી
- ઝીણી સુધારેલ ડુંગળી 2
- બ્રોકલી 1 મીડીયમ સાઈઝ / 500 ગ્રામ
- ટામેટા ઝીણા સુધારેલ 2
- દહીં 2-3 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- તેલ 2 ચમચી
- માખણ 2 ચમચી
- તમાલપત્ર 1
- મોટી એલચી 1
- એલચી 1
- લવિંગ 1-2
- તજ નો ટુકડો 1
- જીરું ½ ચમચી
- લસણ ની પેસ્ટ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Broccoli Masala Curry banavani rit
બ્રોકોલી મસાલા સબ્જી બનાવવા સૌથી પહેલા ડુંગળી ને સાવ ઝીણી ઝીણી સુધારી લ્યો ત્યાર બાદ ટામેટા ને પણ સાવ ઝીણા સુધારી લ્યો. હવે બ્રોકલી ને ધોઈ સાફ કરી ચાકુથી એના મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો અને બ્રોકલી ની જે ડાળી છે એને છોલી સાફ કરી કટકા કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં કાંઠો મૂકી ચારણી મુકો અને ચારણીમાં સુધારેલ બ્રોકલી નાખી ઢાંકી પાંચ થી સાત મિનીટ બાફી લ્યો. સાત મિનીટ પછી ગેસ બંધ કરી ચારણી ને બહાર કાઢી લ્યો.
હવે ફરી ગેસ પર કડાઈ મૂકી એમાં તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, મોટી એલચી, એલચી, લવિંગ, તજ નો ટુકડો નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં જીરું નાખી તતડાવી લ્યો. જીરું તતડી જાય એટલે એમાં લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લસણ ને શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી ડુંગળી ને પણ શેકી લ્યો. ડુંગળી શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એમાં ઝીણા સુધારેલ લીલા મરચા નાખી શેકો.
મરચા શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં ઝીણા સુધારેલ ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને ટમેટા ને ચડાવી લ્યો. ટમેટા ચડી જાય એટલે એમાં હાથ થી મસળી કશુરી મેથી અને દહીં નાખી મિક્સ કરી લ્યો.
ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં બાફી રાખેલ બ્રોકલી અને પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનીટ ચડાવી લ્યો. પાંચ મિનીટ પછી ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલ નાખી ગરમ ગરમ સર્વ કરો. ઓ તૈયાર છે બ્રોકલી મસાલા કરી.
બ્રોકોલી મસાલા સબ્જી બનાવવાની રીત

બ્રોકોલી મસાલા સબ્જી બનાવવાની રીત – Broccoli Masala Curry Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
INGREDIENTS
- 1 મીડીયમ સાઈઝ બ્રોકલી / 500 ગ્રામ
- 2 ઝીણી સુધારેલ ડુંગળી
- 2 ટામેટા ઝીણા સુધારેલ
- 2-3 ચમચી દહીં
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી કસુરી મેથી
- 2 ચમચી તેલ
- 2 ચમચી માખણ
- 1 તમાલપત્ર
- 1 મોટી એલચી
- 1 એલચી
- 1-2 લવિંગ
- 1 તજ નો ટુકડો
- ½ ચમચી જીરું
- 2 ચમચી લસણ ની પેસ્ટ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Broccoli Masala Curry banavani rit
- બ્રોકોલી મસાલા સબ્જી બનાવવા સૌથી પહેલા ડુંગળી ને સાવ ઝીણી ઝીણી સુધારી લ્યો ત્યાર બાદ ટામેટા ને પણ સાવ ઝીણા સુધારી લ્યો. હવે બ્રોકલી ને ધોઈ સાફ કરી ચાકુથી એના મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો અને બ્રોકલી ની જે ડાળી છે એને છોલી સાફ કરી કટકા કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં કાંઠો મૂકી ચારણી મુકો અને ચારણીમાં સુધારેલ બ્રોકલી નાખી ઢાંકી પાંચ થી સાત મિનીટ બાફી લ્યો. સાત મિનીટ પછી ગેસ બંધ કરી ચારણી ને બહાર કાઢી લ્યો.
- હવે ફરી ગેસ પર કડાઈ મૂકી એમાં તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, મોટી એલચી, એલચી, લવિંગ, તજ નો ટુકડો નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં જીરું નાખી તતડાવી લ્યો. જીરું તતડી જાય એટલે એમાં લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લસણ ને શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી ડુંગળી ને પણ શેકી લ્યો. ડુંગળી શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એમાં ઝીણા સુધારેલ લીલા મરચા નાખી શેકો.
- મરચા શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં ઝીણા સુધારેલ ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને ટમેટા ને ચડાવી લ્યો. ટમેટા ચડી જાય એટલે એમાં હાથ થી મસળી કશુરી મેથી અને દહીં નાખી મિક્સ કરી લ્યો.
- ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં બાફી રાખેલ બ્રોકલી અને પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનીટ ચડાવી લ્યો. પાંચ મિનીટ પછી ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલ નાખી ગરમ ગરમ સર્વ કરો. ઓ તૈયાર છે બ્રોકલી મસાલા કરી.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
કોથમીરની ચટણી બનાવવાની રીત – Green Kothmir Chutney Recipe in Gujarati
Bataka Capsicum Rice banavani recipe | બટાકા કેપ્સીકમ રાઈસ બનાવવાની રેસીપી
Pudina Aloo banavani recipe | ફુદીના આલું બનાવવાની રેસીપી
Khoba roti ane amchuri lasuni chatni | ખોબા રોટી અને આમચૂરી લસુની ચટણી
Kadhi pulao recipe | કઢી પુલાવ બનાવવાની રીત
