Home Dessert & Sweets Caramel Sauce banavani recipe | કેરેમલ સોસ બનાવવાની રેસીપી

Caramel Sauce banavani recipe | કેરેમલ સોસ બનાવવાની રેસીપી

Caramel Sauce banavani recipe | કેરેમલ સોસ બનાવવાની રેસીપી
Image credit – Youtube/Rita Arora Recipes

આપણે Caramel Sauce – કેરેમલ સોસ બનાવાતા શીખીશું . જે તમે કેક , મફિન્સ , મીઠાઈ . આઈસ્ક્રીમ કે પછી ચોકલેટ માં ઉપયોગ માં લઈ સકો છો. અને ખાવા માં પણ એક દમ સરસ લાગે છે આપણે થોડી વસ્તુ નું ધ્યાન રાખી ને આ સોસ આપણે ઝડપથી ઘરેજ બનાવાતા શીખીશું.

INGREDIENTS

  • ખાંડ ½ કપ
  • અમૂલ સોલ્ટેડ બટર ¼ કપ
  • અમૂલ ફ્રેશ ક્રીમ ¼ કપ
  • પાણી 2 ચમચી

Caramel Sauce banavani recipe

કેરેમલ સોસ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક જાડા તળિયા વાળું પેન / કડાઈ લેશું અને તેમાં ખાંડ ½ કપ લઈ ને આખી કડાઈ માં ચારે બાજુ ફેલાવી ને નાખી દેશું . ત્યાર બાદ ગેસ ને મિડયમ તાપે રાખી અને બધી ખાંડ ને ઓગળવા દેશું . ઈયા ખાસ ધ્યાન રાખશું કે ગેસ ને આપણે બિલકુલ પણ ફુલ નથી કરવાનો નહીંતર આપણી ખાંડ સાવ બળી જશે . ખાંડ ને આપણે ધીમે ધીમે ઓગળવા દેશું ઈ ખાસ ધ્યાન રાખવું. અને બીજું કે આપણે ખાંડ માં પાણી પણ નઈ નાખીએ અને ચમચી નો પણ ઉપયોગ આપણે ઈયા નહીં કરીએ એમજ ખાંડ ને ઓગળવા દેશું .

હવે ખાંડ જ્યારે થોડી થોડી ઓગળવાની ચાલુ થાય ત્યારે  પેન ને ધીમે ધીમે ચારે બાજુ ફેરવતા જશું જેથી જે ઓગળેલી ખાંડ છે તે બીજી ખાંડ ને પણ ઝડપથી ઓગાળી દેશે . હવે આપણી ખાંડ ઓગળી ને બ્રાઉન થઇ ગયા બાદ ગેસ બંધ કરી અને આપણે કડાઈ ને નીચે ઉતારી લેશું અને ત્યાર બાદ તેમાં અમૂલ સોલ્ટેડ બટર ¼ કપ નાખી અને સારી રીતે ખાંડ સાથે મિક્સ કરી લેશું . અને ફરીથી ગેસ પર પેન ને મૂકી અને થોડી જ સેકન્ડ માટે ગરમ કરી લેશું .

ત્યાર બાદ તેમાં અમૂલ ફ્રેશ ક્રીમ ¼ કપ નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું અને થોડું ચડાવી લેશું જેથી આપણો સોસ લાંબો ટાઈમ માટે સ્ટોર થઈ શકે હવે તેમાં 2 ચમચી પાણી નાખશું જેથી સોસ છે તે બઉ ઘાટો ના થઈ જાય પાણી નાખ્યા બાદ ગેસ ને મિડયમ તાપે રાખી અને 2 મિનિટ સુધી એક ઉભરો આવે ત્યાર સુધી ચડાવી લેશું .

તો 2 મિનિટ પછી આપણો કેરેમલ સોસ બની અને તૈયાર છે . છેલે આપણે તેમાં પ્લાસ્ટિક ની ચમચી નાખી અને ચેક કરી લેશું જો ચમચી પર કોટિંગ બરાબર આવી ગયું છે તો આપણો સોસ તૈયાર છે . ગેસ બંધ કરી અને બાઉલ માં સોસ ને ઠંડું થવા દેશું .

અને આ સોસ ને આપણે કોઈ પણ કાચ ની એર ટાઈટ બરણી માં ભરી અને ફ્રીઝ માં તમે 2 મહિના જેવું અને ફ્રીઝર માં તમે 6-7 મહિના જેવું સ્ટોર કરી શકો છો તો તૈયાર છે આપણું મસ્ત કેરેમલ સોસ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કેરેમલ સોસ બનાવવાની રેસીપી

Caramel Sauce - કેરેમલ સોસ

Caramel Sauce banavani recipe

આપણે Caramel Sauce – કેરેમલ સોસ બનાવાતા શીખીશું .જે તમે કેક , મફિન્સ , મીઠાઈ. આઈસ્ક્રીમ કે પછી ચોકલેટ માં ઉપયોગ માં લઈ સકો છો. અને ખાવા માં પણ એક દમ સરસ લાગે છે આપણે થોડી વસ્તુ નું ધ્યાન રાખી ને આ સોસઆપણે ઝડપથી ઘરેજ બનાવાતા શીખીશું.
4 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 બાઉલ
  • 1 કડાઈ / પેન

Ingredients

  • ½ કપ ખાંડ
  • ¼ કપ અમૂલ સોલ્ટેડ બટર
  • ¼ કપ અમૂલ ફ્રેશ ક્રીમ
  • 2 ચમચી પાણી

Instructions

Caramel Sauce banavani recipe

  • કેરેમલ સોસ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક જાડા તળિયા વાળું પેન / કડાઈ લેશું અને તેમાં ખાંડ ½ કપ લઈ ને આખી કડાઈ માં ચારે બાજુ ફેલાવી ને નાખી દેશું . ત્યાર બાદ ગેસ ને મિડયમ તાપે રાખી અને બધી ખાંડ ને ઓગળવા દેશું . ઈયા ખાસ ધ્યાન રાખશું કે ગેસ ને આપણે બિલકુલ પણ ફુલ નથી કરવાનો નહીંતર આપણી ખાંડ સાવ બળી જશે . ખાંડ ને આપણે ધીમે ધીમે ઓગળવા દેશું ઈ ખાસ ધ્યાન રાખવું. અને બીજું કે આપણે ખાંડ માં પાણી પણ નઈ નાખીએ અને ચમચી નો પણ ઉપયોગ આપણે ઈયા નહીં કરીએ એમજ ખાંડ ને ઓગળવા દેશું .
  • હવે ખાંડ જ્યારે થોડી થોડી ઓગળવાની ચાલુ થાય ત્યારે પેન ને ધીમે ધીમે ચારે બાજુ ફેરવતા જશું જેથી જે ઓગળેલી ખાંડ છે તે બીજી ખાંડ ને પણ ઝડપથી ઓગાળી દેશે . હવે આપણી ખાંડ ઓગળી ને બ્રાઉન થઇ ગયા બાદ ગેસ બંધ કરી અને આપણે કડાઈ ને નીચે ઉતારી લેશું અને ત્યાર બાદ તેમાં અમૂલ સોલ્ટેડ બટર ¼ કપ નાખી અને સારી રીતે ખાંડ સાથે મિક્સ કરી લેશું . અને ફરીથી ગેસ પર પેન ને મૂકી અને થોડી જ સેકન્ડ માટે ગરમ કરી લેશું .
  • ત્યાર બાદ તેમાં અમૂલ ફ્રેશ ક્રીમ ¼ કપ નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું અને થોડું ચડાવી લેશું જેથી આપણો સોસ લાંબો ટાઈમ માટે સ્ટોર થઈ શકે હવે તેમાં 2 ચમચી પાણી નાખશું જેથી સોસ છે તે બઉ ઘાટો ના થઈ જાય પાણી નાખ્યા બાદ ગેસ ને મિડયમ તાપે રાખી અને 2 મિનિટ સુધી એક ઉભરો આવે ત્યાર સુધી ચડાવી લેશું .
  • તો 2 મિનિટ પછી આપણો કેરેમલ સોસ બની અને તૈયાર છે . છેલે આપણે તેમાં પ્લાસ્ટિક ની ચમચી નાખી અને ચેક કરી લેશું જો ચમચી પર કોટિંગ બરાબર આવી ગયું છે તો આપણો સોસ તૈયાર છે . ગેસ બંધ કરી અને બાઉલ માં સોસ ને ઠંડું થવા દેશું .
  • અને આ સોસ ને આપણે કોઈ પણ કાચ ની એર ટાઈટ બરણી માં ભરી અને ફ્રીઝ માં તમે 2 મહિના જેવું અને ફ્રીઝર માં તમે 6-7 મહિના જેવું સ્ટોર કરી શકો છો તો તૈયાર છે આપણું મસ્ત કેરેમલ સોસ.

Notes

  1. કરેમલ સોસ બનાવવા માં ખાસ એક વાત નું ધ્યાન રાખવું કે સોસ માં તમે જે પણ સામગ્રી નાખી છે તે બધી જ વસ્તુઓ રૂમ ટ્રેમપ્રેચર પર હોવી જરૂરી છે
  2. જો તમે બટર સ્કોચ આઈસ્ક્રીમ કે બટર સ્કોચ શેક બનાવવા માંગતા હોવ તો આમાં તમે બટરસ્કોચ નો એસ્નસ પણ નાખી સકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here