
આજે આપણે chaas vari vaghareli rotli – છાસ વાળી વઘારેલી રોટલી બનાવવાની રીત શીખીશું. જ્યારે ઘર માં રોટલીઓ બચી જાય ત્યારે એમાંથી શું બનાવું એ હમેશા વિચારતા હોઈએ છીએ ત્યારે આ રીતે છાસ નાખી રોટલી વધારી ને તૈયાર કરી એક વખત જમશો તો વારંવાર બનાવશો.
INGREDIENTS
- બચેલી રોટલી 8- 10
- છાસ 1 કપ
- લસણ ની કણી 5- 6
- આદુનો ટુકડો 1
- લીલા મરચા સુધારેલા 2- 3
- મીઠા લીમડા ના પાંદ 8- 10
- લાલ મરચાનો પાઉડર 1 + ½ ચમચી
- જીરું ¼ + ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- તેલ 3- 4 ચમચી
- રાઈ ½ ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ⅛ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
chaas vari vaghareli rotli banavani rit
છાસ વાળી વઘારેલી રોટલી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં લસણ ની કણી, આદુનો ટુકડો, લીલા મરચા સુધારેલા, મીઠા લીમડા ના પાંદ ચાર પાંચ, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચાનો પાઉડર એક ચમચી, જીરું અને હિંગ નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો અથવા ખરલ માં પીસી પેસ્ટ બનાવી લ્યો. ત્યાર બાદ રોટલી ના નાની સાઇઝ માં કટકા કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ લસણ વાળી પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર , ગરમ મસાલો, નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં છાસ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો અને છાસ ઉકાળવા લાગે એટલે એમાં ગોળ નાખી મિક્સ્રી કરી રોટલી ના કટકા નાખી મિક્સ કરી લ્યો અને બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી લ્યો અને ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે છાસ વાળી વઘારેલી રોટલી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
છાસ વાળી વઘારેલી રોટલી બનાવવાની રીત

chaas vari vaghareli rotli banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
- 8- 10 બચેલી રોટલી
- 1 કપ છાસ
- 5- 6 લસણ ની કણી
- 1 આદુનો ટુકડો
- 2- 3 લીલા મરચા સુધારેલા
- 8- 10 મીઠા લીમડા ના પાંદ
- 1 + ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ + ½ ચમચી જીરું
- ⅛ ચમચી હિંગ
- 3- 4 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ⅛ ચમચી ગરમ મસાલો
- 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
chaas vari vaghareli rotli banavani rit
- છાસ વાળી વઘારેલી રોટલી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં લસણ ની કણી, આદુનો ટુકડો, લીલા મરચા સુધારેલા, મીઠા લીમડા ના પાંદ ચાર પાંચ, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચાનો પાઉડર એક ચમચી, જીરું અને હિંગ નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો અથવા ખરલ માં પીસી પેસ્ટ બનાવી લ્યો. ત્યાર બાદ રોટલી ના નાની સાઇઝ માં કટકા કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ લસણ વાળી પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર , ગરમ મસાલો, નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.
- હવે એમાં છાસ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો અને છાસ ઉકાળવા લાગે એટલે એમાં ગોળ નાખી મિક્સ્રી કરી રોટલી ના કટકા નાખી મિક્સ કરી લ્યો અને બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી લ્યો અને ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે છાસ વાળી વઘારેલી રોટલી.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Matar Mushroom nu shaak | મટર મશરૂમ નું શાક
Lila vatana nu athanu banavani recipe | લીલા વટાણા નું અથાણું
Mag chokha ane sabudana no handvo | મગ ચોખા અને સાબુદાણા નો હાંડવો
Coconut rice banavani rit | કોકોનટ રાઈસ બનાવવાની રીત
Bhinda ni kachari banavani rit | ભીંડા ની મસાલેદાર કાચરી