Home Nasta Cheese cigar roll banavani rit | ચીઝ સિગાર રોલ બનાવવાની રીત

Cheese cigar roll banavani rit | ચીઝ સિગાર રોલ બનાવવાની રીત

Cheese cigar roll banavani rit | ચીઝ સિગાર રોલ બનાવવાની રીત
Image credit – Youtube/Rasoi Ghar

રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ સિગાર રોલ ઘરે બનાવતા શીખીશું . જે નાના થી લઈ અને મોટા દરેક ને ભાવે એવું સ્ટાર્ટર છે . અને એના સાથે એનો સોસ પણ આપણે ઘરે બનાવીશું તો ચાલો મસ્ત સ્ટાર્ટર આજે આપણે Cheese cigar roll ઘરે બનાવતા શીખીએ.

લોટ માટે ની સામગ્રી :-

  • મેંદો 1.5 કપ
  • મીઠું ½ ચમચી
  • તેલ 2 ચમચી
  • પાણી જરૂર મુજબ

સોસ માટેની સામગ્રી :-

  • તેલ મોટી 1ચમચી
  • જીણું સમારેલું લસણ 1 મોટી ચમચી
  • પાણી ¾ કપ
  • ખાંડ ¼ કપ
  • મીઠું ½ ચમચી
  • ચિલી ફલેક્સ 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
  • વિનેગર 2 ચમચી
  • કોર્ન ફ્લોર 1 ચમચી

ફિલિંગ બનાવવા માટે ની સામગ્રી :-

  • ખમણેલું પનીર 1 કપ
  • ખમણેલું ચીઝ ½ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ
  •  ઝીણું સમારેલું શિમલા મરચું ¼ કપ
  • જીણું સમારેલું ગાજર ઓપ્શનલ
  • લીલું મરચું જીણું સમારેલું 5 નંગ
  • લસણ ની પેસ્ટ 1 ચમચી
  • મીઠું 1 ચમચી
  • કાળા મરી પાવડર ½ ચમચી
  • લીલા સમરેલા ધાણા થોડા

Cheese cigar roll banavani rit

Cheese cigar roll - ચીઝ સિગાર રોલ

Cheese cigar roll banavani rit

રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ સિગાર રોલ ઘરે બનાવતા શીખીશું . જે નાના થી લઈ અને મોટા દરેક ને ભાવે એવું સ્ટાર્ટર છે . અને એના સાથે એનો સોસ પણ આપણે ઘરે બનાવીશું તો ચાલો મસ્ત સ્ટાર્ટર આજે આપણે Cheese cigar roll ઘરે બનાવતા શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / પેન

Ingredients

લોટ માટે ની સામગ્રી :-

  • 1.5 કપ મેંદો
  • ½ ચમચી મીઠું
  • 2 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

સોસ માટેની સામગ્રી :-

  • 1 ચમચી તેલ મોટી
  • 1 મોટી ચમચી જીણું સમારેલું લસણ
  • ¾ કપ પાણી
  • ¼ કપ ખાંડ
  • ½ ચમચી મીઠું
  • 1 ચમચી ચિલી ફલેક્સ
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 2 ચમચી વિનેગર
  • 1 ચમચી કોર્ન ફ્લોર

ફિલિંગ બનાવવા માટે ની સામગ્રી :-

  • 1 કપ ખમણેલું પનીર
  • ½ કપ ખમણેલું ચીઝ
  • 1 કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ કપ ઝીણું સમારેલું શિમલા મરચું
  • જીણું સમારેલું ગાજર ઓપ્શનલ
  • 5 નંગ લીલું મરચું જીણું સમારેલું
  • 1 ચમચી લસણ ની પેસ્ટ
  • 1 ચમચી મીઠું
  • ½ ચમચી કાળા મરી પાવડર
  • લીલા સમરેલા ધાણા થોડા

Instructions

Cheese cigar roll banavani rit

  • ચીઝ સિગાર રોલ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લેશું અને આપણે લોટ ની તૈયારી કરી લેશું તેના માટે આપણે એક બાઉલ લેશું તેમાં 1.5 કપ મેંદો , મીઠું ½ ચમચી , તેલ 2 ચમચી નાખી અને બધું બરાબર મિક્સ કરી અને થોડું થોડું કરી ને પાણી નાખતા જશું અને એક મિડિયમ લોટ તૈયાર કરી લેશું અને ત્યાર બાદ ઢાંકણ ઢાંકી અને 30 મિનિટ માટે લોટ ને રેવા દેશું .
  • ત્યાર બાદ હવે આપણે સોસ ની તૈયારી કરી લેશું તેના માટે ગેસ પર એક કડાઈ / પેન લેશું તેમાં 1 મોટી ચમચી તેલ નાખશું તેલ ગરમ થાય એટલે તેમાં 1 મોટી ચમચી જીણું સમારેલું લસણ નાખીશું લસણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી સેકી લેશું ત્યાર બાદ તેમાં ¾ કપ પાણી , ખાંડ ¼ કપ નાખી અને પાણી માં ઉભરો આવી જાય અને ખાંડ ઓગળી જાય એટલે તેમાં મીઠું ½ ચમચી , ચિલી ફલેક્સ 1 ચમચી , કાશ્મીરી લાલ મરચું પાવડર , 1 ચમચી 2 ચમચી વિનેગર નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . વિનેગર નાખવાથી તમે આ સોસ ને આરામથી 6 મહિના જેવું ફ્રીઝ માં રાખી અને સ્ટોર કરી સકો છો .
  • હવે પાણી માં ફરીથી એક ઉભરો આવી જાય ત્યારે એક વાટકી માં 1 ચમચી કોર્ન ફ્લોર નાખી અને થોડું પાણી નાખી અને તે કોર્ન ફ્લોર વાળા પાણી ને આપણે પેન માં નાખી અને 2 મિનિટ માટે આપણે સોસ ને ચડાવી લેશું જેથી કોર્ન ફ્લોર નું કાચું પણું નીકળી જશે . તો 2-3 મિનિટ બાદ આપણો સોસ બની અને તૈયાર છે .
  • ત્યાર બાદ હવે આપણે જે લોટ બાંધી ને રાખ્યો હતો તે લોટ ને ફરીથી મસળી લેશું અને પૂરી ની સાઇઝ ના નાના નાના લૂઆ તૈયાર કરી લેશું ત્યાર બાદ પાટલો અને વેલણ લેશું અને તેના પર કોરો લોટ લગાવી અને 2 લૂઆ લઈ અને નાની નાની પુરી બનાવી લેશું પૂરી બની જાય એટલે એક પૂરી ઉપર થોડું તેલ અને થોડો કોરો લોટ લગાવી અને તેના પર બીજી પૂરી મૂકી દેશું ફરીથી પાટલા પર કોરો લોટ લગાવી અને હવે બંને પૂરી ને રોટલી ની સાઇઝ જેટલી વણી લેશું . આવીજ રીતે બધી રોટલી તૈયાર કરી લેશું .
  • હવે ગેસ પર એક પેન મૂકીશું અને તેના પર આ રોટલી મૂકી અને રોટલી ને કાચી પાકી સેકી લેશું રોટલી કાચી પાકી સેકી લીધા બાદ આપણે રોટલી ના બંને પળ ને અલગ કરી લેશું . આવી જ રીતે બધી રોટલી સેકી અને અલગ કરી લેશું અને કપડા માં ઢાંકી ને મૂકી દેશું . જેથી આપણી રોટલી કડક ના થઈ જાય
  • ત્યાર બાદ આપણે રોટલી માં ભરવા માટેની ફિલિંગ બનાવશું તેના માટે એક બાઉલ લેશું તેમાં 1 કપ ખમણેલું પનીર , ½ કપ ખમણેલું ચીઝ , ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ , જીણું સમારેલું શિમલા મરચું ¼ કપ , જીણું સમારેલું ગાજર થોડું ( ઓપ્શનલ ) , લીલું મરચું જીણું સમારેલું 5 નંગ તીખાશ તમે તમારી જરૂર મુજબ વધારે કે ઓછી કરી શકો છો , લસણ ની પેસ્ટ 1 ચમચી , 1 ચમચી મીઠું , કાળા મરી નો પાવડર ½ ચમચી , લીલા સમરેલા ધાણા થોડા નાખી અને બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી લેશું .
  • હવે ફિલિંગ ને સાઇડ માં મૂકી અને એક નાની વાટકી માં 1 ચમચી મેંદો નાખશું અને ત્યાર બાદ તેમાં થોડું પાણી નાખી દેશું અને થોડી જાડી સ્લરી તૈયાર કરી લેશું . આ સ્લરી આપણે સિગાર રોલ ચિપકવામાં મદદ કરશે . ત્યાર બાદ આપણે જે રોટલી સેકી ને રાખી હતી તે 1-1 કરી અને રોટલી લેશું ત્યાર બાદ તેમાં 1-1 ચમચી કરી અને ફિલિંગ નાખશું ત્યાર બાદ આપણે જે મેંદા ની સ્લરી ચારે બાજુ કિનારી માં લગાવી દેશું ત્યાર બાદ તેની ચારે બાજુ સારી રીતે પેક કરી અને સિગાર નો સેપ આપી દેશું આવી જ રીતે બધા રોલ તૈયાર કરી લેશું.
  • ત્યાર બાદ ગેસ પર એક કડાઈ મૂકી અને તેલ ને મિડયમ તાપે ગરમ કરી લેશું અને 4-4 કરી અને બધા રોલ ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી તરી લેશું .
  • તો તૈયાર છે આપણા ચીઝ સિગાર રોલ જેને આપણે સર્વિંગ પ્લેટ માં લઈ અને તૈયાર કરેલા સોસ સાથે સર્વ કરીશું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here