બાળકોને બીટ (Beetroot) ખવડાવવા એ એક મોટો ટાસ્ક છે. પણ જો તમે તેનો લુક બદલી નાખો તો તેઓ હોંશે હોંશે ખાઈ લેશે. આજે આપણે બનાવીશું Coconut Beetroot Rice. આ રાઈસનો કલર કુદરતી રીતે ગુલાબી (Pink) આવે છે, જે જોઈને જ ખાવાનું મન થઈ જાય. બીટમાંથી આયર્ન અને કોપરામાંથી હેલ્ધી ફેટ્સ મળે છે. સવારની ભાગદોડમાં ટિફિન માટે આ એક Quick & Healthy Recipe છે. તો ચાલો જોઈએ કોકોનટ બીટ રાઈસ બનાવવાની રીત.
Table of contents
Beetroot Rice Ingredients
- બાફેલા બાસમતી ચોખા 2 કપ
- છીણેલું તાજું નારિયલ ½ કપ
- બાફી છીણેલી બીટ ½ કપ
- તેલ 3-4 ચમચી
- રાઈ ½ ચમચી
- ચણા દાળ 1 ચમચી
- અડદ દાળ 1 ચમચી
- સિંગદાણા 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠા લીમડાના પાંદ 5-7
- લીલા મરચા સુધારેલ 2-3
- આદુની પેસ્ટ ½ ચમચી
- લસણ ની સ્લાઈસ 1 ચમચી
- ઝીણી સુધારેલ ડુંગળી 1
- મરી પાઉડર ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
Coconut Beetroot Rice banavani rit
કોકોનટ બીટ રાઈસ બનાવવા સૌથી પહેલા ચોખા ને ધોઈ પલાળી લીધા બાદ પાણી નાખી ઓસાવી લ્યો અને ત્યાર બાદ ચારણીમાં કાઢી વધારાનું પાણી નીતારવા મુકો. બીટ ને પણ બાફી ને છીણી વડે છીણી લ્યો અને તાજા નારિયલ ને પણ છીણી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.
તેલ ગરમ થાય એટેલ એમાં રાઈ, અડદ દાળ, ચણા દાળ અને સિંગદાણા નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં હિંગ અને મીઠા લીમડાના પાંદ નાખી મિક્સ કરી લ્યો. હવે ઝીણા સુધારેલ લીલા મરચા, આદુની પેસ્ટ અને લસણ ની કતરણ નાખી હલાવી શેકી લ્યો.
લસણ આદું શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી શેકી લ્યો. ડુંગળી શેકાઈ નરમ પડે એટલે એમાં તાજા નારિયલ ની છીણ નાખી મિક્સ કરી લ્યો અને બે મિનીટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં બાફેલી બીટ નું છીણ નાખી મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી બીજી બે મિનીટ ચડાવી લ્યો.
ત્યાર બાદ એમાં બાફી રાખેલ ભાત અને મરી પાઉડર નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી બે મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી પાંચ મિનીટ એમજ ઢાંકી ને રહેવા દયો. પાંચ મિનીટ પછી ઢાંકણ ખોલી લીલા ધાણા નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે કોકોનટ બીટ રાઈસ.
કોકોનટ બીટ રાઈસ બનાવવાની રીત

Coconut Beetroot Rice Recipe in Gujarati | કોકોનટ બીટ રાઈસ
Equipment
- 1 કડાઈ
Ingredients
Beetroot Rice Ingredients
- 2 કપ બાફેલા બાસમતી ચોખા
- ½ કપ છીણેલું તાજું નારિયલ
- ½ કપ બાફી છીણેલી બીટ
- 3-4 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- 1 ચમચી ચણા દાળ
- 1 ચમચી અડદ દાળ
- 2 ચમચી સિંગદાણા
- ¼ ચમચી હિંગ
- 5-7 મીઠા લીમડાના પાંદ
- 2-3 લીલા મરચા સુધારેલ
- ½ ચમચી આદુની પેસ્ટ
- 1 ચમચી લસણ ની સ્લાઈસ
- 1 ઝીણી સુધારેલ ડુંગળી
- ¼ ચમચી મરી પાઉડર
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
- સ્વાદ મુજબ મીઠું
Instructions
Coconut Beetroot Rice banavani rit
- કોકોનટ બીટ રાઈસ બનાવવા સૌથી પહેલા ચોખા ને ધોઈ પલાળી લીધા બાદ પાણી નાખી ઓસાવી લ્યો અને ત્યાર બાદ ચારણીમાં કાઢી વધારાનું પાણી નીતારવા મુકો. બીટ ને પણ બાફી ને છીણી વડે છીણી લ્યો અને તાજા નારિયલ ને પણ છીણી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.
- તેલ ગરમ થાય એટેલ એમાં રાઈ, અડદ દાળ, ચણા દાળ અને સિંગદાણા નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં હિંગ અને મીઠા લીમડાના પાંદ નાખી મિક્સ કરી લ્યો. હવે ઝીણા સુધારેલ લીલા મરચા, આદુની પેસ્ટ અને લસણ ની કતરણ નાખી હલાવી શેકી લ્યો.
- લસણ આદું શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી શેકી લ્યો. ડુંગળી શેકાઈ નરમ પડે એટલે એમાં તાજા નારિયલ ની છીણ નાખી મિક્સ કરી લ્યો અને બે મિનીટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં બાફેલી બીટ નું છીણ નાખી મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી બીજી બે મિનીટ ચડાવી લ્યો.
- ત્યાર બાદ એમાં બાફી રાખેલ ભાત અને મરી પાઉડર નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી બે મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી પાંચ મિનીટ એમજ ઢાંકી ને રહેવા દયો. પાંચ મિનીટ પછી ઢાંકણ ખોલી લીલા ધાણા નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે કોકોનટ બીટ રાઈસ.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Surti Green Undhiyu Recipe in Gujarati | સુરતી લીલું ઊંધિયું બનાવવાની રીત
Matar Mushroom nu shaak | મટર મશરૂમ નું શાક
Lila vatana nu athanu banavani recipe | લીલા વટાણા નું અથાણું
વાલોર ટમેટા નું શાક | Valor tameta nu shaak
Aloo palak nu shaak ni recipe | આલું પાલક નું શાક ની રેસીપી
