જ્યારે પણ કંઈક ચટપટું અને ક્રિસ્પી ખાવાનું મન થાય, ત્યારે મકાઈની વાનગીઓ હંમેશા મોખરે હોય છે. આજે આપણે બનાવીશું Corn Fritters, આ કોર્ન ફીટર્સ એ એક ટેસ્ટી નાસ્તો છે જે તમે સવારના નાસ્તામાં અથવા સાંજ ની ભૂખ માટે ખુબ ઝડપથી બનાવી તૈયાર કરી શકો છો. બાળકો ને આ કોર્ન ફીટર્સ ખુબ પસંદ આવતા હોય છે.આ ફ્રિટર્સ બહારથી એકદમ કંચી (Crunchy) અને અંદરથી સોફ્ટ હોય છે. સૌથી સારી વાત એ છે કે આ બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે.
Corn Fritters Ingredients
- બાફેલ મકાઈના દાણા 1 ¼ કપ
- લીલી ડુંગળી સુધારેલ ¼ કપ
- ડુંગળી સુધારેલ ½ કપ
- લીલા ધાણા સુધારેલ ¼ કપ
- કેપ્સીકમ ઝીણું સુધારેલ ½
- મેંદા નો લોટ ¼ કપ
- પ્રોસેસ ચીઝ 2-3 ક્યુબ
- ઓરેગાનો 2 ચમચી
- ચીલી ફ્લેક્ષ 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- દૂધ / પાણી ¼ કપ
Corn Fritters banavani rit
કોર્ન ફ્રિટર્સ બનાવવા સૌથી પહેલા મકાઈના દાણા કાઢી લ્યો ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં એક ગ્લાસ પાણી નાખી ગરમ કરો અને પાણી ગરમ થાય એટલે એમાં મકાઈના દાણા નાખી મિક્સ કરી ઢાંકી મીડીયમ તાપે દસ થી પંદર મિનીટ બાફી લ્યો. પંદર મિનીટ પછી બાફેલા મકાઈના દાણા ને ચારણીમાં કાઢી લઇ પાણી નીતારી ઠંડા થવા દયો અને ઠંડા થયેલા મકાઈના દાણા માંથી થોડા દાણા ને મિક્સર જારમાં નાખી એક વખત પ્લસ મોડ માં ફેરવી લઇ એક બાજુ મુકો.
હવે લીલી ડુંગળી ને સાફ કરી સુધારો સાથે સુકી ડુંગળી ને પણ સુધારી લ્યો. અને કેપ્સીકમ ને પણ સુધારી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ ને સુધારી લ્યો. હવે એક મોટા વાસણમાં મેંદા નો લોટ, ઠંડા થયેલા મકાઈના દાણા અને મિક્સર જારમાં ક્રશ કરેલ દાણા નાખો સાથે સુધારેલ ડુંગળી અને લીલી ડુંગળી, સુધારેલ કેપ્સીકમ, સુધારેલ લીલા ધાણા લ્યો એમાં ચીલી ફ્લેક્ષ, ઓરેગાનો, મરી પાઉડર, છીણી ને પ્રોસેસ ચીઝ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો..
ત્યાર બાદ અમે દૂધ / પાણી ( દુદ કે પાણીની માત્રા મિશ્રણ બનાવવા જરૂરી લાગે એ મુજબ વધુ કે ઓછી કરી લેવી ) નાખી બરોબર મિક્સ કરી પુડલા માટેના મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરો. હવે ગેસ પર તવી અથવા પેન માં એક થી બે ચમચી તેલ નાખી ગરમ કરો યાર બાદ ગેસ મીડીયમ અથવા ધીમો કરી નાખો અને તૈયાર મિશ્રણ માંથી એક થી બે ચમચી મિશ્રણ મૂકી થોડું ફેલાવી લ્યો.
આમ એક વખત માં પેન અથવા તવી પર એક સાથે ત્રણ ચાર જગ્યાએ મિશ્રણ મૂકી ઢાંકી ને ચડાવી લ્યો. એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો. આમ બધા જ કોર્ન ફીટર્સબનાવી તૈયાર કરી લ્યો. અને તૈયાર કોર્ન ફીટર્સ ને સોસ કે ચટણી સાથે મજા લ્યો.
કોર્ન ફ્રિટર્સ રેસીપી નોટ્સ
- અહી ઘણા લોકો દૂધ અને ડુંગળી એક સાથે નથી ખાતા એ લોકો દૂધ ની જગ્યાએ પાણી નાખી ને પણ તૈયાર કરી શકે છે.
- મેંદા ના લોટ ની જગ્યાએ તમે પીસેલી સોજી અથવા ઘઉંનો લોટ વાપરી શકો છો. પણ એનાથી થોડો સ્વાદમાં ફર્ક આવી શકે છે.
કોર્ન ફ્રિટર્સ બનાવવાની રીત

Corn Fritters Recipe in Gujarati | કોર્ન ફ્રિટર્સ બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
- 1 મિક્સર
- 1 પેન/ તવી
Ingredients
Corn Fritters Ingredients
- 1 ¼ કપ બાફેલ મકાઈના દાણા
- ¼ કપ લીલી ડુંગળી સુધારેલ
- ½ કપ ડુંગળી સુધારેલ
- ¼ કપ લીલા ધાણા સુધારેલ
- ½ કેપ્સીકમ ઝીણું સુધારેલ
- ¼ કપ મેંદા નો લોટ
- 2-3 ક્યુબ પ્રોસેસ ચીઝ
- 2 ચમચી ઓરેગાનો
- 1 ચમચી ચીલી ફ્લેક્ષ
- ½ ચમચી મરી પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- ¼ કપ દૂધ / પાણી
Instructions
Corn Fritters banavani rit
- કોર્ન ફ્રિટર્સ બનાવવા સૌથી પહેલા મકાઈના દાણા કાઢી લ્યો ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં એક ગ્લાસ પાણી નાખી ગરમ કરો અને પાણી ગરમ થાય એટલે એમાં મકાઈના દાણા નાખી મિક્સ કરી ઢાંકી મીડીયમ તાપે દસ થી પંદર મિનીટ બાફી લ્યો. પંદર મિનીટ પછી બાફેલા મકાઈના દાણા ને ચારણીમાં કાઢી લઇ પાણી નીતારી ઠંડા થવા દયો અને ઠંડા થયેલા મકાઈના દાણા માંથી થોડા દાણા ને મિક્સર જારમાં નાખી એક વખત પ્લસ મોડ માં ફેરવી લઇ એક બાજુ મુકો.
- હવે લીલી ડુંગળી ને સાફ કરી સુધારો સાથે સુકી ડુંગળી ને પણ સુધારી લ્યો. અને કેપ્સીકમ ને પણ સુધારી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ ને સુધારી લ્યો. હવે એક મોટા વાસણમાં મેંદા નો લોટ, ઠંડા થયેલા મકાઈના દાણા અને મિક્સર જારમાં ક્રશ કરેલ દાણા નાખો સાથે સુધારેલ ડુંગળી અને લીલી ડુંગળી, સુધારેલ કેપ્સીકમ, સુધારેલ લીલા ધાણા લ્યો એમાં ચીલી ફ્લેક્ષ, ઓરેગાનો, મરી પાઉડર, છીણી ને પ્રોસેસ ચીઝ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો..
- ત્યાર બાદ અમે દૂધ / પાણી ( દુદ કે પાણીની માત્રા મિશ્રણ બનાવવા જરૂરી લાગે એ મુજબ વધુ કે ઓછી કરી લેવી ) નાખી બરોબર મિક્સ કરી પુડલા માટેના મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરો. હવે ગેસ પર તવી અથવા પેન માં એક થી બે ચમચી તેલ નાખી ગરમ કરો યાર બાદ ગેસ મીડીયમ અથવા ધીમો કરી નાખો અને તૈયાર મિશ્રણ માંથી એક થી બે ચમચી મિશ્રણ મૂકી થોડું ફેલાવી લ્યો.
- આમ એક વખત માં પેન અથવા તવી પર એક સાથે ત્રણ ચાર જગ્યાએ મિશ્રણ મૂકી ઢાંકી ને ચડાવી લ્યો. એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો. આમ બધા જ કોર્ન ફીટર્સબનાવી તૈયાર કરી લ્યો. અને તૈયાર કોર્ન ફીટર્સ ને સોસ કે ચટણી સાથે મજા લ્યો.
કોર્ન ફ્રિટર્સ રેસીપી નોટ્સ
- અહી ઘણા લોકો દૂધ અને ડુંગળી એક સાથે નથી ખાતા એ લોકો દૂધ ની જગ્યાએ પાણી નાખી ને પણ તૈયાર કરી શકે છે.
- મેંદા ના લોટ ની જગ્યાએ તમે પીસેલી સોજી અથવા ઘઉંનો લોટ વાપરી શકો છો. પણ એનાથી થોડો સ્વાદમાં ફર્ક આવી શકે છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Lilo Chevdo Recipe in Gujarati | લીલો ચેવડો
Magdal ane sargvana pand na chila | મગદાળ અને સરગવા પાંદ ના ચીલા ની રેસીપી
Cheese Corn Paratha banavani recipe | ચીઝ કોર્ન પરોઠા બનાવવાની રેસીપી
Paneer Cheese Cigar roll banavani rit
