આ સેન્ડવીચ આપણે કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્રોનિક મશીનમાં કે ગેસ નો ઉપયોગ વગર જ બનાવશું એટલે કે આજ આપણે ગેસ ચાલુક્ર્યા વગર એક ટેસ્ટી સેન્ડવીચ બનાવશું. જે ખુબ સ્વાદીસ્ટ લાગે છે અને બનાવી ખુબ સરળ છે આ સેન્ડવીચ બનાવવા તમે તમારા બાળકો ની પણ મદદ લઇ શકો છો એમને પણ ખુબ મજા આવશે અને તમારી પણ હેલ્પ થઇ જશે કોઈ નાની પાર્ટી કે પ્રોગ્રામ માં તમે આ Cucumber Sandwich – કુકુમ્બર સેન્ડવીચ નું મિશ્રણ બનાવી તૈયાર કરી રાખી દયો અને સર્વ કરતી વખતે બ્રેડ ની સ્લાઈસ માં લગાવતા જઈ કટકા કરી સર્વ કરી શકો છો.
INGREDIENTS
- ક્રીમ ચીઝ 200 ગ્રામ
- ઓલીવ ઓઈલ 2-3 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- ફુદીના ના પાંદ ઝીણા સુધારેલા 2 ચમચી
- લીલા ધાણા ઝીણા સુધારેલા 3-4 ચમચી
- મીઠું જરૂર મુજબ
- બ્રેડ સ્લાઈસ 10 નંગ
- કાકડી જરૂર મુજબ
Cucumber Sandwich recipe in gujarati
કુકુમ્બર સેન્ડવીચ બનાવવા સૌથી પહેલા લીલા ધાણા સાફ કરી ધોઈ લ્યો અને વધારાનું પાણી નીતારી સાવ ઝીણા સુધારી લ્યો ત્યાર બાદ ફુદીના ના પાંદ ને સાફ કરી ધોઈ પાણી નીતારી ચાકુથી ઝીણા સુધારી લ્યો અને સાથે કાકડી ને છોલી સાફ કરી પાતળી અને ગોળ ગોળ સુધારી તૈયાર કરી લ્યો.
હવે એક તપેલીમાં ક્રીમ ચીઝ લ્યો એમાં ઓલીવ ઓઈલ, ઝીણા સુધારેલા ફુદીના ના પાંદ, ઝીણા સુધારેલા લીલા ધાણા, મરી પાઉડર, લીંબુનો રસ નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો.
હવે એક બ્રેડ ની સ્લાઈસ લ્યો અને એના પર તૈયાર કરેલ ચીઝ નું મિશ્રણ ને એકથી બે ચમચી મૂકી એક સરખી ફેલાવી લ્યો ત્યાર બાદ એના પર કાકડી ના કટકા ગોઠવીને મુકો ,
ત્યાર બાદ બીજી બ્રેડ ની સ્લાઈસ લઇ એના પર પણ ચીઝ નું મિશ્રણ લગાવી લ્યો અને એ સ્લાઈસ ને કાકડી વાળી બ્રેડ પર મૂકી થોડી દબાવી ભેગી કરી લ્યો અને ધારદાર ચાકુથી કાપી લ્યો અને સોસ કે ચટણી સાથે મજા લ્યો. તો તૈયાર છે કુકુમ્બર સેન્ડવીચ.
અહી તમને પસંદ હોય તો ઝીણા સુધારેલા લીલા મરચા પણ મિશ્રણ માં નાખી શકો છો.
અહી તમે જો કાકડી ની સ્લાઈસ ના કરવા માંગતા હો તો કાકડી ને છીણી ચીઝ ના મિશ્રણમાં નાખી મિક્સ કરી ને પણ સેન્ડવીચ બનાવી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Cucumber Sandwich recipe in gujarati
Equipment
- 1 તપેલી
Ingredients
- 200 ગ્રામ ક્રીમ ચીઝ
- 2-3 ચમચી ઓલીવ ઓઈલ
- ½ ચમચી મરી પાઉડર
- 1 ચમચી લીંબુનો રસ
- 2 ચમચી ફુદીના ના પાંદ ઝીણા સુધારેલા
- 3-4 ચમચી લીલા ધાણા ઝીણા સુધારેલા 3-4 ચમચી
- મીઠું જરૂર મુજબ
- 10 બ્રેડ સ્લાઈસ 10 નંગ
- કાકડી જરૂર મુજબ
Instructions
Cucumber Sandwich recipe in gujarati
- કુકુમ્બર સેન્ડવીચ બનાવવા સૌથી પહેલા લીલા ધાણા સાફ કરી ધોઈ લ્યો અને વધારાનું પાણી નીતારી સાવ ઝીણા સુધારી લ્યો ત્યાર બાદ ફુદીના ના પાંદ ને સાફ કરી ધોઈ પાણી નીતારી ચાકુથી ઝીણા સુધારી લ્યો અને સાથે કાકડી ને છોલી સાફ કરી પાતળી અને ગોળ ગોળ સુધારી તૈયાર કરી લ્યો.
- હવે એક તપેલીમાં ક્રીમ ચીઝ લ્યો એમાં ઓલીવ ઓઈલ, ઝીણા સુધારેલા ફુદીના ના પાંદ, ઝીણા સુધારેલા લીલા ધાણા, મરી પાઉડર, લીંબુનો રસ નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો.
- હવે એક બ્રેડ ની સ્લાઈસ લ્યો અને એના પર તૈયાર કરેલ ચીઝ નું મિશ્રણ ને એકથી બે ચમચી મૂકી એક સરખી ફેલાવી લ્યો ત્યાર બાદ એના પર કાકડી ના કટકા ગોઠવીને મુકો ,
- ત્યાર બાદ બીજી બ્રેડ ની સ્લાઈસ લઇ એના પર પણ ચીઝ નું મિશ્રણ લગાવી લ્યો અને એ સ્લાઈસ ને કાકડી વાળી બ્રેડ પર મૂકી થોડી દબાવી ભેગી કરી લ્યો અને ધારદાર ચાકુથી કાપી લ્યો અને સોસ કે ચટણી સાથે મજા લ્યો. તો તૈયાર છે કુકુમ્બર સેન્ડવીચ.
Notes
- અહી તમને પસંદ હોય તો ઝીણા સુધારેલા લીલા મરચા પણ મિશ્રણ માં નાખી શકો છો.
- અહી તમે જો કાકડી ની સ્લાઈસ ના કરવા માંગતા હો તો કાકડી ને છીણી ચીઝ ના મિશ્રણમાં નાખી મિક્સ કરી ને પણ સેન્ડવીચ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Kodo Millet Upma ni rit | કોડો મીલેટ ઉપમા ની રીત
jowar na lot na pizza banavani rit | જુવાર ના લોટ ના પીઝા
bajri na appam recipe in gujarati | બાજરી ના અપ્પમ
litti chokha banavani rit | લીટી ચોખા
juvar na lot na paratha banavani rit | જુવાર ના લોટ ના પરોઠા
