
નમસ્તે મિત્રો આજે આપણે આપણે કંઈક નવી રેસીપી બનાવતા શીખીશું નવી તો છે જ પણ સાથે સાથે આપણી દાદી અને નાની ની પણ યાદ અપાવી દે એવી રેસીપી છે યાદ એટલા માટે કે એમના હાથ ની વાનગી નો જે સ્વાદ હોતો હતો એવો સ્વાદ ક્યાંય ના મળી શકે . અને બધા ના ઘરમાં પણ નાની અને દાદી ના હાથ ની એવી એક સ્પેશિયલ વાનગી તો બધા ને એમના હાથ ની બનેલી યાદ અપાવતી હશે તો ચાલો દાદી નાની સ્પેશિયલ Dudh vari bread – દૂધ વાડી બ્રેડ ની રેસીપી બનાવતા શીખીએ.
INGREDIENTS
- માખણ / બટર 1 ½ ચમચી
- બ્રેડ 2 સ્લાઈસ
- દૂધ 1 કપ
- ખાંડ 3 ચમચી
- કસ્ટર્ડ પાવડર 1 ¼ ચમચી
- દૂધ ¾ કપ
- ટૂટી ફ્રુટી ગાર્નિશ માટે
- ફુદીનો ગાર્નિશ માટે
Dudh vari bread banavani rit
દૂધ વાડી બ્રેડ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર 1 પેન ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં માખણ / બટર 1 ½ ચમચી નાખી અને તેને મેલ્ટ થવા દેશું બટર મેલ્ટ થાય એટલે તેમાં આપણે બ્રેડ ની 2 સ્લાઈસ નાખી સાવ ધીમા તાપે આપણે બ્રેડ ને બને બાજુ થોડી થોડી સેકી લેશું . ધીમા તાપે સેકવાથી આપણી બ્રેડ એકદમ ક્રિસ્પી થશે.
હવે બ્રેડ શેકાઈ ગયા બાદ એજ પેન પર આપણે જે બ્રેડ ની સ્લાઈસ મૂકી હતી તે સ્લાઈસ ને એક ની ઉપર એક બ્રેડ રાખી દેશું અને ત્યાર બાદ એજ પેન માં આપણે બ્રેડ માં 1 કપ દૂધ નાખી દેશું અને ચમચી વડે ઉપર ની સાઇડ ઉપર પણ દૂધ ને ફેલાવી દેશું અને ત્યાર બાદ 15-20 સેકન્ડ માટે આપણે તેને ચડાવી લેશું.
ત્યાર પછી એક બાઉલ લેશું તેમાં થોડું દૂધ અલગ લેશું અને તેમાં આપણે કસ્ટર્ડ પાવડર 1 ¼ ચમચી નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું જેથી તેમાં ગાંઠા ના રઈ જાય . હવે 15-20 સેકન્ડ માં આપણી બ્રેડ દૂધ માં પલળી ગયા બાદ આપણી બ્રેડ સારી એવી ફૂલી ગઈ છે પણ ફાટી નથી . હવે એજ પેન માં આપણે તૈયાર કરેલું કસ્ટર્ડ પાવડર વાળુ દૂધ નાખી દેશું.
હવે કસ્ટર્ડ પાવડર વાળુ દૂધ નાખી દીધા બાદ ગેસ ને આપણે મિડયમ તાપ કરી દેશું જેથી આપણું દૂધ થોડું ઘાટું થઈ જશે અને તેનાથી આપણા આ દૂધ માં રબડી જેવો ટેક્સ્ટચર આવી જશે . દૂધ ઘાટું થઈ જાય એટલે ગેસ બંધ કરી દેશું.
હવે બ્રેડ ઉપર આપણે ટૂટી ફ્રુટી ચારે બાજુ અને ત્યાર બાદ બાજુ બદામ ની કતરણ / પિસ્તા ની કતરણ નાખી ગાર્નિસ માટે ઉપર થી 2-3 પાંદ ફુદીના ના નાખી અને ગાર્નિસ કરી દેશું.
તો તૈયાર છે આપણી દાદી અને નાની ની દૂધ વાડી બ્રેડ જેને પ્લેટ માં કાઢી અને સર્વ કરીશું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
દૂધ વાડી બ્રેડ બનાવવાની રીત

Dudh vari bread banavani rit
Equipment
- 1 પેન
- 1 બાઉલ
Ingredients
- 1 ½ ચમચી માખણ / બટર
- 2 સ્લાઈસ બ્રેડ
- 1 કપ દૂધ
- 3 ચમચી ખાંડ
- 1¼ ચમચી કસ્ટર્ડ પાવડર
- ¾ કપ દૂધ
- ટૂટી ફ્રુટી ગાર્નિશ માટે
- ફુદીનો ગાર્નિશ માટે
Instructions
Dudh vari bread banavani rit
- દૂધ વાડી બ્રેડ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર 1 પેન ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં માખણ / બટર 1 ½ ચમચી નાખી અને તેને મેલ્ટ થવા દેશું બટર મેલ્ટ થાય એટલે તેમાં આપણે બ્રેડ ની 2 સ્લાઈસ નાખી સાવ ધીમા તાપે આપણે બ્રેડ ને બને બાજુ થોડી થોડી સેકી લેશું . ધીમા તાપે સેકવાથી આપણી બ્રેડ એકદમ ક્રિસ્પી થશે.
- હવે બ્રેડ શેકાઈ ગયા બાદ એજ પેન પર આપણે જે બ્રેડ ની સ્લાઈસ મૂકી હતી તે સ્લાઈસ ને એક ની ઉપર એક બ્રેડ રાખી દેશું અને ત્યાર બાદ એજ પેન માં આપણે બ્રેડ માં 1 કપ દૂધ નાખી દેશું અને ચમચી વડે ઉપર ની સાઇડ ઉપર પણ દૂધ ને ફેલાવી દેશું અને ત્યાર બાદ 15-20 સેકન્ડ માટે આપણે તેને ચડાવી લેશું.
- ત્યાર પછી એક બાઉલ લેશું તેમાં થોડું દૂધ અલગ લેશું અને તેમાં આપણે કસ્ટર્ડ પાવડર 1 ¼ ચમચી નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું જેથી તેમાં ગાંઠા ના રઈ જાય . હવે 15-20 સેકન્ડ માં આપણી બ્રેડ દૂધ માં પલળી ગયા બાદ આપણી બ્રેડ સારી એવી ફૂલી ગઈ છે પણ ફાટી નથી . હવે એજ પેન માં આપણે તૈયાર કરેલું કસ્ટર્ડ પાવડર વાળુ દૂધ નાખી દેશું.
- હવે કસ્ટર્ડ પાવડર વાળુ દૂધ નાખી દીધા બાદ ગેસ ને આપણે મિડયમ તાપ કરી દેશું જેથી આપણું દૂધ થોડું ઘાટું થઈ જશે અને તેનાથી આપણા આ દૂધ માં રબડી જેવો ટેક્સ્ટચર આવી જશે . દૂધ ઘાટું થઈ જાય એટલે ગેસ બંધ કરી દેશું.
- હવે બ્રેડ ઉપર આપણે ટૂટી ફ્રુટી ચારે બાજુ અને ત્યાર બાદ બાજુ બદામ ની કતરણ / પિસ્તા ની કતરણ નાખી ગાર્નિસ માટે ઉપર થી 2-3 પાંદ ફુદીના ના નાખી અને ગાર્નિસ કરી દેશું.
- તો તૈયાર છે આપણી દાદી અને નાની ની દૂધ વાડી બ્રેડ જેને પ્લેટ માં કાઢી અને સર્વ કરીશું.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Caramel Sauce banavani recipe | કેરેમલ સોસ બનાવવાની રેસીપી
Pineapple shiro banavani rit | પાયનેપલ શીરો બનાવવાની રીત
chocolate barfi banavani rit | ચોકલેટ બરફી બનાવવાની રીત
sing ni barfi banavani rit | સિંગ ની બરફી બનાવવાની રીત
sweet appam banavani rit | સ્વીટ અપ્પમ બનાવવાની રીત