વ્રત ઉપવાસ હોય ત્યારે એક ની એક વાનગીઓ ખાઈ કંટાળી જઈએ ત્યારે કઈક હેલ્થી અને ટેસ્ટી ખાવાનું મન હોય તો આ નાનખટાઈ બનાવી ડબ્બો ભરી લ્યો અને જ્યારે હલકી ફૂલકી ભૂખ લાગે ત્યારે એક બે પીસ ખાઈ ઉપર દૂધ કે પાણી પી પેટ ભરી શકો છો. તો ચાલો Farali Nankhatai – ફરાળી નાનખટાઈ બનાવવાની રીત શીખીએ
INGREDIENTS
- રાજગરા નો લોટ ½ કપ
- સીંગદાણા 1 કપ
- ખાંડ ¾ કપ
- સૂકા નારિયળ નું છીણ ½ કપ
- ઘી ½ કપ
- એલચી દાણા / એલચી પાઉડર ½ ચમચી
- કાજુ / પિસ્તા ના કટકા જરૂર મુજબ
Farali Nankhatai banavani rit
ફરાળી નાનખટાઈ બનાવવા સૌથી પહેલા સીંગદાણા ને કડાઈમાં નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો. સીંગદાણા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો અને સીંગદાણા ઠંડા થાય એટલે હાથ થી મસળી ફોતરા અલગ કરી સીંગદાણા સાફ કરી લ્યો
સાફ કરેલ સીંગદાણા ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી પાઉડર બનાવી લ્યો અને પાઉડર ને એક વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ મિક્સર જાર માં ખાંડ નાખી એનો પણ પાઉડર બનાવી લ્યો અને એને પણ એક વાસણમાં કાઢી લ્યો. હવે એક વાટકા માં સૂકા નારિયળ નું છીણ, ઘી વગેરે તૈયાર કરી લ્યો.
બધી સામગ્રી તૈયાર થઈ જાય એટલે એક મોટા વાસણમાં ઘી લ્યો એમાં પીસેલી ખાંડ નાખી વ્હિસ્પર થી મિક્સ કરો.ખાંડ અને ઘી નો રંગ સફેદ થાય ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણ સફેદ થવા લાગે એટલે એમાં સૂકા નારિયળ નું છીણ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડો થોડો સીંગદાણા નો ભૂકો નાખતા જઈ મિક્સ કરો.
હવે એમાં ચાળી ને રાજગરાનો લોટ અને એલચી ના દાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો. બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લીધા બાદ જે સાઇઝ ની નાનખટાઈ બનાવવા ની હોય એ સાઇઝ ના એક સરખા લુવા બનાવી લ્યો. હવે એક એલ્યુમિનિયમ ની પ્લેટ લઈ એને ઘી થી ગ્રીસ કરી લ્યો અથવા બટર પેપર મૂકો.
હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં થોડું મીઠું / રેતી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ધીમા તાપે પંદર મિનિટ ગરમ કરવા મૂકો. કડાઈ ગરમ થાય ત્યાં સુંધી તૈયાર મિશ્રણ માંથી બનાવેલ લુવા ને બને હથેળી વચ્ચે ગોળ કરી થોડા દબાવી ચપટી કરી પ્લેટ માં મૂકી એના પર કાજુ કે પિસ્તા મૂકી થોડું દબાવી થોડા થોડા દૂર મૂકતા જાઓ. આમ એક વખત માં જેટલી સમાય એટલી નાનખટાઈ મૂકો.
કડાઈ પ્રી હિટ થઈ જાય એટલે એમાં પ્લેટ મૂકી ઢાંકી ને ધીમા તાપે પંદર વીસ મિનિટ બેક કરી લ્યો. વીસ મિનિટ પછી નાનખટાઈ નો રંગ થોડો બ્રાઉન થાય એટલે પ્લેટ બહાર કાઢી બીજી પ્લેટ મૂકી બેક કરવા મૂકો. બહાર કાઢેલી પ્લેટ ને ઠંડી થાય ત્યાર બાદ એમાંથી નાનખટાઈ ને અલગ કરી લ્યો. આમ બધી નાનખટાઈ બનાવી લ્યો અને ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે ફરાળી નાનખટાઈ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી નાનખટાઈ બનાવવાની રીત

Farali Nankhatai banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 બટર પેપર
- 1 પ્લેટ
- 1 મિક્સર
Ingredients
- ½ કપ રાજગરા નો લોટ
- 1 કપ સીંગદાણા
- ¾ કપ ખાંડ
- ½ કપ સૂકા નારિયળ નું છીણ
- ½ કપ ઘી
- ½ ચમચી એલચી દાણા / એલચી પાઉડર
- કાજુ / પિસ્તા ના કટકા જરૂર મુજબ
Instructions
Farali Nankhatai banavani rit
- ફરાળી નાનખટાઈ બનાવવા સૌથી પહેલા સીંગદાણા ને કડાઈમાં નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો. સીંગદાણા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો અને સીંગદાણા ઠંડા થાય એટલે હાથ થી મસળી ફોતરા અલગ કરી સીંગદાણા સાફ કરી લ્યો
- સાફ કરેલ સીંગદાણા ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી પાઉડર બનાવી લ્યો અને પાઉડર ને એક વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ મિક્સર જાર માં ખાંડ નાખી એનો પણ પાઉડર બનાવી લ્યો અને એને પણ એક વાસણમાં કાઢી લ્યો. હવે એક વાટકા માં સૂકા નારિયળ નું છીણ, ઘી વગેરે તૈયાર કરી લ્યો.
- બધી સામગ્રી તૈયાર થઈ જાય એટલે એક મોટા વાસણમાં ઘી લ્યો એમાં પીસેલી ખાંડ નાખી વ્હિસ્પર થી મિક્સ કરો.ખાંડ અને ઘી નો રંગ સફેદ થાય ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણ સફેદ થવા લાગે એટલે એમાં સૂકા નારિયળ નું છીણ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડો થોડો સીંગદાણા નો ભૂકો નાખતા જઈ મિક્સ કરો.
- હવે એમાં ચાળી ને રાજગરાનો લોટ અને એલચી ના દાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો. બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લીધા બાદ જે સાઇઝ ની નાનખટાઈ બનાવવા ની હોય એ સાઇઝ ના એક સરખા લુવા બનાવી લ્યો. હવે એક એલ્યુમિનિયમ ની પ્લેટ લઈ એને ઘી થી ગ્રીસ કરી લ્યો અથવા બટર પેપર મૂકો.
- હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં થોડું મીઠું / રેતી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ધીમા તાપે પંદર મિનિટ ગરમ કરવા મૂકો. કડાઈ ગરમ થાય ત્યાં સુંધી તૈયાર મિશ્રણ માંથી બનાવેલ લુવા ને બને હથેળી વચ્ચે ગોળ કરી થોડા દબાવી ચપટી કરી પ્લેટ માં મૂકી એના પર કાજુ કે પિસ્તા મૂકી થોડું દબાવી થોડા થોડા દૂર મૂકતા જાઓ. આમ એક વખત માં જેટલી સમાય એટલી નાનખટાઈ મૂકો.
- કડાઈ પ્રી હિટ થઈ જાય એટલે એમાં પ્લેટ મૂકી ઢાંકી ને ધીમા તાપે પંદર વીસ મિનિટ બેક કરી લ્યો. વીસ મિનિટ પછી નાનખટાઈ નો રંગ થોડો બ્રાઉન થાય એટલે પ્લેટ બહાર કાઢી બીજી પ્લેટ મૂકી બેક કરવા મૂકો. બહાર કાઢેલી પ્લેટ ને ઠંડી થાય ત્યાર બાદ એમાંથી નાનખટાઈ ને અલગ કરી લ્યો. આમ બધી નાનખટાઈ બનાવી લ્યો અને ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે ફરાળી નાનખટાઈ.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Kashmiri Shufta banavani rit | કાશ્મીરી શુફ્ટા બનાવવાની રીત
Farali appam banavani rit | ફરાળી અપ્પમ
farali aloo tikki | ફરાળી આલું ટીક્કી
Farali sandwich banavani rit | ફરાળી સેન્ડવિચ