ગુજરાતીઓ આ મગની દાળ ને છડીયા દાળ તરીકે પણ ઓળખે છે. જે ખુબ ઓછી સામગ્રી સાથે તૈયાર થાય છે જે શાક તમે રોટલી સાથે સર્વ કરી શકો છો પ્રોટીન થી ભરપુર એવી આ દાળ નું શાક દરેક ગુજરાતીના ઘરે બનતું હોય છે જયારે કોઈ શાક ના હોય અથવા કોઈ શાક ના સુજે ત્યારે આ દાળ નું શાક બનાવી શકો છો. તો ચાલો Fotra vagar ni magdaal nu shaak – ફોતરા વગરની મગદાળ નું શાક બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ફોતરા વગરની મગદાળ 1 કપ
- તેલ 2-3 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠા લીમડાના પાંદ 5-7
- લીલા મરચા સુધારેલા 1-2
- આદુપેસ્ટ ½ ચમચી
- સુકા લાલ મરચા 1
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણાસુધારેલા 5-7 ચમચી
- પાણી જરૂર મુજબ
Fotra vagar ni magdaal nu shaak ni recipe
ફોતરા વગરની મગદાળ નું શાક બનાવવા સૌથી પહેલા ફોતરા વગરની મગદાળ ની દાળ ને ત્રણ ચાર પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધાથી એક કલાક પલાળી મુકો. કલાક સુંધી દાળ પલાળી લીધા બાદ દાળ નું પાણી નીતારી લઇ એક બાજુ મુકો. હવે ગેસ પર કુકરમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો રાઈ જીરું તતડી જાય એટલે એમાં સુકા લાલ મરચા, હિંગ, મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એમાં આદુની પેસ્ટ નાખી શેકી લ્યો પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં પલાળેલી દાળ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ચાર મિનીટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનોપાઉડર, ધાણા જીરું પાઉડર, અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મસાલા ને બેમિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળવા દયો.
પાણી ઉકાળે એટલે કુકર નું ઢાકણ બંધ કરી બે સીટી વગાડી લ્યો અને બે સીટી પછી ગેસ બંધ કરી નાખો. ગેસ બંધ કરી નાખ્યા પછી કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નુકડી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી શાક ને હલાવી લ્યો ત્યાર બાદ લીલા ધાણાસુધારેલા નાખી મિક્સ કરી સર્વ કરો. તો તૈયાર છે ફોતરા વગરની મગદાળ નું શાક.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફોતરા વગરની મગદાળ નું શાક ની રેસીપી

Fotra vagar ni magdaal nu shaak ni recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 કપ ફોતરા વગરની મગદાળ
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ચમચી હિંગ
- 5-7 મીઠા લીમડાના પાંદ
- 1-2 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુપેસ્ટ
- 1 સુકા લાલ મરચા
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- 5-7 ચમચી લીલા ધાણાસુધારેલા
- પાણી જરૂર મુજબ
Instructions
Fotra vagar ni magdaal nu shaak ni recipe
- ફોતરા વગરની મગદાળ નું શાક બનાવવા સૌથી પહેલા ફોતરા વગરની મગદાળ ની દાળ ને ત્રણ ચાર પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધાથી એક કલાક પલાળી મુકો. કલાક સુંધી દાળ પલાળી લીધા બાદ દાળ નું પાણી નીતારી લઇ એક બાજુ મુકો. હવે ગેસ પર કુકરમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો રાઈ જીરું તતડી જાય એટલે એમાં સુકા લાલ મરચા, હિંગ, મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ એમાં આદુની પેસ્ટ નાખી શેકી લ્યો પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં પલાળેલી દાળ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ચાર મિનીટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનોપાઉડર, ધાણા જીરું પાઉડર, અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મસાલા ને બેમિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળવા દયો.
- પાણી ઉકાળે એટલે કુકર નું ઢાકણ બંધ કરી બે સીટી વગાડી લ્યો અને બે સીટી પછી ગેસ બંધ કરી નાખો. ગેસ બંધ કરી નાખ્યા પછી કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નુકડી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી શાક ને હલાવી લ્યો ત્યાર બાદ લીલા ધાણાસુધારેલા નાખી મિક્સ કરી સર્વ કરો. તો તૈયાર છે ફોતરા વગરની મગદાળ નું શાક
Notes
- અહી તમે ખટાસ માટે લીંબુનો રસ અથવા આમચૂર પાઉડર નાખશો તો શાક નો સ્વાદ વધુ સારો લાગશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Pav batata banavani rit | પાઉં બટાકા બનાવવાની રીત
Ghau no mukhvas banavani rit | ઘઉં નો મુખવાસ
Bharelo bajra no rotlo banavani rit | ભરેલો બાજરા નો રોટલો
Tameta varo thecho | ટમેટા વાળો ઠેંચો
Mag nu khatu recipe | મગ નું ખાટું