Home Drinks Gond katira shake banavani recipe | ગોંદ કતિરા શેક બનાવવાની રેસીપી

Gond katira shake banavani recipe | ગોંદ કતિરા શેક બનાવવાની રેસીપી

Gond katira shake banavani recipe | ગોંદ કતિરા શેક બનાવવાની રેસીપી
Image credit – Youtube/Rita Arora Recipes

આપણે ઉનાળા માં પીવાય એવું મસ્ત ઠંડુ ઠંડું 3 નવીજ રીત ના શેક બનાવીશું . જે ગરમી ની સીઝન માં એક દમ સ્વાથ્ય માટે સારુ અને અને ઠંડક આપે એવું ડ્રીંક છે અને સાવ સરળ રીત થી ઘરમાં પણ બની જાય છે તો ચાલો આ નવીજ રીત નું ડ્રીંક Gond katira shake – ગોંદ કતિરા શેક બનાવતા શીખીએ.

બદામ શરબત માટેની સામગ્રી :-

  • પલાળેલી બદામ 20
  • ખસખસ 1 ચમચી
  • ચપટીભર કેસર
  • દૂધ 1.5 કપ અથવા જરૂર મુજબ
  • દેશી ખાંડ 2 ચમચી
  • એલચી પાવડર ¼ ચમચી
  • ગોંદ કતિરા પલાળેલી 4 ચમચી

ગુલાબ શરબત માટેની સામગ્રી :-

  • ગુલાબ શરબત 3 ચમચી
  • ગુલાબની પાંખડીઓ 1 ચમચી ( ઓપ્શનલ )
  • પલાળેલી ગોંદ કતિરા 4 ચમચી
  • દૂધ 1.5 કપ
  • પલાળેલા સબ્જા સીડ્સ 2 ચમચી

મસાલા છાશ બનાવવા માટે ની સામગ્રી :-

  • દહીં ½ કપ
  • ઠંડુ પાણી 1 કપ
  • ગોંદ કતિરા 3 ચમચી
  • ફુદીનાના પાન 7- 8 નંગ
  • સ્વાદ મુજબ કાળું મીઠું
  • શેકેલું જીરું પાવડર 1 ચમચી

Gond katira shake banavani recipe

ગોંદ કતિરા શેક બનાવવા માટે સૌ પ્રથમ આપણે બદામ વાળું સરબત તૈયાર કરીશું જેના માટે આપણે એક બાઉલ લેશું અને તેમાં 1 ચમચી ગોંદ કતિરા નાખી અને 2 કપ જેવું પાણી નાખી અને 4-5 કલાક માટે ગોંદ કતિરા ને પલળવા દેશું અને ત્યાર બાદ બીજો એક બાઉલ લેશું અને તેમાં 1 ચમચી તકમારિયા નાખી અને ½ કપ પાણી નાખી તેને પણ 15-20 મિનિટ જેવું પલળવા દેશું . ફરીથી એક બાઉલ લેશું તેમાં 1 ચપટી કેસર નાખશું અને તેમાં થોડું ગરમ પાણી નાખી અને તેને પણ 1 કલાક જેવું રેવા દેશું . ત્યાર બાદ બીજા બાઉલ માં 20 જેવી બદામ લઈ અને તેમાં પાણી નાખી અને બદામ ને પણ 5-7 કલાક જેવું પલળવા દેશું . આ બધી વસ્તુ ને તમે રાતે પલળવા રાખી દેવી જેથી બીજા દિવસે આપણે આમાંથી ડ્રીંક તૈયાર કરી શકીએ .

હવે આપણે પેલે બદામ શેક ની તૈયારી કરીશું તેના માટે મિક્ષ્ચર જાર લેશું અને તેમાં પલાળેલી બદામ , ખસખસ 1 ચમચી , થોડું કેસર વાળુ પાણી નાખી અને પીસી લેશું ત્યાર બાદ ફરીથી ઢાંકણ ખોલી અને તેમાં ¼ કપ ઠંડું દૂધ નાખી અને ફરીથી બધું પીસી લેશું . હવે ફરીથી એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં 1.5 કપ દૂધ , અને 1 ચમચી દેશી ખાંડ , અને આપણે તૈયાર કરેલી બદામ વાડી પેસ્ટ 4 ચમચી , કેસર વાળુ પાણી થોડું , એલચી પાવડર ¼ ચમચી , ગોંદ કતિરા 4 ચમચી અને થોડા બરફ ના કટકા નાખી અને બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું .

તો તૈયાર છે આપણું બદામ નું સરબત જેને સર્વિંગ ગ્લાસ માં નાખી અને ઉપર થી બદામ ની કતરણ અને 1-2 કેસર નાખી અને સર્વ કરીશું .

ત્યાર બાદ હવે ગુલાબ નો સરબત બનાવીશું જેના માટે આપણે એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં 2-3 ચમચી ગુલાબ નો સીરપ , ગુલાબ ની પાંદડી થોડી , દૂધ 1.5 કપ , ગોંદ કતિરા 4 ચમચી , બરફ ના ટુકડા નાખી અને બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું . ગુલાબ ની પાંદડી નાખવું ઓપ્શનલ છે પણ જો તમે નાખશો તો આપણા સરબત નો ટેક્સચર સારો આવે છે .

તો તૈયાર છે આપણો ગુલાબ નો સરબત તેમાં 1 ચમચી સબ્જા સીડ્સ અને ગુલાબ નો શેક નાખી અને થોડી ગુલાબ ની પાંદડી નાખી અને ગાર્નિસ કરીશું .

હવે આપણે મસાલા છાશ બનાવીશું તેના માટે આપણે મિક્ષ્ચર જાર લેશું તેમાં ½ કપ દહીં , 1 કપ એકદમ ઠંડુ પાણી , ગોંદ કતિરા 2 ચમચી , 7-8 ફુદીના ના પાંદ , સંચળ પાવડર 1 નાની ચમચી , 1 નાની ચમચી શેકેલું જીરું , 3-4 ટુકડા લીલા મરચાં ( ઓપ્શનલ ) 5-6 બરફ ના ટુકડા નાખી અને બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું .

તો તૈયાર છે આપણી મસાલા છાશ જેને આપણે સર્વિંગ ગ્લાસ માં લઈ અને સર્વ કરીશું ઉપર થી ગાર્નિસ માટે ફુદીના ના પાંદ નાખી દેશું .

તો તૈયાર છે આપણું 3 અલગ જ રીત નું શેક જેને મસ્ત ઠંડુ ઠંડું સર્વ કરીશું.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગોંદ કતિરા શેક બનાવવાની રેસીપી

Gond katira shake - ગોંદ કતિરા શેક

Gond katira shake banavani recipe

આપણે ઉનાળા માં પીવાય એવું મસ્ત ઠંડુ ઠંડું 3 નવીજ રીત ના શેક બનાવીશું . જે ગરમી ની સીઝન માં એક દમસ્વાથ્ય માટે સારુ અને અને ઠંડક આપે એવું ડ્રીંક છે અને સાવ સરળ રીત થી ઘરમાં પણ બનીજાય છે તો ચાલો આ નવીજ રીત નું ડ્રીંક Gond katira shake – ગોંદ કતિરા શેક બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 15 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 35 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્ષ્ચર જાર
  • 1 સર્વિંગ ગ્લાસ
  • 1 બાઉલ

Ingredients

બદામ શરબત માટેની સામગ્રી :-

  • 20 પલાળેલી બદામ
  • 1 ચમચી ખસખસ
  • ચપટીભર કેસર
  • 1.5 કપ દૂધ અથવા જરૂર મુજબ
  • 2 ચમચી દેશી ખાંડ
  • ¼ ચમચી એલચી પાવડર
  • 4 ચમચી ગોંદ કતિરા પલાળેલી

ગુલાબ શરબત માટેની સામગ્રી :-

  • 3 ચમચી ગુલાબ શરબત 3 ચમચી
  • 1 ચમચી ગુલાબની પાંખડીઓ 1 ચમચી ઓપ્શનલ
  • 4 ચમચી પલાળેલી ગોંદ કતિરા 4 ચમચી
  • 1.5 કપ દૂધ
  • 2 ચમચી પલાળેલા સબ્જા સીડ્સ

મસાલા છાશ બનાવવા માટે ની સામગ્રી :-

  • ½ કપ દહીં
  • 1 કપ ઠંડુ પાણી
  • 3 ચમચી ગોંદ કતિરા
  • 7- 8 નંગ ફુદીનાના પાન
  • સ્વાદ મુજબ કાળું મીઠું
  • 1 ચમચી શેકેલું જીરું પાવડર

Instructions

Gond katira shake banavani recipe

  • ગોંદ કતિરા શેક બનાવવા માટે સૌ પ્રથમ આપણે બદામ વાળું સરબત તૈયાર કરીશું જેના માટે આપણે એક બાઉલ લેશું અને તેમાં 1 ચમચી ગોંદ કતિરા નાખી અને 2 કપ જેવું પાણી નાખી અને 4-5 કલાક માટે ગોંદ કતિરા ને પલળવા દેશું અને ત્યાર બાદ બીજો એક બાઉલ લેશું અને તેમાં 1 ચમચી તકમારિયા નાખી અને ½ કપ પાણી નાખી તેને પણ 15-20 મિનિટ જેવું પલળવા દેશું . ફરીથી એક બાઉલ લેશું તેમાં 1 ચપટી કેસર નાખશું અને તેમાં થોડું ગરમ પાણી નાખી અને તેને પણ 1 કલાક જેવું રેવા દેશું . ત્યાર બાદ બીજા બાઉલ માં 20 જેવી બદામ લઈ અને તેમાં પાણી નાખી અને બદામ ને પણ 5-7 કલાક જેવું પલળવા દેશું . આ બધી વસ્તુ ને તમે રાતે પલળવા રાખી દેવી જેથી બીજા દિવસે આપણે આમાંથી ડ્રીંક તૈયાર કરી શકીએ .
  • હવે આપણે પેલે બદામ શેક ની તૈયારી કરીશું તેના માટે મિક્ષ્ચર જાર લેશું અને તેમાં પલાળેલી બદામ , ખસખસ 1 ચમચી , થોડું કેસર વાળુ પાણી નાખી અને પીસી લેશું ત્યાર બાદ ફરીથી ઢાંકણ ખોલી અને તેમાં ¼ કપ ઠંડું દૂધ નાખી અને ફરીથી બધું પીસી લેશું . હવે ફરીથી એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં 1.5 કપ દૂધ , અને 1 ચમચી દેશી ખાંડ , અને આપણે તૈયાર કરેલી બદામ વાડી પેસ્ટ 4 ચમચી , કેસર વાળુ પાણી થોડું , એલચી પાવડર ¼ ચમચી , ગોંદ કતિરા 4 ચમચી અને થોડા બરફ ના કટકા નાખી અને બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું .
  • તો તૈયાર છે આપણું બદામ નું સરબત જેને સર્વિંગ ગ્લાસ માં નાખી અને ઉપર થી બદામ ની કતરણ અને 1-2 કેસર નાખી અને સર્વ કરીશું .
  • ત્યાર બાદ હવે ગુલાબ નો સરબત બનાવીશું જેના માટે આપણે એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં 2-3 ચમચી ગુલાબ નો સીરપ , ગુલાબ ની પાંદડી થોડી , દૂધ 1.5 કપ , ગોંદ કતિરા 4 ચમચી , બરફ ના ટુકડા નાખી અને બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું . ગુલાબ ની પાંદડી નાખવું ઓપ્શનલ છે પણ જો તમે નાખશો તો આપણા સરબત નો ટેક્સચર સારો આવે છે .
  • તો તૈયાર છે આપણો ગુલાબ નો સરબત તેમાં 1 ચમચી સબ્જા સીડ્સ અને ગુલાબ નો શેક નાખી અને થોડી ગુલાબ ની પાંદડી નાખી અને ગાર્નિસ કરીશું .
  • હવે આપણે મસાલા છાશ બનાવીશું તેના માટે આપણે મિક્ષ્ચર જાર લેશું તેમાં ½ કપ દહીં , 1 કપ એકદમ ઠંડુ પાણી , ગોંદ કતિરા 2 ચમચી , 7-8 ફુદીના ના પાંદ , સંચળ પાવડર 1 નાની ચમચી , 1 નાની ચમચી શેકેલું જીરું , 3-4 ટુકડા લીલા મરચાં ( ઓપ્શનલ ) 5-6 બરફ ના ટુકડા નાખી અને બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું .
  • તો તૈયાર છે આપણી મસાલા છાશ જેને આપણે સર્વિંગ ગ્લાસ માં લઈ અને સર્વ કરીશું ઉપર થી ગાર્નિસ માટે ફુદીના ના પાંદ નાખી દેશું .
  • તો તૈયાર છે આપણું 3 અલગ જ રીત નું શેક જેને મસ્ત ઠંડુ ઠંડું સર્વ કરીશું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here