આ Healthy mukhvas – હેલ્થી મુખવાસ મોઢાના સ્વાદ ને તો સારો કરે છે સાથે ત્વચા, વાળ,પાચન માટે પણ ફાયદાકારક છે. બજાર માં મળતી અલગ અલગ દવાઓં નો ઉપયોગ કરવા કરતા ઘરે આ મુખવાસ બનાવી લ્યો અને મોઢા ની સાથે ત્વચા અને વાળ ને પણ હેલ્થી બનાવો. એટલે એક સાથે બે કામ થઇ જશે. અને જે લોકો આ બધી સામગ્રી માંથી બનાવેલી મીઠી નથી ખાઈ શકતા એ આ મુખવાસ ખાઈ શકે છે.
INGREDIENTS
- પમ્કીન બીજ / કોળા ના બીજ ¼ કપ
- સુરજમુખી ના બીજ ¼ કપ
- સફેદ તલ ¼ કપ
- કાળા તલ ¼ કપ
- વરિયાળી ¼ કપ
- સુકી ખારેક ના કટકા ¼ કપ
- સુકા નારિયળ ના કટકા ¼ કપ
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 2-4 ચમચી
Healthy mukhvas banavani recipe
હેલ્થી મુખવાસ બનાવવા સૌથી પહેલા પમ્કીન બીજ / કોળા ના બીજ, સુરજમુખી ના બીજ, સફેદ તલ, કાળા તલ, વરિયાળી ને સાફ કરી કથરોટ માં નાખતા જાઓ ત્યાર બાદ એક વાટકામાં બે ચાર ચમચી પાણી લઇ એમાં સ્વાદ મુજ મીઠું અને હળદર નાખી મિક્સ કરી તૈયાર મિશ્રણ નેમુખવાસ માટેની સામગ્રી પર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ પંખા નીચે અથવા તડકામાં એક થી બે કલાક ફેલાવી ને સુકવી લ્યો. એ સુકાય ત્યાં સુંધી સુકી ખારેક ના બીજ અલગ કરી નાના નાના ટુકડા કરી લ્યો અને સુકા નારિયલ ની પણ પાતળી અને નાની સ્લાઈસ કરી લ્યો.
સુકાવા મુકેલ સામગ્રી બિલકુલ સુકાઈ જાય એટલે ગેસ પર એક કડાઈમાં નાખો અને મીડીયમ તાપે હલાવતા રહી શેકો. હલાવતા રહેવાથી બધી સામગ્રી એક સરખી શેકીને ક્રિસ્પી બનશે જે ખાવા ની પણ સારી લાગશે.
બધા જ બીજ બરોબર શેકાઈ ગોલ્ડન થવા લાગે એટલે ગે બંધ કરી શેકેલ સામગ્રી ને બીજા વાસણમાં કાઢી ઠંડી થવા દયો. સામગ્રી ઠંડી થાય એટલે ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં સુધારી રાખેલ સુકી ખારેક અને સુકા નારીયેળની કતરણ નાખી મિક્ક્ષ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બા માં ભરી મજા ની સાથે હેલ્થ બનાવો. તો તૈયાર છે હેલ્થી મુખવાસ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
હેલ્થી મુખવાસ બનાવવાની રેસીપી

Healthy mukhvas banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- ¼ કપ પમ્કીન બીજ / કોળા ના બીજ
- ¼ કપ સુરજમુખી ના બીજ
- ¼ કપ સફેદ તલ
- ¼ કપ કાળા તલ
- ¼ કપ વરિયાળી
- ¼ કપ સુકી ખારેક ના કટકા
- ¼ કપ સુકા નારિયળ ના કટકા
- ½ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- 2-4 ચમચી પાણી
Instructions
Healthy mukhvas banavani recipe
- હેલ્થી મુખવાસ બનાવવા સૌથી પહેલા પમ્કીન બીજ / કોળા ના બીજ, સુરજમુખી ના બીજ, સફેદ તલ, કાળા તલ, વરિયાળી ને સાફ કરી કથરોટ માં નાખતા જાઓ ત્યાર બાદ એક વાટકામાં બે ચાર ચમચી પાણી લઇ એમાં સ્વાદ મુજ મીઠું અને હળદર નાખી મિક્સ કરી તૈયાર મિશ્રણ નેમુખવાસ માટેની સામગ્રી પર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ પંખા નીચે અથવા તડકામાં એક થી બે કલાક ફેલાવી ને સુકવી લ્યો. એ સુકાય ત્યાં સુંધી સુકી ખારેક ના બીજ અલગ કરી નાના નાના ટુકડા કરી લ્યો અને સુકા નારિયલ ની પણ પાતળી અને નાની સ્લાઈસ કરી લ્યો.
- સુકાવા મુકેલ સામગ્રી બિલકુલ સુકાઈ જાય એટલે ગેસ પર એક કડાઈમાં નાખો અને મીડીયમ તાપે હલાવતા રહી શેકો. હલાવતા રહેવાથી બધી સામગ્રી એક સરખી શેકીને ક્રિસ્પી બનશે જે ખાવા ની પણ સારી લાગશે.
- બધા જ બીજ બરોબર શેકાઈ ગોલ્ડન થવા લાગે એટલે ગે બંધ કરી શેકેલ સામગ્રી ને બીજા વાસણમાં કાઢી ઠંડી થવા દયો. સામગ્રી ઠંડી થાય એટલે ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં સુધારી રાખેલ સુકી ખારેક અને સુકા નારીયેળની કતરણ નાખી મિક્ક્ષ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બા માં ભરી મજા ની સાથે હેલ્થ બનાવો. તો તૈયાર છે હેલ્થી મુખવાસ.
Notes
- અહી તમે બીજા તમારી પસંદ ની અડસી ના બીજ, મગતરી ના બીજ, વગેરે પણ નાખી શકો છો.
- જો હાઈ બીપી રહેતી હોય તો મીઠા વગર પણ આ મુખવાસ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Fotra vagar ni magdaal nu shaak | ફોતરા વગરની મગદાળ નું શાક ની રેસીપી
Tindoda bhaat banavani recipe | ટીંડોડા ભાત
Makai na lot ni puri banavani recipe | મકાઈ ના લોટની પૂરી
Lila vatana nu athanu banavani recipe | લીલા વટાણા નું અથાણું
Restaurant style palak paneer nu shaak | રેસ્ટોરેન્ટ સ્ટાઈલ પાલક પનીર નું શાક