જે લોકો બટાકા નથી ખાતા એમના માટે આજ અમે લાવીયા છીએ કેળાની ભુજીયા. જે આલું ભુજીયા જેટલીજ ટેસ્ટી લાગશે અને મોઢાના સ્વાદ ને પણ સારો કરશે. આ ભુજીયા બનાવી ખુબ સરળ છે અને ખુબ ઓછી સામગ્રીથી બનીને તૈયાર થઇ જશે તો ચાલો Kacha kela na namkin bhujiya sev – કાચા કેળા ના નમકીન ભુજીયા સેવ બનવાની રીત શીખીએ.
INGREDIENTS
- બાફેલા કેળા 2
- બેસન 2 કપ
- કોર્ન ફ્લોર 1-2 ચમચી
- સંચળ ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- હળદર ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- લીલા મરચા 2-3
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Kacha kela na namkin bhujiya sev ni recipe
કાચા કેળા ના નમકીન ભુજીયા સેવ બનાવવા સૌથી પહેલા કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મુકો પાણી ગરમ થાય એટલે એમાં કેળા ને છાલ સાથે જ ધોઈ કડાઈમાં મૂકી ઢાંકી પંદરથી વીસ મિનીટ અથવા કેળા બફાઈ જાય ત્યાં સુંધી બાફી લ્યો. કેળા બફાઈ જાય એટલે કેળા કાઢી થોડી ઠંડી થવા દયો ત્યાર બાદ એની છાલ કાઢી લઇ ઝીણી છીણી વડે છીણી લઇ કથરોટમાં મુકો. અને મિક્સર જારમાં લીલા મરચાને પાંચ સાત ચમચી પાણી નાખી પીસી લઇ ગરણી થી ગાળી મરચા વાળું પાણી એક બાજુ મુકો.
હવે એની સાથે બેસન અને કોર્ન ફ્લોર ને ચાળી ને નાખો સાથે હળદર, સંચળ, મરી પાઉડર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ મરચા વાળું પાણી થોડું થોડું નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ નાખી લોટને સ્મૂથ બનાવી લઇ ઢાંકી એક બાજુ મુકો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી સેવ બનાવવાના મશીન માં જે સાઈઝ ની સેવ બનાવી છે એ સાઈઝ ની ઝારી મૂકી તેલથી ગ્રીસ કરી એમાં બાંધેલા લોત્નાખી બંધ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે સંચા ને કડાઈ ઉપર લઇ ગોળ ગોળ ફેરવી સેવ પાળી લ્યો.
એક વખત માં જે પ્રમાણે સેવ કડાઈમાં આવે એ પ્રમાણે સેવ પાડો એ બાજુ બે ત્રણ મિનીટ ચડાવી લીધા બાદ ઝારા થી ઉથલાવી બીજી બાજુ બે મિનીટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લઇ બુજી સેવ પાળો. આમ્બ્ધા લોટ માંથી સેવ પાળી તારી લ્યો અને તૈયાર સેવ ઠંડી થાય એટલે ડબ્બામાં ભરી લઇ મજા લ્યો. તો તૈયાર છે કાચા કેળાની નમકીન ભુજીયા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કાચા કેળા ના નમકીન ભુજીયા સેવ ની રેસીપી

Kacha kela na namkin bhujiya sev ni recipe
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
- 1 સેવ મશીન
Ingredients
- 2 બાફેલા કેળા
- 2 કપ બેસન
- 1-2 ચમચી કોર્ન ફ્લોર
- ½ ચમચી સંચળ
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી ચાર્ટ મસાલો
- ½ ચમચી હળદર
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી મરી પાઉડર
- 2-3 લીલા મરચા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Kacha kela na namkin bhujiya sev ni recipe
- કાચા કેળા ના નમકીન ભુજીયા સેવ બનાવવા સૌથી પહેલા કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મુકો પાણી ગરમ થાય એટલે એમાં કેળા ને છાલ સાથે જ ધોઈ કડાઈમાં મૂકી ઢાંકી પંદરથી વીસ મિનીટ અથવા કેળા બફાઈ જાય ત્યાં સુંધી બાફી લ્યો. કેળા બફાઈ જાય એટલે કેળા કાઢી થોડી ઠંડી થવા દયો ત્યાર બાદ એની છાલ કાઢી લઇ ઝીણી છીણી વડે છીણી લઇ કથરોટમાં મુકો. અને મિક્સર જારમાં લીલા મરચાને પાંચ સાત ચમચી પાણી નાખી પીસી લઇ ગરણી થી ગાળી મરચા વાળું પાણી એક બાજુ મુકો.
- હવે એની સાથે બેસન અને કોર્ન ફ્લોર ને ચાળી ને નાખો સાથે હળદર, સંચળ, મરી પાઉડર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ મરચા વાળું પાણી થોડું થોડું નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ નાખી લોટને સ્મૂથ બનાવી લઇ ઢાંકી એક બાજુ મુકો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી સેવ બનાવવાના મશીન માં જે સાઈઝ ની સેવ બનાવી છે એ સાઈઝ ની ઝારી મૂકી તેલથી ગ્રીસ કરી એમાં બાંધેલા લોત્નાખી બંધ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે સંચા ને કડાઈ ઉપર લઇ ગોળ ગોળ ફેરવી સેવ પાળી લ્યો.
- એક વખત માં જે પ્રમાણે સેવ કડાઈમાં આવે એ પ્રમાણે સેવ પાડો એ બાજુ બે ત્રણ મિનીટ ચડાવી લીધા બાદ ઝારા થી ઉથલાવી બીજી બાજુ બે મિનીટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લઇ બુજી સેવ પાળો. આમ્બ્ધા લોટ માંથી સેવ પાળી તારી લ્યો અને તૈયાર સેવ ઠંડી થાય એટલે ડબ્બામાં ભરી લઇ મજા લ્યો. તો તૈયાર છે કાચા કેળા ની નમકીન ભુજીયા.
Notes
- તીખાસ અને મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
soji vari chaumin | સોજી વાળી ચૌમીન બનાવવાની રેસીપી
Surti Khawsa banavani recipe | સુરતી ખાવસા
Paneer Bread Pizza banavani recipe | પનીર બ્રેડ પિઝા
cheese garlic bread banavani recipe | ચીઝ ગાર્લિક બ્રેડ
Pauva stuffing ghau ni kachori | પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી
dudhi ni vadi banavani rit | દુધી ની વડી
