આજે આપણે Karamda ni chatni – કરમદા ની ચટણી બનાવવાની રીત શીખીશું. આ ચટણી સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ છે. જે ખાટી મીઠી અને તીખી લાગતી આ ચટણી ને તમે રોટલી, પરોઠા સાથે સર્વ કરી શકો છો. તો ચાલો કરમદા ની ચટણી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- કરમદા 300 ગ્રામ
- ખાંડ 2 કપ
- સંચળ ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- પાણી જરૂર મુજબ
Karamda ni chatni banavani recipe
કરમદા ની ચટણી બનાવવા કરમદા ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ દાડી વાળો ભાગ કાઢી ચાકુથી બે ભાગ માં કાપી કટકા કરી લ્યો ત્યાર બાદ બીજ અલગ કરી લ્યો. આમ બધા બીજ અલગ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં કાપી રાખેલ કરમદા નાખો.
કરમદા ને પાણી માં પાંચ સાત મિનિટ ઉકાળી લીધા બાદ ચારણીમાં કાઢી બધું પાણી નિતારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પોણો કપ પાણી નાખી એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે એમાં બાફી રાખેલ કરમદા નાખો.
ચાસણી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવતા રહો ને થોડી થોડી વારે હલાવતા રહો. ચાસણી ઘટ્ટ થવા લાગે એટલે એમાં સંચળ અને લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ચાસણી અડધા તાર જેવી બરોબર તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને તૈયાર ચટણી ને ઠંડી થવા દયો ચટણી ઠંડી થાય એટલે સાફ કાચ ની બરણી માં ભરી લો અને મજા લ્યો. તો તૈયાર છે કરમદા ની ચટણી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કરમદા ની ચટણી બનાવવાની રેસીપી

Karamda ni chatni banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 300 ગ્રામ કરમદા
- 2 કપ ખાંડ
- ½ ચમચી સંચળ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- પાણી જરૂર મુજબ
Instructions
Karamda ni chatni banavani recipe
- કરમદા ની ચટણી બનાવવા કરમદા ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ દાડી વાળો ભાગ કાઢી ચાકુથી બે ભાગ માં કાપી કટકા કરી લ્યો ત્યાર બાદ બીજ અલગ કરી લ્યો. આમ બધા બીજ અલગ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં કાપી રાખેલ કરમદા નાખો.
- કરમદા ને પાણી માં પાંચ સાત મિનિટ ઉકાળી લીધા બાદ ચારણીમાં કાઢી બધું પાણી નિતારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પોણો કપ પાણી નાખી એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે એમાં બાફી રાખેલ કરમદા નાખો.
- ચાસણી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવતા રહો ને થોડી થોડી વારે હલાવતા રહો. ચાસણી ઘટ્ટ થવા લાગે એટલે એમાં સંચળ અને લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ચાસણી અડધા તાર જેવી બરોબર તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને તૈયાર ચટણી ને ઠંડી થવા દયો ચટણી ઠંડી થાય એટલે સાફ કાચ ની બરણી માં ભરી લો અને મજા લ્યો. તો તૈયાર છે કરમદા ની ચટણી.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
chaas vari vaghareli rotli | છાસ વાળી વઘારેલી રોટલી બનાવવાની રીત
halwasan banavani rit | હલવાસન બનાવવાની રીત
rajgara no shiro recipe in gujarati | રાજગરાનો નો શીરો બનાવવાની રીત