Home Gujarati Karela ni suki chatni banavani recipe | કારેલા ની સૂકી ચટણી બનાવવાની રેસીપી

Karela ni suki chatni banavani recipe | કારેલા ની સૂકી ચટણી બનાવવાની રેસીપી

Karela ni suki chatni banavani recipe | કારેલા ની સૂકી ચટણી બનાવવાની રેસીપી
Image credit – Youtube/Viraj Naik Recipes

કારેલા નું નામ સાંભળતા જ બધા નું મોઢું બગડી જતું હોય છે પણ એક વખત આ રીતે બનાવેલ સૂકી ચટણી ખાસો તો વારંવાર બનાવશો. આ ચટણી ને તમે શાક જેમ પણ રોટલી સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો Karela ni suki chatni – કારેલા ની સૂકી ચટણી બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • કારેલા 500 ગ્રામ
  • હળદર ½ +½ ચમચી
  • તેલ 2- 3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • વરિયાળી ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સીંગદાણા પાઉડર ¼ કપ
  • સફેદ તલ નો પાઉડર 1- 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1- 2 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • છીણેલોગોળ 2- 3 ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી માં શેકેલ કાજુ કીસમીસ 3- 4 ચમચી

Karela ni suki chatni banavani recipe

કારેલા ની સૂકી ચટણી બનાવવા સૌપ્રથમ તાજા ને કાચા હોય એવા કારેલા લ્યો એને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી બને બાજુની દાડી અલગ કરી લ્યો અને મોટી છીણી વડે છીણી લ્યો અને છીણતી વખતે બીજ આવે તો એને અલગ કરી નાખો. આમ બધા કારેલા છીણી તૈયાર કરી એક તપેલી માં નાખો અને એના પર હળદર, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ દસ મિનિટ એક બાજુ મૂકો.

દસ મિનિટ પછી કારેલા ના મિશ્રણ ને લઈ બને હાથે દબાવી બધું પાણી અલગ કરી નાખો આમ થોડા થોડા કરી બધા મિશ્રણ ને દબાવી ને પાણી અલગ કરી દેવું. અને ત્યાર બાદ ફરી એક બે ગ્લાસ પાણી નાખી મિક્સ કરી ફરી હાથ થી દબાવી પાણી અલગ કરી લ્યો જેથી કડવાસ ઓછી થઈ જાય.

હવે બીજા વાસણમાં સીંગદાણા પાઉડર, સફેદ તલ નો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ કડાઈમાં તેલ નાખી ગેસ પર ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં વરિયાળી અને હિંગ નાખી મિક્સ કરી લ્યો.

હવે એમાં છીણેલા કારેલા નાખી ધીમા તાપે હલાવતા રહી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી ઢાંકી ને બીજી દસ મિનિટ ચડાવી લ્યો. દસ મિનિટ પછી એમાં તૈયાર કરેલ મસાલો, ગોળ, સ્વાદ મુજબ મીઠું અને આમચૂર પાઉડર નાખી બધી સામગ્રી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી એમાં કાજુ કીસમીસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને રોટલી, પરોઠા સાથે મજા લ્યો. તો તૈયાર છે કારેલા ની સૂકી ચટણી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કારેલા ની સૂકી ચટણી બનાવવાની રેસીપી

Karela ni suki chatni - કારેલા ની સૂકી ચટણી

Karela ni suki chatni banavani recipe

કારેલા નું નામ સાંભળતા જ બધા નું મોઢું બગડી જતું હોયછે પણ એક વખત આ રીતે બનાવેલ સૂકી ચટણી ખાસો તો વારંવાર બનાવશો. આ ચટણી નેતમે શાક જેમ પણ રોટલી સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો Karela ni suki chatni – કારેલા ની સૂકી ચટણી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 છીણી

Ingredients

  • 500 ગ્રામ કારેલા
  • 1 ચમચી હળદર
  • 2- 3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી વરિયાળી
  • ¼ ચમચી હિંગ
  • ¼ કપ સીંગદાણા પાઉડર
  • 1- 2 ચમચી સફેદ તલ નો પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1- 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 2- 3 ચમચી છીણેલોગોળ
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • 3- 4 ચમચી ઘી માં શેકેલ કાજુ કીસમીસ

Instructions

Karela ni suki chatni banavani recipe

  • કારેલા ની સૂકી ચટણી બનાવવા સૌપ્રથમ તાજા ને કાચા હોય એવા કારેલા લ્યો એને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી બને બાજુની દાડી અલગ કરી લ્યો અને મોટી છીણી વડે છીણી લ્યો અને છીણતી વખતે બીજ આવે તો એને અલગ કરી નાખો. આમ બધા કારેલા છીણી તૈયાર કરી એક તપેલી માં નાખો અને એના પર હળદર, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ દસ મિનિટ એક બાજુ મૂકો.
  • દસ મિનિટ પછી કારેલા ના મિશ્રણ ને લઈ બને હાથે દબાવી બધું પાણી અલગ કરી નાખો આમ થોડા થોડા કરી બધા મિશ્રણ ને દબાવી ને પાણી અલગ કરી દેવું. અને ત્યાર બાદ ફરી એક બે ગ્લાસ પાણી નાખી મિક્સ કરી ફરી હાથ થી દબાવી પાણી અલગ કરી લ્યો જેથી કડવાસ ઓછી થઈ જાય.
  • હવે બીજા વાસણમાં સીંગદાણા પાઉડર, સફેદ તલ નો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ કડાઈમાં તેલ નાખી ગેસ પર ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં વરિયાળી અને હિંગ નાખી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં છીણેલા કારેલા નાખી ધીમા તાપે હલાવતા રહી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી ઢાંકી ને બીજી દસ મિનિટ ચડાવી લ્યો. દસ મિનિટ પછી એમાં તૈયાર કરેલ મસાલો, ગોળ, સ્વાદ મુજબ મીઠું અને આમચૂર પાઉડર નાખી બધી સામગ્રી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી એમાં કાજુ કીસમીસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને રોટલી, પરોઠા સાથે મજા લ્યો. તો તૈયાર છે કારેલા ની સૂકી ચટણી.

Notes

  1. ગોળ અને બીજા મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here