Home Gujarati Karela nu gravy varu shaak | કારેલા નું ગ્રેવી વાળું શાક

Karela nu gravy varu shaak | કારેલા નું ગ્રેવી વાળું શાક

Karela nu gravy varu shaak | કારેલા નું ગ્રેવી વાળું શાક
Image credit – Youtube/bharatzkitchen HINDI

મિત્રો આજે આપણે કારેલા નું ગ્રેવી વાળું શાક બનાવતા શીખીશું . કારેલા નું નામ સાંભળતાજ મોટા થી લઈ અને નાના બાળકો સુધી કોઈ ને કારેલા નથી ભાવતા હોતા તો આજે આપણે કારેલા નું નવીજ રીત થી ગ્રેવી વાળું શાક બનાવીશું જે નાના થી લઈ અને મોટા દરેક ને ભાવે તેવું શાક છે . તો ચાલો Karela nu gravy varu shaak banavani rit શીખીએ.

મેરીનેટિંગ કરવા માટે ની સામગ્રી :-

  • ૩૦૦ ગ્રામ કારેલા
  • હળદર પાવડર ¼ ચમચી
  • મીઠું 1 ચમચી

ચટણી બનાવવા માટે ની સામગ્રી :-

  • તેલ ¼ કપ
  • લસણની કળી 6-7
  • આદુ 2 ઇંચ
  • લીલા મરચાં 2-3
  • ચણાની દાળ 2 ચમચી
  • સૂકું નાળિયેર 2 ચમચી

ગ્રેવી માટે ની સામગ્રી :-

  • જીરું ½ ચમચી
  • વરિયાળી ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • હળદર પાવડર ½ ચમચી
  • લાલ મરચાં પાવડર 1 ચમચી
  • ટામેટાં 2
  • ડુંગળી 2
  • મીઠું 1 ચમચી
  • ધાણા જીરું પાવડર 2 ચમચી
  • આમચૂર પાવડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા ના પાંદ

Karela nu gravy varu shaak banavani rit

કારેલા નું ગ્રેવી વાળું શાક બનાવવા માટે સૌ પ્રથમ 300 ગ્રામ કારેલા લેશું અને તેને સારી રીતે પાણી માં ધોઈ લેશું જો તમને કરેલા ની છાલ કાઢવી હોય તો થોડી થોડી છાલ કાઢી શકો છો નહીંતર આખા કારેલા  ના આપણે ગોળ ગોળ કટકા કરી લેશું . જો તમને કારેલા માં કડવાસ વધારે લાગતી હોય તો તમે કારેલા માંથી થોડા થોડા બીજ કાઢી પણ શકો છો અને પાકેલા બીજ ને પણ કાઢી લેવા .

હવે કારેલા ના કટકા થઈ ગયા બાદ કારેલા માં આપણે ¼ ચમચી હળદર પાવડર અને મીઠું 1 ચમચી નાખી સારી રીતે મિક્સ કરી અને 15 મિનિટ સુધી રાખી દેશું જેથી કારેલા ની કડવાસ નિકળી જશે . જો તમારા પાસે વધારે ટાઈમ હોય તો તમે કારેલા ને અડધી કલાક જેવું પણ રાખી શકો છો . ત્યાં સુધી માં આપણા કારેલા નરમ થાય ત્યાર સુધી આપણે બીજી તૈયારી કરી લેશું .

ત્યાર બાદ હવે ગેસ પર એક કડાઈ લેશું તેમાં 2 ચમચી જેવું તેલ નાખશું તેલ ગરમ થાય એટલે તેમાં 6-7 લસણ ની કણી , આદુ નો ટુકડો 2 ઇંચ , 2 લીલા મરચાં ના ટુકડા નાખી બધી વસ્તુ ને સારી રીતે સેકી લેશું શેકાઈ ગયા બાદ તેમાં 2 ચમચી ચણા દાળ , સુકુ નારિયેળ થોડું નાખી ફરીથી બધું મિક્સ કરી અને ગોલ્ડન  બ્રાઉન થાય ત્યાર સુધી સારી રીતે સેકી લેશું . ત્યાર બાદ બધી વસ્તુ ને એક પ્લેટ માં કાઢી લેશું અને ઠંડું થવા દેશું . અને હવે આપણે જે કારેલા ને રાખ્યા હતા તે કારેલા ને હાથેથી દબાવી અને તેમાંથી પાણી નીચોળી લેશું .

હવે કારેલા માંથી પાણી કાઢી લીધા બાદ આપણે ફરીથી થી એજ કડાઈ માં બધા કારેલા નાખી ગેસ ની ફ્લેમ ધીમી કરી અને બધા કારેલા ને સેકી લેશું જેથી કારેલા નો ફ્લેવર એક દમ સારો આવે છે . 5-6 મિનિટ સુધી કારેલા સેકી લીધા બાદ કારેલા માં કલર આવી જાય અને કારેલા ચળી જાય તો આપણે કારેલા ને હાથ થી ચેક કરી લેશું જો કારેલા સોફ્ટ લાગે તો આપણા કારેલા સારી રીતે શેકાઈ ગયા છે .

ત્યાર બાદ ફરીથી એજ કડાઈ માં આપણે તેલ માં જીરું ½ ચમચી , વરિયાળી ½ ચમચી  રાઈ ½ નાખી અને તતડાવી લેશું તતડાવી લીધા બાદ તેમાં આપણે 2 ઝીણી સુધારેલી ડુંગળી નાખી અને ડુંગળી થોડી ગોલ્ડન થાય ત્યાં સુધી ડુંગળી ને સેકી લેશું ત્યાર બાદ તેમાં ½ ચમચી હળદર પાવડર , 1 ચમચી લાલ મરચું પાવડર નાખી ફરીથી બધું મિક્સ કરી અને મસાલા ને થોડા સેકી લેશું હવે એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં 2 ટમેટા લેશું અને આપણે જે ચણા ની દાળ વાળો મસાલો કર્યો હતો તે મસાલો પણ આપણે મિક્ષ્ચર જાર માં નાખી દેશું અને બધી વસ્તુ ને સારી રીતે પીસી અને પ્યુરી બનાવી લેશું . જો તમને પાણી ની જરૂર પડે તોજ તમે પાણી નાખજો નહીંતર આમ ને આમજ તમારી પેસ્ટ તૈયાર થઈ જશે .

હવે તૈયાર કરેલી પેસ્ટ ને આપણે કડાઈ માં નાખી દેશું અને મિક્ષ્ચર જાર માં પણ પાણી નાખી અને બધી પેસ્ટ લઈ અને કડાઈ માં નાખી દેશું ત્યાર બાદ તેમાં જરૂર મુજબ મીઠું નાખી અને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી ગ્રેવી ચડાવી લેશું વચ્ચે જો જરૂર લાગે તો ચમચા વડે હલાવી લેશું જેથી આપણી ગ્રેવી કડાઈ માં ચોંટશે નઈ 4-5 મિનિટ બાદ આપણી ગ્રેવી માંથી તેલ છૂટું થશે તેલ છૂટું થાય એટલે તેમાં થોડું પાણી નાખી દેશું જેથી આપણી ગ્રેવી સારી રીતે સેટ થઈ જશે .

ત્યાર બાદ તેમાં 2 ચમચી ધાણા જીરું પાવડર નાખી ફરીથી બધું હલાવી લેશું અને પાણી માં એક ઉભરો આવી જાય એટલે આપણે જે કારેલા સેકી ને રાખ્યા તે કારેલા ને આપણે ગ્રેવી માં નાખી અને ફરીથી ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ સુધી ચડાવી લેશું . અને છેલે તેમાં 1 ચમચી આમચૂર પાવડર અને ½ ચમચી ગરમ મસાલો નાખી અને બધી વસ્તુ ને બરાબર હલાવી દેશું . ઉપર થી લીલા ધાણા નાખી અને સર્વ કરીશું .

તો તૈયાર છે આપણું મસ્ત ગરમા ગરમ કારેલા નું ગ્રેવી વાળું શાક જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરીશું.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કારેલા નું ગ્રેવી વાળું શાક બનાવવાની રીત

Karela nu gravy varu shaak - કારેલા નું ગ્રેવી વાળું શાક

Karela nu gravy varu shaak banavani rit

મિત્રો આજે આપણે કારેલા નું ગ્રેવી વાળું શાક બનાવતા શીખીશું . કારેલા નું નામ સાંભળતાજ મોટા થી લઈ અને નાના બાળકો સુધી કોઈ ને કારેલા નથી ભાવતા હોતા તો આજે આપણે કારેલા નું નવીજ રીત થી ગ્રેવી વાળું શાક બનાવીશું જે નાનાથી લઈ અને મોટા દરેક ને ભાવે તેવું શાક છે . તો ચાલો Karela nu gravy varu shaak banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Resting time: 15 minutes
Total Time: 45 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્ષ્ચર જાર

Ingredients

મેરીનેટિંગ કરવા માટે ની સામગ્રી :-

  • ૩૦૦ ગ્રામ કારેલા
  • ¼ ચમચી હળદર પાવડર
  • 1 ચમચી મીઠું

ચટણી બનાવવા માટે ની સામગ્રી :-

  • ¼ કપ તેલ
  • 6-7 લસણની કળી
  • 2 ઇંચ આદુ
  • 2-3 લીલા મરચાં
  • 2 ચમચી ચણાની દાળ
  • 2 ચમચી સૂકું નાળિયેર

ગ્રેવી માટે ની સામગ્રી :-

  • ½ ચમચી જીરું
  • ½ ચમચી વરિયાળી
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી હળદર પાવડર
  • 1 ચમચી લાલ મરચાં પાવડર
  • 2 ટામેટાં
  • 2 ડુંગળી
  • 1 ચમચી મીઠું
  • 2 ચમચી ધાણા જીરું પાવડર
  • 1 ચમચી આમચૂર પાવડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • લીલા ધાણા ના પાંદ

Instructions

Karela nu gravy varu shaak banavani rit

  • કારેલા નું ગ્રેવી વાળું શાક બનાવવા માટે સૌ પ્રથમ 300 ગ્રામ કારેલા લેશું અને તેને સારી રીતે પાણી માં ધોઈ લેશું જો તમને કરેલા ની છાલ કાઢવી હોય તો થોડી થોડી છાલ કાઢી શકો છો નહીંતર આખા કારેલા ના આપણે ગોળ ગોળ કટકા કરી લેશું . જો તમને કારેલા માં કડવાસ વધારે લાગતી હોય તો તમે કારેલા માંથી થોડા થોડા બીજ કાઢી પણ શકો છો અને પાકેલા બીજ ને પણ કાઢી લેવા .
  • હવે કારેલા ના કટકા થઈ ગયા બાદ કારેલા માં આપણે ¼ ચમચી હળદર પાવડર અને મીઠું 1 ચમચી નાખી સારી રીતે મિક્સ કરી અને 15 મિનિટ સુધી રાખી દેશું જેથી કારેલા ની કડવાસ નિકળી જશે . જો તમારા પાસે વધારે ટાઈમ હોય તો તમે કારેલા ને અડધી કલાક જેવું પણ રાખી શકો છો . ત્યાં સુધી માં આપણા કારેલા નરમ થાય ત્યાર સુધી આપણે બીજી તૈયારી કરી લેશું .
  • ત્યાર બાદ હવે ગેસ પર એક કડાઈ લેશું તેમાં 2 ચમચી જેવું તેલ નાખશું તેલ ગરમ થાય એટલે તેમાં 6-7 લસણ ની કણી , આદુ નો ટુકડો 2 ઇંચ , 2 લીલા મરચાં ના ટુકડા નાખી બધી વસ્તુ ને સારી રીતે સેકી લેશું શેકાઈ ગયા બાદ તેમાં 2 ચમચી ચણા દાળ , સુકુ નારિયેળ થોડું નાખી ફરીથી બધું મિક્સ કરી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી સારી રીતે સેકી લેશું . ત્યાર બાદ બધી વસ્તુ ને એક પ્લેટ માં કાઢી લેશું અને ઠંડું થવા દેશું . અને હવે આપણે જે કારેલા ને રાખ્યા હતા તે કારેલા ને હાથેથી દબાવી અને તેમાંથી પાણી નીચોળી લેશું .
  • હવે કારેલા માંથી પાણી કાઢી લીધા બાદ આપણે ફરીથી થી એજ કડાઈ માં બધા કારેલા નાખી ગેસ ની ફ્લેમ ધીમી કરી અને બધા કારેલા ને સેકી લેશું જેથી કારેલા નો ફ્લેવર એક દમ સારો આવે છે . 5-6 મિનિટ સુધી કારેલા સેકી લીધા બાદ કારેલા માં કલર આવી જાય અને કારેલા ચળી જાય તો આપણે કારેલા ને હાથ થી ચેક કરી લેશું જો કારેલા સોફ્ટ લાગે તો આપણા કારેલા સારી રીતે શેકાઈ ગયા છે .
  • ત્યાર બાદ ફરીથી એજ કડાઈ માં આપણે તેલ માં જીરું ½ ચમચી , વરિયાળી ½ ચમચી રાઈ ½ નાખી અને તતડાવી લેશું તતડાવી લીધા બાદ તેમાં આપણે 2 ઝીણી સુધારેલી ડુંગળી નાખી અને ડુંગળી થોડી ગોલ્ડન થાય ત્યાં સુધી ડુંગળી ને સેકી લેશું ત્યાર બાદ તેમાં ½ ચમચી હળદર પાવડર , 1 ચમચી લાલ મરચું પાવડર નાખી ફરીથી બધું મિક્સ કરી અને મસાલા ને થોડા સેકી લેશું હવે એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં 2 ટમેટા લેશું અને આપણે જે ચણા ની દાળ વાળો મસાલો કર્યો હતો તે મસાલો પણ આપણે મિક્ષ્ચર જાર માં નાખી દેશું અને બધી વસ્તુ ને સારી રીતે પીસી અને પ્યુરી બનાવી લેશું . જો તમને પાણી ની જરૂર પડે તોજ તમે પાણી નાખજો નહીંતર આમ ને આમજ તમારી પેસ્ટ તૈયાર થઈ જશે .
  • હવે તૈયાર કરેલી પેસ્ટ ને આપણે કડાઈ માં નાખી દેશું અને મિક્ષ્ચર જાર માં પણ પાણી નાખી અને બધી પેસ્ટ લઈ અને કડાઈ માં નાખી દેશું ત્યાર બાદ તેમાં જરૂર મુજબ મીઠું નાખી અને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી ગ્રેવી ચડાવી લેશું વચ્ચે જો જરૂર લાગે તો ચમચા વડે હલાવી લેશું જેથી આપણી ગ્રેવી કડાઈ માં ચોંટશે નઈ 4-5 મિનિટ બાદ આપણી ગ્રેવી માંથી તેલ છૂટું થશે તેલ છૂટું થાય એટલે તેમાં થોડું પાણી નાખી દેશું જેથી આપણી ગ્રેવી સારી રીતે સેટ થઈ જશે .
  • ત્યાર બાદ તેમાં 2 ચમચી ધાણા જીરું પાવડર નાખી ફરીથી બધું હલાવી લેશું અને પાણી માં એક ઉભરો આવી જાય એટલે આપણે જે કારેલા સેકી ને રાખ્યા તે કારેલા ને આપણે ગ્રેવી માં નાખી અને ફરીથી ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ સુધી ચડાવી લેશું . અને છેલે તેમાં 1 ચમચી આમચૂર પાવડર અને ½ ચમચી ગરમ મસાલો નાખી અને બધી વસ્તુ ને બરાબર હલાવી દેશું . ઉપર થી લીલા ધાણા નાખી અને સર્વ કરીશું .
  • તો તૈયાર છે આપણું મસ્ત ગરમા ગરમ કારેલા નું ગ્રેવી વાળું શાક જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરીશું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here