કાઠિયાવાડી ભોજન (Kathiyawadi Food) તેની તીખાશ અને ચટપટા સ્વાદ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. જ્યારે વાત Girnari Khichdi ની આવે ત્યારે જૂનાગઢ અને ગિરનારના આશ્રમોની યાદ આવી જાય. આ ખીચડીમાં સામાન્ય ખીચડી કરતા વધારે મસાલા અને શાકભાજીનો ઉપયોગ કરીને ગિરનારી ખીચડી બને છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં ખુબજ મજા આવે છે, જે તેને એક “Royal Dish” બનાવે છે.
જો તમને સાદી ખીચડી ખાવી ન ગમતી હોય, તો આ Kathiyawadi Style Khichdi તમારા માટે બેસ્ટ છે. આમાં લસણની ચટણી, સીંગદાણા અને ગરમ મસાલાનો વઘાર તેને એકદમ રજવાડી સ્વાદ આપે છે. તો ચાલો આજે આપણા રસોડામાં લાવીએ એ જ અસલ Kathiyawad no Swad.
Table of contents
ગિરનારી ખીચડી માટે જરૂરી સામગ્રી
- મગ દાળ 4 ચમચી
- તુવેર દાળ 2 ચમચી
- ચણા દાળ 2 ચમચી
- મસુર દાળ 2 ચમચી
- ખીચડી ના ચોખા 1 કપ
- સિંગદાણા 3-4 ચમચી
- ઝીણા સુધારેલ બટાકા 2
- ઝીણું સુધારેલ ગાજર 1
- વટાણા ¼ કપ
- રીંગણ ઝીણું સમારેલ 1
- લીલી તુવેર ના દાણા ¼ કપ
- ફણસી ઝીણી સુધારેલ 5-6 ચમચી
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ખીચડી ના વઘાર માટેની સામગ્રી
- લસણ ની કણી 10-15
- લાલ મરચા નો પાઉડર 1 + 1 ચમચી
- ઘી 3-4 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- સુકા લાલ મરચા 1-2
- તમાલપત્ર 1
- લીલા મરચા સુધારેલ 1-2
- આદુની પેસ્ટ 1 ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- ઝીણા સુધારેલ ટામેટા 2-3
- લીલા ધાણા સુધારેલ ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- ગરમ મસાલો 1 ચમચી
Girnari Khichdi banavani rit
ગિરનારી ખીચડી બનાવવા સૌથી પહેલા એક વાસણમાં મગ દાળ, તુવેર દાળ, ચણા દાળ, મસુર દાળ, ખીચડી ના ચોખા અને સિંગદાણા નાખી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધા કલાક માટે પલાળી દયો. અડધા કલાક પછી પલાળેલું પાણી નીતારી કુકરમાં નાખો.
ત્યારબાદ તેની સાથે સુધારેલ હળદર, બટાકા, રીંગણ, બીન્સ, વટાણા, ગાજર, લીલી તુવેર ના દાણા, સ્વાદ મુજબ મીઠું અને પાણી નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી નાખો.
હવે ખંડણી માં લસણ ની કણી અને એક ચમચી લાલ મરચાનો પાઉડર નાખી કુટી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, સુકા લાલ મરચા, રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલ, આદું ની પેસ્ટ અને કુટી રાખેલ લસણ મરચાની પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ટામેટા નાખી મિક્સ કરો અને સ્વાદ મુજબ મીઠું નાખી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
હવે ટામેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી બધા મસાલા ને શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ ખીચડી નાકી મિક્સ કરી લ્યો અને ધીમા તાપે ઢાંકી ચડાવી લ્યો. પાંચ મિનીટ પછી ગેસ બંધ કરી લીલા ધાણા નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે Girnari Khichdi.
ગિરનારી ખીચડી બનાવવાની રીત

કાઠિયાવાડના અસલ સ્વાદ સાથે ગિરનારી ખીચડી બનાવવાની રીત – Girnari Khichdi Recipe in Gujarati
Equipment
- 1 કુકર
- 1 ખંડણી
- 1 કડાઈ
Ingredients
ગિરનારી ખીચડી બનાવવા જરૂરી સામ્રગી
- 4 ચમચી મગ દાળ
- 2 ચમચી તુવેર દાળ
- 2 ચમચી ચણા દાળ
- 2 ચમચી મસુર દાળ
- 1 કપ ખીચડી ના ચોખા
- 3-4 ચમચી સિંગદાણા
- 2 ઝીણા સુધારેલ બટાકા
- 1 ઝીણું સુધારેલ ગાજર
- ¼ કપ વટાણા
- 1 રીંગણ ઝીણું સમારેલ
- ¼ કપ લીલી તુવેર ના દાણા
- 5-6 ચમચી ફણસી ઝીણી સુધારેલ
- ½ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
ખીચડી ના વઘાર માટેની સામગ્રી
- 10-15 લસણ ની કણી
- 2 ચમચી લાલ મરચા નો પાઉડર
- 3-4 ચમચી ઘી
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- 1-2 સુકા લાલ મરચા
- 1 તમાલપત્ર
- 1-2 લીલા મરચા સુધારેલ
- 1 ચમચી આદુની પેસ્ટ
- ½ ચમચી હળદર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હિંગ
- 2-3 ઝીણા સુધારેલ ટામેટા
- ¼ કપ લીલા ધાણા સુધારેલ
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી ગરમ મસાલો
Instructions
Girnari Khichdi banavani rit
- ગિરનારી ખીચડી બનાવવા સૌથી પહેલા એક વાસણમાં મગ દાળ, તુવેર દાળ, ચણા દાળ, મસુર દાળ, ખીચડી ના ચોખા અને સિંગદાણા નાખી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધા કલાક માટે પલાળી દયો. અડધા કલાક પછી પલાળેલું પાણી નીતારી કુકરમાં નાખો.
- ત્યારબાદ તેની સાથે સુધારેલ હળદર, બટાકા, રીંગણ, બીન્સ, વટાણા, ગાજર, લીલી તુવેર ના દાણા, સ્વાદ મુજબ મીઠું અને પાણી નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી નાખો.
- હવે ખંડણી માં લસણ ની કણી અને એક ચમચી લાલ મરચાનો પાઉડર નાખી કુટી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, સુકા લાલ મરચા, રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલ, આદું ની પેસ્ટ અને કુટી રાખેલ લસણ મરચાની પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ટામેટા નાખી મિક્સ કરો અને સ્વાદ મુજબ મીઠું નાખી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- હવે ટામેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી બધા મસાલા ને શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ ખીચડી નાકી મિક્સ કરી લ્યો અને ધીમા તાપે ઢાંકી ચડાવી લ્યો. પાંચ મિનીટ પછી ગેસ બંધ કરી લીલા ધાણા નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ગિરનારી ખીચડી.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
કાઠિયાવાડી સ્ટાઈલ લીલા લસણ વાળો બાજરી નો રોટલો બનાવવાની રીત – Lila Lasan Valo Bajri No Rotlo
Mula bajra na parotha | મૂળા બાજરા ના પરોઠા
tameto nachos banavani rit | ટમેટા નાચોસ બનાવવાની રીત
Lili methi na vada banavani rit | લીલી મેથી ના વડા
Full gobi manchurian banavani rit | ફૂલ ગોબી મંચુરિયન
Ghau na lot ni chatpati papdi banavani rit | ઘઉં ના લોટ ની ચટપટી પાપડી
