HomeNastaKodo Millet Upma ni rit | કોડો મીલેટ ઉપમા ની રીત

Kodo Millet Upma ni rit | કોડો મીલેટ ઉપમા ની રીત

આ કોડો મીલેટ ને ગુજરાતીમાં કોદરી કહેવામાં આવે છે જેને ખુબ હેલ્થી છે અને એમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે આજ આપણે કુકરમાં ખુબ્ઝાદાપથી તૈયાર થઇ જાય એવો ઉપમા બનાવતા શીખીશું. જે ખુબ સ્વાદીસ્ટ અને હેલ્થી તૈયાર થશે. તો ચાલો Kodo Millet Upma – કોડો મીલેટ ઉપમા બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • કોડો મીલેટ 1 કપ
  • ઘી 2-3 ચમચી
  • અડદ દાળ 1-2 ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • ઝીણી સુધારેલ ડુંગળી 1 કપ
  • સુધારેલ લીલા મરચા 2-3
  • આડું પેસ્ટ ½ ચમચી
  • મીઠા લીમડાના પાંદ 8-10
  • ઝીણું સુધારેલ ગાજર 1 કપ
  • ઝીણી સુધારેલ ફણસી 1 કપ
  • વટાણા ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Kodo Millet Upma ni rit

કોડો મીલેટ ઉપમા બનાવવા સૌથી કોડો મીલેટ ને બે ત્રણ પાણીથી ધોઈ બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી અડધા થી એક કલાક પલાળી લ્યો. મીલેટ પલળે ત્યાં સુંધીમાં ગાજર સાફ કરી ઝીણું સુધારી લ્યો, ફણસી ને ધોઈ સાફ કરી ઝીણી સુધારી લ્યો, ડુંગળી ને પણ સાફ કરી ઝીણી સુધારી લ્યો સાથે લીલા મરચા પણ સુધારી તૈયાર કરી લ્યો.

એક કલાક પછી ગેસ પર કુકરમાં ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં અડદ દાળ અને ચણા દાળ નાખી એને પણ શેકી લ્યો દાળ શેકાઈ જાય એટલે એમાં લીલા મરચા સુધારેલ, આદુ પેસ્ટ અને મીઠા લીમડાના પાંદ નાખી મિક્સ કરી શેકી લ્યો.

હવે એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી થોડી ગોલ્ડન થાય ત્યાસુંધી શેકી લ્યો ડુંગળી ગોલ્ડન થવા લાગે એટલે એમાં ઝીણા સુધારેલ ફણસી, ગાજર અને વટાણા  નાખી મિક્સ કરી પંચ સાત મિનીટ શેકી લ્યો.ત્યાર બાદમાં નીતારી ને પલાળેલા કોડો મીલેટ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક થી બે મિનટ શેકી લ્યો,

ત્યાર બાદ દોઢ કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને પાણી ઉકળે એટલે કુકરનું ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે એક સીટી વગાડી ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો.

કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકરનું ઢાંકણ ખોલી ચમચાથી બરોબર મિક્સ કરી લ્યો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે કોડો મીલેટ ઉપમા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કોડો મીલેટ ઉપમા ની રીત

Kodo Millet Upma - કોડો મીલેટ ઉપમા

Kodo Millet Upma ni rit

આ કોડો મીલેટ ને ગુજરાતીમાં કોદરી કહેવામાં આવે છે જેને ખુબ હેલ્થી છે અને એમાંથી વિવિધપ્રકારની વાનગીઓ બનતી હોય છે આજ આપણે કુકરમાં ખુબ્ઝાદાપથી તૈયાર થઇ જાય એવો ઉપમાબનાવતા શીખીશું. જે ખુબસ્વાદીસ્ટ અને હેલ્થી તૈયાર થશે. તો ચાલો Kodo Millet Upma – કોડો મીલેટ ઉપમા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients

  • 1 કપ કોડો મીલેટ
  • 2-3 ઘી
  • 1-2 ચમચી અડદ દાળ
  • 1 ચમચી ચણા દાળ
  • 1 ચમચી રાઈ
  • 1 કપ ઝીણી સુધારેલ ડુંગળી
  • 2-3 સુધારેલ લીલા મરચા
  • ½ ચમચી આડું પેસ્ટ
  • 8-10 મીઠા લીમડાના પાંદ
  • 1 કપ ઝીણું સુધારેલ ગાજર
  • 1 કપ ઝીણી સુધારેલ ફણસી
  • ½ કપ વટાણા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Kodo Millet Upma ni rit

  • કોડો મીલેટ ઉપમા બનાવવા સૌથી કોડો મીલેટ ને બે ત્રણ પાણીથી ધોઈ બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી અડધા થી એક કલાક પલાળી લ્યો. મીલેટ પલળે ત્યાં સુંધીમાં ગાજર સાફ કરી ઝીણું સુધારી લ્યો, ફણસી ને ધોઈ સાફ કરી ઝીણી સુધારી લ્યો, ડુંગળી ને પણ સાફ કરી ઝીણી સુધારી લ્યો સાથે લીલા મરચા પણ સુધારી તૈયાર કરી લ્યો.
  • એક કલાક પછી ગેસ પર કુકરમાં ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં અડદ દાળ અને ચણા દાળ નાખી એને પણ શેકી લ્યો દાળ શેકાઈ જાય એટલે એમાં લીલા મરચા સુધારેલ, આદુ પેસ્ટ અને મીઠા લીમડાના પાંદ નાખી મિક્સ કરી શેકી લ્યો.
  • હવે એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી થોડી ગોલ્ડન થાય ત્યાસુંધી શેકી લ્યો ડુંગળી ગોલ્ડન થવા લાગે એટલે એમાં ઝીણા સુધારેલ ફણસી, ગાજર અને વટાણા નાખી મિક્સ કરી પંચ સાત મિનીટ શેકી લ્યો.ત્યાર બાદમાં નીતારી ને પલાળેલા કોડો મીલેટ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક થી બે મિનટ શેકી લ્યો,
  • ત્યાર બાદ દોઢ કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને પાણી ઉકળે એટલે કુકરનું ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે એક સીટી વગાડી ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો.
  • કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકરનું ઢાંકણ ખોલી ચમચાથી બરોબર મિક્સ કરી લ્યો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે કોડો મીલેટ ઉપમા.

Notes

  • અહી તમે તમારી પસંદ ના શાક નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular