ગુજરાતીઓ નું આ શાક ખાટું, મીઠું, તીખું દરેક ગુજરાતી ને પસંદ આવતું શાક હતું પરંતુ ઘણા લોકો આ શાક ને ભૂલી ગયા છે તો આજ આપણે ફરી વાર આપણી જૂની પુરાણી વાનગી ની સ્વાદ યાદ અપાવીએ. આ Lili methi kela nu shaak – લીલી મેથી કેળા નું શાક તમે એક વાર બનાવશો તો વારંવાર બનાવશો અને જો તમને એમ લાગે કે શાક કેવું લાગશે તો એક વખત ચોક્કસ બનાવો.
Ingredients
- પાકેલા કેળા 2- 3
- લીલી મેથી 1 કપ
- લીલા મરચા સુધારેલા 1- 2
- તેલ 1- 2 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
Lili methi kela nu shaak banavani recipe
લીલી મેથી કેળા નું શાક બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે થી ત્રણ પાણી થી ધોઈ ને ચારણીમાં નિતારી લ્યો. ત્યાર બાદ પાકેલા કેળા ને છોલી સાફ ગોળ ગોળ કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો.
ત્યાર બાદ એમાં મેથી અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. મેથી ચડી જાય એટલે એમાં સુધારેલ પાકા કેળા નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ખાંડ અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
શાક બરોબર ચળી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને રોટલી, પરોઠા સાથે મજા લ્યો. તો તૈયાર છે કેળા લીલી મેથી નું શાક.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલી મેથી કેળા નું શાક બનાવવાની રેસીપી

Lili methi kela nu shaak banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 2- 3 પાકેલા કેળા
- 1 કપ લીલી મેથી
- 1-2 લીલા મરચા સુધારેલા
- 1-2 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ⅛ ચમચી હિંગ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી ખાંડ
- 1 ચમચી લીંબુ નો રસ
- સ્વાદ મુજબ મીઠું
Instructions
Lili methi kela nu shaak banavani recipe
- લીલી મેથી કેળા નું શાક બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે થી ત્રણ પાણી થી ધોઈ ને ચારણીમાં નિતારી લ્યો. ત્યાર બાદ પાકેલા કેળા ને છોલી સાફ ગોળ ગોળ કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો.
- ત્યાર બાદ એમાં મેથી અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. મેથી ચડી જાય એટલે એમાં સુધારેલ પાકા કેળા નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ખાંડ અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
- શાક બરોબર ચળી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને રોટલી, પરોઠા સાથે મજા લ્યો. તો તૈયાર છે કેળા લીલી મેથી નું શાક.
Notes
- અહીં તમે લાલ મરચા ની જગ્યાએ લીલા મરચા નો ઉપયોગ પણ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Chhas vara aloo nu shaak banavani rit | છાસ વાળા આલુ નું શાક
Bhagat muthiya nu shaak banavani recipe | ભગત મુઠીયા નું શાક
Singdana nu shaak banavani rit | સીંગદાણા નું શાક
tandalja ni bhaji banavani rit | તાંદલજા ની ભાજી