આ એક ઇન્સ્ટન્ટ અથાણું છે જે રોટલી, રોટલા અને પરોઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જ્યારે કોઈ શાક બનાવવાની ઈચ્છા ના હોય ત્યારે તમે આ અથાણા ને શાક ની જગ્યાએ ખાઈ શકો છો અને શાક સાથે બે રોટલી ખવાતી હશે તો આ અથાણા સાથે તમે ત્રણ રોટલી પણ ખાઈ જશો. બનાવવા માં ખૂબ સરળ અને ખાવા માં ખૂબ ટેસ્ટી Limbu marcha nu athanu – લીંબુ મરચા નું અથાણું બનાવતા શીખીએ. તો ચાલો લીંબુ મરચા નું અથાણું બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- મીડીયમ તીખા મરચા 250 ગ્રામ
- સૂકા આખા ધાણા 1 ચમચી
- મેથી દાણા ½ ચમચી
- કાચી વરિયાળી 2 ચમચી
- જીરું 1 ચમચી
- કલોન્જી 1 ચમચી
- તેલ / સરસો તેલ ½ કપ
- લીંબુ 4- 5
- હળદર ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર / મોરું લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- હિંગ 1- 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Limbu marcha nu athanu banavani recipe
લીંબુ મરચા નું અથાણું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું, કાચી વરિયાળી, મેથી દાણા, સૂકા આખા ધાણા નાખી મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા કરવા મૂકો. મસાલા ઠંડા થાય ત્યાં સુંધી માં એજ ગરમ કડાઈમાં સરસો તેલ / તેલ નાખી ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને એક બાજુ મૂકો.
હવે ઠંડા થયેલા મસાલા ને મિક્સર જાર માં અથવા ખંડણી માં નાખી પીસી પાઉડર બનાવી લઈ એક બાજુ મૂકો. ત્યાર બાદ લીલા મરચા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા માં નાખી લૂછી બિલકુલ કોરા કરી લ્યો. હવે કોરા કરેલા મરચા ની દાડી અલગ કરી સુધારી લ્યો ( મરચા ને મિક્સર અથવા ખંડણી માં અધ કચરા કૂટી લ્યો.
હવે લીંબુનો રસ કાઢી લઈ એક વાટકા માં મૂકો. ત્યાર બાદ મરચા ને એક મોટા વાસણમાં લઈ એમાં પીસી રાખેલ મસાલો, સ્વાદ મુજબ મીઠું, કલૌંજી, હળદર, મોરા લાલ મરચાનો પાઉડર, હિંગ અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નવશેકું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને તૈયાર અથાણા ને કાચ ની બરણી માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે લીંબુ મરચા નું અથાણું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીંબુ મરચા નું અથાણું બનાવવાની રેસીપી

Limbu marcha nu athanu banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 કાંચ ની બરણી
- 1 ખરલ / મિક્સર
Ingredients
- 250 ગ્રામ મીડીયમ તીખા મરચા
- 1 ચમચી સૂકા આખા ધાણા
- ½ ચમચી મેથી દાણા
- 2 ચમચી કાચી વરિયાળી
- 1 ચમચી જીરું
- 1 ચમચી કલોન્જી
- ½ કપ તેલ / સરસો તેલ
- 4-5 લીંબુ
- ½ ચમચી હળદર
- 2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર / મોરું લાલ મરચાનો પાઉડર
- 1-2 ચમચી હિંગ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Limbu marcha nu athanu banavani recipe
- લીંબુ મરચા નું અથાણું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું, કાચી વરિયાળી, મેથી દાણા, સૂકા આખા ધાણા નાખી મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા કરવા મૂકો. મસાલા ઠંડા થાય ત્યાં સુંધી માં એજ ગરમ કડાઈમાં સરસો તેલ / તેલ નાખી ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને એક બાજુ મૂકો.
- હવે ઠંડા થયેલા મસાલા ને મિક્સર જાર માં અથવા ખંડણી માં નાખી પીસી પાઉડર બનાવી લઈ એક બાજુ મૂકો. ત્યાર બાદ લીલા મરચા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા માં નાખી લૂછી બિલકુલ કોરા કરી લ્યો. હવે કોરા કરેલા મરચા ની દાડી અલગ કરી સુધારી લ્યો ( મરચા ને મિક્સર અથવા ખંડણી માં અધ કચરા કૂટી લ્યો.
- હવે લીંબુનો રસ કાઢી લઈ એક વાટકા માં મૂકો. ત્યાર બાદ મરચા ને એક મોટા વાસણમાં લઈ એમાં પીસી રાખેલ મસાલો, સ્વાદ મુજબ મીઠું, કલૌંજી, હળદર, મોરા લાલ મરચાનો પાઉડર, હિંગ અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નવશેકું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને તૈયાર અથાણા ને કાચ ની બરણી માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે લીંબુ મરચા નું અથાણું.
Notes
- જો અથાણા ને લાંબો સમય સાચવી રાખવું હોય તો એમાં વિનેગર નાખી શકો છો.
- લીલા મરચા તમે તમારી પસંદ મુજબ મોરા, તીખા કે મીડીયમ તીખા લઈ શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Ganthiya bhaji nu shaak banavani rit | ગાંઠિયા ભાજી નું શાક બનાવવાની રીત
Bhagat muthiya nu shaak banavani recipe | ભગત મુઠીયા નું શાક
Gajar mula nu pani varu athanu | ગાજર મૂળા નું પાણી વાળું અથાણું
Shingoda aalu nu shaak banavani rit | શિંગોડા આલું નું શાક
Kadhi pulao recipe | કઢી પુલાવ