
મિત્રો આજે આપણે Magdal ane sargvana pand na chila – મગદાળ અને સરગવા પાંદ ના ચીલા બનાવવાની રીત શીખીશું. આ ચીલા ખૂબ જ ટેસ્ટી તો લાગે જ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્થી પણ છે. આ ચીલા તમે સવાર ના નાસ્તામાં અથવા સાંજે પણ બનાવી શકો છો. તો ચાલો મગદાળ સરગવા પાંદ ના ચીલા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- સરગવા ના પાંદ 1 કપ
- ફોતરા છે ની મગ દાળ ¾ કપ
- આદુ ના કટકા 1 ચમચી
- સોજી 2- 3 ચમચી
- હળદર ⅛ ચમચી
- હિંગ ⅛ ચમચી
- અજમો ¼ ચમચી
- જીરું ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2- 3
- લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ/ ઘી જરૂર મુજબ
Magdal ane sargvana pand na chila ni recipe
મગદાળ અને સરગવા પાંદ ના ચીલા બનાવવા સૌપ્રથમ મગ ની ફોતરા વગર ની દાળ લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી છ સાત કલાક પલાળી લ્યો. છ કલાક પછી દાળ બરોબર પલળી જાય એટલે દાળ નું પાણી કાઢી નિતારી લઈ મિક્સર જાર માં નાખો સાથે આદુ ના કટકા નાખી પીસી લ્યો. દાળ ને સ્મૂથ પીસવા બે ચાર ચમચી પાણી ની જરૂર લાગે તો નાખી દાળ બરોબર પીસી લ્યો.
પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી લ્યો અને અને એમાં સોજી, લીલા ધાણા સુધારેલ, હિંગ, હળદર, જીરું, હાથ થી મસળી અજમો નાખો સાથે લીલા મરચા સુધારી ને નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો
હવે સરગવા ના પાંદ ને દાડી થી અલગ કરી ધોઈ લ્યો અને પાણી નીતરવા મૂકો. પાણી બરોબર નીતરી જાય એટલે ચાકુથી ઝીણા ઝીણા સુધારી લ્યો અને સુધારેલ પાંદ ને પીસેલા મિશ્રણ માં નાખો ત્યાર બાદ એમાં બરોબર હલાવી મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં ઘી કે તેલ ગરમ કરો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી થોડું પાતળું ફેલાવી દયો અને ઢાંકી ને ચડાવી લ્યો.
એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ફરી તેલ કે ઘી લગાવી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ બરોબર ચડી જાય એટલે ઊતરી ચટણી કે સોસ સાથે સર્વ કરો. આમ બધા જ ચીલા તૈયાર કરી લ્યો અને સર્વ કરો. તો તૈયાર છે મગદાળ સરગવા પાંદ ના ચીલા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Magdal ane sargvana pand na chila ni recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 1 કપ સરગવા ના પાંદ
- ¾ કપ ફોતરા છે ની મગ દાળ
- 1 ચમચી આદુ ના કટકા
- 2-3 ચમચી સોજી
- ⅛ ચમચી હળદર
- ⅛ ચમચી હિંગ
- ¼ ચમચી અજમો
- ½ ચમચી જીરું
- 2-3 લીલા મરચા સુધારેલા
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ/ ઘી જરૂર મુજબ
Instructions
Magdal ane sargvana pand na chila ni recipe
- મગદાળ અને સરગવા પાંદ ના ચીલા બનાવવા સૌપ્રથમ મગ ની ફોતરા વગર ની દાળ લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી છ સાત કલાક પલાળી લ્યો. છ કલાક પછી દાળ બરોબર પલળી જાય એટલે દાળ નું પાણી કાઢી નિતારી લઈ મિક્સર જાર માં નાખો સાથે આદુ ના કટકા નાખી પીસી લ્યો. દાળ ને સ્મૂથ પીસવા બે ચાર ચમચી પાણી ની જરૂર લાગે તો નાખી દાળ બરોબર પીસી લ્યો.
- પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી લ્યો અને અને એમાં સોજી, લીલા ધાણા સુધારેલ, હિંગ, હળદર, જીરું, હાથ થી મસળી અજમો નાખો સાથે લીલા મરચા સુધારી ને નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો
- હવે સરગવા ના પાંદ ને દાડી થી અલગ કરી ધોઈ લ્યો અને પાણી નીતરવા મૂકો. પાણી બરોબર નીતરી જાય એટલે ચાકુથી ઝીણા ઝીણા સુધારી લ્યો અને સુધારેલ પાંદ ને પીસેલા મિશ્રણ માં નાખો ત્યાર બાદ એમાં બરોબર હલાવી મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં ઘી કે તેલ ગરમ કરો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી થોડું પાતળું ફેલાવી દયો અને ઢાંકી ને ચડાવી લ્યો.
- એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ફરી તેલ કે ઘી લગાવી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ બરોબર ચડી જાય એટલે ઊતરી ચટણી કે સોસ સાથે સર્વ કરો. આમ બધા જ ચીલા તૈયાર કરી લ્યો અને સર્વ કરો. તો તૈયાર છે મગદાળ સરગવા પાંદ ના ચીલા.
Notes
- જો ચીલા તમને બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બનાવવા હોય તો તમે મિશ્રણ માં અડધી ચમચી ઇનો પણ ઉમેરી શકો છો.