આ ઢોકળા આયન અને પ્રોટીન થી ભરપુર એવા આ ઢોકળા ખાવામાં જેટલા ટેસ્ટી લાગે છે સ્વાથ્ય માટે પણ એટલા સારા છે. બનાવવા ખુબ સરળ છે જો તમને આથા વગર તરત બનાવી ખાવા હોય તો આ ઢોકળા એક વખત ચોક્કસ બનાવજો. તો ચાલો Magdal palak na dhokla – મગદાળ પાલક ના ઢોકળા બનાવવાની રીત શીખીએ.
Table of contents
INGREDIENTS
- મગદાળ 1 કપ
- ચોખા ¼ કપ
- પાલક ની ઝૂડી 1
- લીલા મરચા 2-3
- આદું નો ટુકડા ½ ઇંચ
- લીલા ધાણા ½ સુધારેલ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ઈનો 2 ચમચી
વઘાર માટેની સામગ્રી
- તેલ 3-4 ચમચી
- રાઈ 1 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠા લીમડાના પાંદ 7-8
- લીલા ધાણા સુધારેલ 2 ચમચી
Magdal palak na dhokla banavani recipe
મગદાળ પાલક ના ઢોકળા બનાવવા સૌથી પહેલા એક વાસણમાં મગદાળ અને ચોખા લઇ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા પાંચ સાત કલાક પલાળી લ્યો ત્યાર બા પાલક સાફ કરી પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો હવે એક ગ્લાસ પાણી કડાઈમા નાખી ગરમ કરી ગરમ પાણીમાં સાફ કરેલ પાલક નાખી બે ચાર મિનીટ બાફી લીધા બાદ બાફેલી પાલક ને ઠંડા પાણીમાં નાખી દયો.
હવે મિક્સર જારમાં પલાળેલી મગદાળ અને ચોખા નું પાણી નીતારી નાખો સાથે ઠંડા પાણી માંથી બાફેલી પાલકા નું પાણી થોડું નીતારી નાખો. ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલ, આદુનો ટુકડો, લીલા ધાણા સુધરેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ સ્મૂથ પીસવા જરૂર લાગે એ મુજબ પાણી નાખી મીડીયમ ઘટ્ટ ઢોકળા માટે જરૂરી હોય એવું મિશ્રણ પીસી તૈયાર કરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો.
હવે ગેસ પર ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી ગેસ પર મૂકી પાણી ગરમ કરવા મુકો. અને એક થાળી લઇ એને થોડા તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે પીસી રાખેલ મિશ્રણ ના બે સરખા ભાગ કરી લ્યો અને એક ભાગ માં એક ચમચી ઈનો નાખી બરોબર મિક્સ કરી ગ્રીસ કરેલ થાળીમાં નાખી ફેલાવી ઉપર લાલ મરચાનો પાઉડર છાંટી લ્યો અને ઢોકારીયા માં મૂકી પંદર વીસ મિનીટ ચડાવી લ્યો.
વીસ મિનીટ પછી થાળી બહાર કાઢી લ્યો અને બીજી ગ્રીસ કરેલ થાળીમાં બાકી ના મિશ્રણ માં એક ચમચી ઈનો નાખી મિક્સ કરી થાળીમાં નાખી ઢોકારીયા માં મૂકી ચડાવી લ્યો. બને થાળી ચડી જાય એટલે થોડી ઠંડી થાય એટલે ચાકુથી કટકા કરી લ્યો.
ફરી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ અને સફેદ તલ નાખી મિક્સ કરી એમાં કટકા કરેલ ઢોકળા નાખી હલાવી મિક્સ કરી લ્યો અને બે મિનીટ શેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મગદાળ પાલક ઢોકળા.
મગદાળ પાલક ના ઢોકળા બનાવવાની રેસીપી

Magdal palak na dhokla – મગદાળ પાલક ના ઢોકળા
Equipment
- 1 કડાઈ
- 1 ઢોકરીયું
- 1 મિક્સર
Ingredients
- 1 કપ મગદાળ
- ¼ કપ ચોખા
- 1 પાલક ની ઝૂડી
- 2-3 લીલા મરચા
- ½ ઇંચ આદું નો ટુકડા
- ½ કપ લીલા ધાણા સુધારેલ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- 2 ચમચી ઈનો
વઘાર માટેની સામગ્રી
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 2 ચમચી સફેદ તલ
- ¼ ચમચી હિંગ
- 7-8 મીઠા લીમડાના પાંદ
- 2 ચમચી લીલા ધાણા સુધારેલ
Instructions
Magdal palak na dhokla banavani recipe
- મગદાળ પાલક ના ઢોકળા બનાવવા સૌથી પહેલા એક વાસણમાં મગદાળ અને ચોખા લઇ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા પાંચ સાત કલાક પલાળી લ્યો ત્યાર બા પાલક સાફ કરી પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો હવે એક ગ્લાસ પાણી કડાઈમા નાખી ગરમ કરી ગરમ પાણીમાં સાફ કરેલ પાલક નાખી બે ચાર મિનીટ બાફી લીધા બાદ બાફેલી પાલક ને ઠંડા પાણીમાં નાખી દયો.
- હવે મિક્સર જારમાં પલાળેલી મગદાળ અને ચોખા નું પાણી નીતારી નાખો સાથે ઠંડા પાણી માંથી બાફેલી પાલકા નું પાણી થોડું નીતારી નાખો. ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલ, આદુનો ટુકડો, લીલા ધાણા સુધરેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ સ્મૂથ પીસવા જરૂર લાગે એ મુજબ પાણી નાખી મીડીયમ ઘટ્ટ ઢોકળા માટે જરૂરી હોય એવું મિશ્રણ પીસી તૈયાર કરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો.
- હવે ગેસ પર ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી ગેસ પર મૂકી પાણી ગરમ કરવા મુકો. અને એક થાળી લઇ એને થોડા તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે પીસી રાખેલ મિશ્રણ ના બે સરખા ભાગ કરી લ્યો અને એક ભાગ માં એક ચમચી ઈનો નાખી બરોબર મિક્સ કરી ગ્રીસ કરેલ થાળીમાં નાખી ફેલાવી ઉપર લાલ મરચાનો પાઉડર છાંટી લ્યો અને ઢોકારીયા માં મૂકી પંદર વીસ મિનીટ ચડાવી લ્યો.
- વીસ મિનીટ પછી થાળી બહાર કાઢી લ્યો અને બીજી ગ્રીસ કરેલ થાળીમાં બાકી ના મિશ્રણ માં એક ચમચી ઈનો નાખી મિક્સ કરી થાળીમાં નાખી ઢોકારીયા માં મૂકી ચડાવી લ્યો. બને થાળી ચડી જાય એટલે થોડી ઠંડી થાય એટલે ચાકુથી કટકા કરી લ્યો.
- ફરી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ અને સફેદ તલ નાખી મિક્સ કરી એમાં કટકા કરેલ ઢોકળા નાખી હલાવી મિક્સ કરી લ્યો અને બે મિનીટ શેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મગદાળ પાલક ઢોકળા.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Methi masala bati – મેથી મસાલા બાટી
Surti Khawsa banavani recipe | સુરતી ખાવસા
Kakdi na chila banavani rit | કાકડી ના ચીલા
Aloo lachcha katori chat banavani recipe | આલું લચ્છા કટોરી ચાટ
Raja rani parotha – રાજા રાણી પરોઠા
