આ વડા આપણે આજ મમરા નો ઉપયોગ કરી બનાવશું જે બહાર થી ઘણા ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બની ને તૈયાર થશે. જે તમે સવાર સાંજ ન નાસ્તા માં અથવા બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો અને સંભાર, ચટણી સાથે સર્વ કરી શકો છો જે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચાલો Mamra na vada – મમરા ના વડા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- મમરા 3 કપ
- લીલા મરચા સુધારેલા 2- 3
- આદુ પેસ્ટ 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- જીરું 1 ચમચી
- ઝીણા સમારેલા મીઠા લીમડા ના પાંદ 1 ચમચી
- ચોખા નો લોટ ½ કપ
- લીલા ધાણા સુધારેલા 2- 3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Mamra na vada banavani rit
મમરા ના વડા બનાવવા સૌપ્રથમ મમરા ને પાણી નાખી પાંચ સાત મિનિટ પલાળી લ્યો અને પાંચ મિનિટ પછી મમરા નું પાણી નિતારી લ્યો ત્યાર બાદ પલળેલા મમરા ને મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો.
પીસેલા મમરા ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, આદુ પેસ્ટ, જીરું, મરી પાઉડર, ઝીણા સમારેલા મીઠા લીમડા ના પાંદ, લીલા ધાણા સુધારેલા, ચોખા નો લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી માં તૈયાર મિશ્રણ માંથી નાના ગોલ કરી ચપટા કરી લ્યો ત્યાર બાદ વચ્ચે કાણું કરી પ્લેટ માં મૂકતા જાઓ. તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ વડા નાખી મીડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો આમ બધા જ વડા તરી લ્યો અને તૈયાર વડા ને ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મમરા વડા.
mamra vada recipe notes
- વડા માટે મમરા ને બરોબર પલાડી લઈ પાણી નિતારી લેવા જેથી મમરા નો પલ્પ ન બની જાય.
- વડા ને મીડીયમ તાપે ગોલ્ડન તરવા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મમરા ના વડા બનાવવાની રીત

Mamra na vada banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 કથરોટ
Ingredients
- 3 કપ મમરા
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી આદુ પેસ્ટ
- ½ ચમચી મરી પાઉડર
- 1 ચમચી જીરું
- 1 ચમચી ઝીણા સમારેલા મીઠા લીમડા ના પાંદ
- ½ કપ ચોખા નો લોટ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Instructions
Mamra na vada banavani rit
- મમરા ના વડા બનાવવા સૌપ્રથમ મમરા ને પાણી નાખી પાંચ સાત મિનિટ પલાળી લ્યો અને પાંચ મિનિટ પછી મમરા નું પાણી નિતારી લ્યો ત્યાર બાદ પલળેલા મમરા ને મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો.
- પીસેલા મમરા ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, આદુ પેસ્ટ, જીરું, મરી પાઉડર, ઝીણા સમારેલા મીઠા લીમડા ના પાંદ, લીલા ધાણા સુધારેલા, ચોખા નો લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી માં તૈયાર મિશ્રણ માંથી નાના ગોલ કરી ચપટા કરી લ્યો ત્યાર બાદ વચ્ચે કાણું કરી પ્લેટ માં મૂકતા જાઓ. તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ વડા નાખી મીડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો આમ બધા જ વડા તરી લ્યો અને તૈયાર વડા ને ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મમરા વડા.
Notes
- વડા માટે મમરા ને બરોબર પલાડી લઈ પાણી નિતારી લેવા જેથી મમરા નો પલ્પ ન બની જાય.
- વડા ને મીડીયમ તાપે ગોલ્ડન તરવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Magdal ane sargvana pand na chila | મગદાળ અને સરગવા પાંદ ના ચીલા ની રેસીપી
Multicolour puri banavani rit | મલ્ટીકલર પૂરી બનાવવાની રીત
Garlic Laccha Parotha recipe | ગાર્લિક લચ્છા પરોઠા બનાવવાની રીત
Crispi rava masala banavani rit | ક્રિસ્પી રવા મસાલા બનાવવાની રીત
Jowar na Dosa ane Jowar Idli banavani rit | જુવાર ના બેટર ની ઈડલી અને ઢોસા બનાવવાની રીત
Pizza Pops banavani rit | પીઝા પોપ્સ બનાવવાની રીત