
આપણે Masala oats – મસાલા ઓટ્સ બનાવીશું ઈ પણ ગણા બધા શાકભાજી સાથે એકદમ ટેસ્ટી અને હેલ્થી રીતે આપણે ઓટ્સ બનાવતા શીખીશું . અને બઉ ઓછા ટાઈમ માં બની જતો નાસ્તો છે . તો આજની આ રેસિપી જોઈ ને તમે જરૂર થી આ ઓટ્સ ઘરે નાના છોકરા કે પછી મોટા ને પણ ભાવે એવો નાસ્તો બનાવતા શીખીશું.
INGREDIENTS
- દેશી ઘી 1 ચમચી / બટર
- જીરું ½ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ
- લીલું મરચું જીણું સમારેલું 2-3 નંગ
- આદુ નો કટકો ½ ઇંચ
- જીણું સમારેલું શિમલા મરચું 1 નંગ
- જીણું સમારેલું ગાજર ½ નંગ
- લીલા વટાણા ½ કપ / જો ના હોય તો તમે ફ્રોઝન કરેલા પણ લઈ સકો છો
- મીઠું સ્વાદ મુજબ
- હળદર પાવડર ½ ચમચી
- લાલ મરચું પાવડર ½ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- મેગી મસાલો 1 પેકેટ
- ચાટ મસાલા પાવડર ½ ચમચી
- જીણું સમારેલું ટમેટું 1 નંગ
- ઓટ્સ 1 કપ
- પાણી 3 કપ લીલા ધાણા ગાર્નિસ કરવા માટે
Masala oats banavani recipe
મસાલા ઓટ્સ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકીશું અને ત્યાર બાદ તેમાં દેશી ઘી 1 ચમચી નાખીશું . જો ઘી ના નાખવું હોય તો તમે બટર નો પણ ઉપયોગ કરી શકો છો . હવે ઘી ગરમ થાય એટલે તેમાં જીરું ½ ચમચી નાખશું અને જીરું બરાબર સેકી જાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી દેશું અને ડુંગળી ને સતત હલાવતા રહેશું હવે આપણી ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી સેકી લેશું ત્યાર બાદ તેમાં જીણા સમરેલા લીલા મરચા 3 નંગ , આદુ નો ટુકડો ½ ઇંચ નાખી અને ફરીથી તેને પણ હલાવી અને થોડી સેકન્ડ માટે સેકી લેશું . જો નાનાં છોકરા માટે બનાવતા હોવ તો તમે લીલું મરચું સ્કીપ પણ કરી શકો છો .
ત્યાર બાદ તેમાં જીણું સમારેલું શિમલા મરચું 1 નંગ , જીણું સમારેલું ગાજર 1 નંગ , વટાણા ½ કપ નાખી હલાવી અને 2-3 મિનિટ સુધી સેકી લેશું જેથી આપણી શાકભાજી થોડી ચળી જાય . ઈયા શાકભાજી તમે તમારી પસંદ મુજબ ના નાખી શકો છો અને જો તમે ઓટ્સ સવારે નાસ્તા માં બનાવવા માંગતા હોવ તો તમે શાકભાજી ને રાતે કાપી ને ફ્રીઝ માં મૂકી શકો છો જેથી તમારો ટાઈમ પણ બચી જશે
હવે 2-3 મિનિટ બાદ શાકભાજી ચળી ગયા બાદ તેમાં મીઠું ½ ચમચી , હળદર પાવડર ½ ચમચી , લાલ મરચું પાવડર ½ ચમચી , ગરમ મસાલો ¼ ચમચી અને ત્યાર બાદ ઓટ્સ નો ટેસ્ટ હજી વધારવા માટે તેમાં મેગી મસાલો 1 પેકેટ અને ½ ચમચી ચાટ મસાલો નાખી બધા મસાલા ને 1-2 મિનિટ સુધી મસાલા ને પણ સેકી લેશું અને ત્યાર બાદ તેમાં જીણું સમારેલું ટમેટું 1 નંગ નાખી અને ટમેટા ગરી જાય ત્યાર સુધી ટમેટા ને પણ ચડાવી લેશું . અને જો તમે ટમેટા સુધારી ને ના લેવા માંગતા હોવ તો ટમેટા ને છીણી ને પણ લઈ સકો છો . ઢાંકણ ઢાંકી ને ટમેટા ચડાવી સકો છો અને જો ઢાંકણ ના ઢાંકવું હોય તો એમજ ખુલૂ રાખી ને 2 મિનિટ સુધી ટમેટા ને ચડાવી લેશું .
ત્યાર બાદ હવે ટમેટા ગરી ગયા છે એટલે તેમાં ઓટ્સ એક નાખી બધા શાકભાજી અને મસાલા સાથે મિક્સ કરી સતત હલાવી અને તેને પણ 1 મિનિટ જેવું સેકી લેશું . ઓટ્સ ને મસાલા અને શાકભાજી સાથે સેકી લીધા બાદ આપણે તેમાં 3 કપ પાણી નાખી દેશું . તમે જે કપ ના માપ થી ઓટ્સ લ્યો તેજ કપ ના માપ થીજ 3 કપ પાણી નો માપ લેશું . પાણી નાખી બધી વસ્તુ ને સારી રીતે હલાવી અને લેશું .
હવે ઢાંકણ ઢાંકી અને ગેસ ની ફ્લેમ મિડયમ કરી અને એક ઉભરો આવે એટલે ઢાંકણ ખોલી અને ફરીથી એક વાર હલાવી અને પાછું ઢાંકણ ઢાંકી અને ગેસ ને ધીમા તાપે રાખી અને 2-3 મિનિટ સુધી ચડવા દેશું અને ત્યાર બાદ ઢાંકણ ખોલી અને ફરીથી ½ મિનિટ માટે ખુલુ રાખી ને ચડવા દેશું અને ત્યાર બાદ ગેસ બંધ કરી અને ઉપર થી થોડા લીલા ધાણા નાખી દેશું.
તો તૈયાર છે આપણું મસ્ત ગરમા ગરમ સુપર હેલ્થી નાસ્તો જેને ગરમ ગરમ પ્લેટ માં નાખી અને સર્વ કરીશું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મસાલા ઓટ્સ બનાવવાની રેસીપી

Masala oats banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 ચમચી દેશી ઘી / બટર
- ½ ચમચી જીરું
- 1 નંગ ઝીણી સુધારેલી ડુંગળી
- 2-3 નંગ લીલું મરચું જીણું સમારેલું
- ½ ઇંચ આદુ નો કટકો
- 1 નંગ જીણું સમારેલું શિમલા મરચું
- ½ નંગ જીણું સમારેલું ગાજર
- ½ કપ લીલા વટાણા / જો ના હોય તો તમે ફ્રોઝન કરેલા પણ લઈ સકો છો
- મીઠું સ્વાદ મુજબ
- ½ ચમચી હળદર પાવડર
- ½ ચમચી લાલ મરચું પાવડર
- ¼ ચમચી ગરમ મસાલો
- 1 પેકેટ મેગી મસાલો
- ½ ચમચી ચાટ મસાલા પાવડર
- 1 નંગ જીણું સમારેલું ટમેટું
- 1 કપ ઓટ્સ
- 3 કપ પાણી
- લીલા ધાણા ગાર્નિસ કરવા માટે
Instructions
Masala oats banavani recipe
- મસાલા ઓટ્સ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકીશું અને ત્યાર બાદ તેમાં દેશી ઘી 1 ચમચી નાખીશું . જો ઘી ના નાખવું હોય તો તમે બટર નો પણ ઉપયોગ કરી શકો છો . હવે ઘી ગરમ થાય એટલે તેમાં જીરું ½ ચમચી નાખશું અને જીરું બરાબર સેકી જાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી દેશું અને ડુંગળી ને સતત હલાવતા રહેશું હવે આપણી ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી સેકી લેશું ત્યાર બાદ તેમાં જીણા સમરેલા લીલા મરચા 3 નંગ , આદુ નો ટુકડો ½ ઇંચ નાખી અને ફરીથી તેને પણ હલાવી અને થોડી સેકન્ડ માટે સેકી લેશું . જો નાનાં છોકરા માટે બનાવતા હોવ તો તમે લીલું મરચું સ્કીપ પણ કરી શકો છો .
- ત્યાર બાદ તેમાં જીણું સમારેલું શિમલા મરચું 1 નંગ , જીણું સમારેલું ગાજર 1 નંગ , વટાણા ½ કપ નાખી હલાવી અને 2-3 મિનિટ સુધી સેકી લેશું જેથી આપણી શાકભાજી થોડી ચળી જાય . ઈયા શાકભાજી તમે તમારી પસંદ મુજબ ના નાખી શકો છો અને જો તમે ઓટ્સ સવારે નાસ્તા માં બનાવવા માંગતા હોવ તો તમે શાકભાજી ને રાતે કાપી ને ફ્રીઝ માં મૂકી શકો છો જેથી તમારો ટાઈમ પણ બચી જશે
- હવે 2-3 મિનિટ બાદ શાકભાજી ચળી ગયા બાદ તેમાં મીઠું ½ ચમચી , હળદર પાવડર ½ ચમચી , લાલ મરચું પાવડર ½ ચમચી , ગરમ મસાલો ¼ ચમચી અને ત્યાર બાદ ઓટ્સ નો ટેસ્ટ હજી વધારવા માટે તેમાં મેગી મસાલો 1 પેકેટ અને ½ ચમચી ચાટ મસાલો નાખી બધા મસાલા ને 1-2 મિનિટ સુધી મસાલા ને પણ સેકી લેશું અને ત્યાર બાદ તેમાં જીણું સમારેલું ટમેટું 1 નંગ નાખી અને ટમેટા ગરી જાય ત્યાર સુધી ટમેટા ને પણ ચડાવી લેશું . અને જો તમે ટમેટા સુધારી ને ના લેવા માંગતા હોવ તો ટમેટા ને છીણી ને પણ લઈ સકો છો . ઢાંકણ ઢાંકી ને ટમેટા ચડાવી સકો છો અને જો ઢાંકણ ના ઢાંકવું હોય તો એમજ ખુલૂ રાખી ને 2 મિનિટ સુધી ટમેટા ને ચડાવી લેશું .
- ત્યાર બાદ હવે ટમેટા ગરી ગયા છે એટલે તેમાં ઓટ્સ એક નાખી બધા શાકભાજી અને મસાલા સાથે મિક્સ કરી સતત હલાવી અને તેને પણ 1 મિનિટ જેવું સેકી લેશું . ઓટ્સ ને મસાલા અને શાકભાજી સાથે સેકી લીધા બાદ આપણે તેમાં 3 કપ પાણી નાખી દેશું . તમે જે કપ ના માપ થી ઓટ્સ લ્યો તેજ કપ ના માપ થીજ 3 કપ પાણી નો માપ લેશું . પાણી નાખી બધી વસ્તુ ને સારી રીતે હલાવી અને લેશું .
- હવે ઢાંકણ ઢાંકી અને ગેસ ની ફ્લેમ મિડયમ કરી અને એક ઉભરો આવે એટલે ઢાંકણ ખોલી અને ફરીથી એક વાર હલાવી અને પાછું ઢાંકણ ઢાંકી અને ગેસ ને ધીમા તાપે રાખી અને 2-3 મિનિટ સુધી ચડવા દેશું અને ત્યાર બાદ ઢાંકણ ખોલી અને ફરીથી ½ મિનિટ માટે ખુલુ રાખી ને ચડવા દેશું અને ત્યાર બાદ ગેસ બંધ કરી અને ઉપર થી થોડા લીલા ધાણા નાખી દેશું .
- તો તૈયાર છે આપણું મસ્ત ગરમા ગરમ સુપર હેલ્થી નાસ્તો જેને ગરમ ગરમ પ્લેટ માં નાખી અને સર્વ કરીશું.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Shakkariya ni chips banavani rit | શક્કરિયા ની ચિપ્સ બનાવવાની રીત
papad nu chavanu | પાપડ નું ચવાણું
Soji mathi Sandwich banavani rit | સોજી માંથી સેન્ડવીચ
Damni Dhokla banavani rit | દામણી ઢોકળા
rava dosa recipe in gujarati | રવા ઢોસા બનાવવાની રીત