સિંગોડા કે સીન્ગોદાનો લોટ આપણે આમ તો ફરાળી વાનગી બનાવવા વધારે ઉપયોગમાં લઈએ છીએ. સિંગોડા ને સ્વાસ્થ્ય માટે ખુબ સારા માનવામાં આવે છે શિયાળાની શરૂઆત થતા જ બજાર માં સિંગોડા આવવા લાગે છે અને આપણે સિંગોડા ને બાફી ને અથવા ચાર્ટ બનાવી અથવા સિંગોડા ના લોટ માંથી વિવિધ વાનગીઓ બનાવી મજા લીધી છે પણ આજ આપણે Masaledar Shinghoda nu shaak – મસાલેદાર સિંગોડાનું શાક બનાવશું જે ખુબજ સ્વાદીસ્ટ બનશે.
INGREDIENTS
- સિંગોડા 1 કિલો
- તેલ 2-3 ચમચી
- જીરું ½ ચમચી
- આદુ લાસાની પેસ્ટ 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- સુધારેલ લીલા મરચા 2-3
- બેસન 2-3 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
- હળદર ¼ ચમચી
- ટામેટા પ્યુરી ½ કપ
- દહીં 2-3 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- લીલા ધાણા જરૂર મુજબ
Masaledar Shinghoda nu shaak ni rit
મસાલેદાર સિંગોડાનું શાક બનવવા સૌથી પહેલા સિંગોડા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એના ફોતરા અલગ કરી સાફ કરી લ્યો અને બે થી ત્રણ કટકા કરી ફરી પાણીથી ધોઈ સાફ કરી લ્યો. હવે ગેસ પર કુકરમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ,
ત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા અને આદુ લસણ ની પેસ્ટ નાખી શેકો. પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં બેસન નાખી મિક્સ કરી ધીમા તાપે બેસન ને બે ચાર મિનીટ શેકી લ્યો. બેસન શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળીને ચડાવી લ્યો. ડુંગળી બરોબર ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો.
મસાલા શેકાઈ જાય એટલે એમાં ટામેટા ની પ્યુરી નાખી મિક્સ કરી ઢાંકીને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. તેલ અલગ થાય એટલે એમાં દહીં નાખી મિક્સ કરી હલાવતા રહી દહીં ઉકાળવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. દહીં ઉકાળવા લાગે અને તેલ અલગ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને એક કપ પાણી નાખી મિક્સ કરી પાણીને ઉકાળી લ્યો,
પાણી ઉકાળે એટલે એમાં સુધારેલા સિંગોડા નાખી મિક્સ કરી લ્યો ને કુકર નું ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે બે સીટી વગાડી લ્યો અને ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ દસ મિનીટ ચડાવી ગેસ બંધ કરી લ્યો. હવે કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી એમાં લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે મસાલેદાર સિંગોડાનું શાક.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મસાલેદાર સિંગોડાનું શાક ની રીત

Masaledar Shinghoda nu shaak ni rit
Equipment
- 1 કુકર
Ingredients
- 1 કિલો સિંગોડા
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- 1 ચમચી આદુ લાસાની પેસ્ટ
- 2 ઝીણી સુધારેલી ડુંગળી
- 2-3 સુધારેલ લીલા મરચા
- 2-3 ચમચી બેસન
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર પાવડર
- ½ કપ ટામેટા પ્યુરી
- 2-3 ચમચી દહીં
- ½ ચમચી ગરમ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- લીલા ધાણા જરૂર મુજબ
Instructions
Masaledar Shinghoda nu shaak ni rit
- મસાલેદાર સિંગોડાનું શાક બનવવા સૌથી પહેલા સિંગોડા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એના ફોતરા અલગ કરી સાફ કરી લ્યો અને બે થી ત્રણ કટકા કરી ફરી પાણીથી ધોઈ સાફ કરી લ્યો. હવે ગેસ પર કુકરમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ,
- ત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા અને આદુ લસણ ની પેસ્ટ નાખી શેકો. પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં બેસન નાખી મિક્સ કરી ધીમા તાપે બેસન ને બે ચાર મિનીટ શેકી લ્યો. બેસન શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળીને ચડાવી લ્યો. ડુંગળી બરોબર ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો.
- મસાલા શેકાઈ જાય એટલે એમાં ટામેટા ની પ્યુરી નાખી મિક્સ કરી ઢાંકીને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. તેલ અલગ થાય એટલે એમાં દહીં નાખી મિક્સ કરી હલાવતા રહી દહીં ઉકાળવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. દહીં ઉકાળવા લાગે અને તેલ અલગ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને એક કપ પાણી નાખી મિક્સ કરી પાણીને ઉકાળી લ્યો,
- પાણી ઉકાળે એટલે એમાં સુધારેલા સિંગોડા નાખી મિક્સ કરી લ્યો ને કુકર નું ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે બે સીટી વગાડી લ્યો અને ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ દસ મિનીટ ચડાવી ગેસ બંધ કરી લ્યો. હવે કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી એમાં લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે મસાલેદાર સિંગોડાનું શાક.
Notes
- જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Methi no Mukhvas banavani recipe | મેથી નો મુખવાસ બનાવવાની રેસીપી
Methi daal banavani rit | મેથી દાળ
Lili haldar marcha aadu ane lasan nu athanu | લીલી હળદર, મરચા, આદુ અને લસણ નું અથાણું
Mula tameta ni chatni | મૂળા ટમેટા ની ચટણી
Dahi vala marcha | દહીં વાળા મરચા
