મેથીનો મુખવાસ નામ વાંચી ને જ બધા ના મોઢા બગડી ગયા હશે કેમકે મેથી ખાવા માં કડવી હોય છે એટલે ઘણાને પસંદ નથી હોતી પણ મેથી માં રહેલ ગુણોના કારને મેથી ખાવી સ્વાસ્થ્ય માટે ખુબ સારી છે અને જો તમે એમજ કે પલાળી કે પછી એનો પાક બનાવી ના ખાઈ શકતા હો તો આજ આપણે Methi no Mukhvas – મેથી નો મુખવાસ બનાવશું જેમાં મેથી ની કડવાસ ઓછી થયેલી હશે અને એક નવા સ્વાદ સાથે મેથી ખાતા થઇ જાસો અને ઘણી બીમારીઓ માં પણ રાહત અનુભવશો. તો એક વખત તો ચોક્કસ બનાવવા જેવો છે આ મુખવાસ.
INGREDIENTS
- મેથી દાણા 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- ચાર્ટ મસાલો 3-4 ચમચી
- સંચળ 1 ચમચી
- આમચૂર પાઉડર 2 ચમચી
- ઘી 1-2 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- હિગાસ્ટ્ક ચૂર્ણ 1 ચમચી
- પાણી જરૂર મુજબ
Methi no Mukhvas banavani recipe
મેથી નો મુખવાસ બનાવવા સૌથી પહેલા એક વાસણમાં સાફ કરેલ મેથી લ્યો અને બે ત્રણ પાણીથી ઘસીને ધોઈ લ્યો ત્યાર બાદ મેથીમાં બે કપ પાણી નાખી આખી રાત અથવા દસ થી બાર કલાક પલાળી લ્યો. મેથી બાર કલાક પલાળી લીધા બાદ ચારણીમાં કાઢી વધારા નું પાણી નીતારી લ્યો.
ત્યાર બાદ પંદર મિનીટ એમજ ચારણીમાં રહેવા દયો જેથી વધારાનું પાણી નીતરી જાય. પંદર મિનીટ પછી મેથી ને બીજા વાસણમાં કાઢી લ્યો અને એમાં લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠુ, હળદર અને ચાર્ટ મસાલો નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી મેથી દાણા પર બરોબર મસાલા થી કોટિંગ કરી લેવા ત્યાર બાદ એક મોટા વાસણમાં અથવા સાફ કોરા કપડા પર મેથી દાણા ફેલાવી દયો અને પંખા નીચે સુકવી દયો.
ત્યારબાદ મેથી એક થી બે કલાક બાદ સુકાઈ ને કોરી થઇ જાય એટલે ભેગી કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં ઘી નાખી એમાં સૂકવેલી મેથી દાણા નાખી ગેસ ધીમો કરી મેથીદાણા ને હલાવતા રહી શેકીને ક્રિસ્પી થવા આવે ત્યાં સુંધી શેકો.
મેથી શેકીને ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરી એમાં સંચળ, આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મુખ્વાસને ઠંડો થવા દયો અને મુક્વાસ ઠંડો થાય એટલે એમાં હિગાસ્ટ્ક ચૂર્ણ ઉમેરી બરોબર મિક્સ કરી ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે મેથીનો મુખવાસ.
મુખવાસ માટે મેથી ને સુકવતી વખતે વધારે નથી સુકવવાની માત્ર કોરી થઇ જાય ત્યાં સુંધી જ પંખા નીચે ફેલાવી સૂકવવી.
મેથી દાણા ને ઘી માં સાવ ધીમા તાપે શેકવી જેથી અંદર સુંધી બરોબર શેકાઈ ક્રિસ્પી થાય.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મેથી નો મુખવાસ બનાવવાની રેસીપી

Methi no Mukhvas banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 કપ મેથી દાણા
- મીઠું સ્વાદ મુજબ
- 3-4 ચમચી ચાર્ટ મસાલો
- 1 ચમચી સંચળ
- 2 ચમચી આમચૂર પાઉડર
- 1-2 ચમચી ઘી
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી હિગાસ્ટ્ક ચૂર્ણ
- પાણી જરૂર મુજબ
Instructions
Methi no Mukhvas banavani recipe
- મેથી નો મુખવાસ બનાવવા સૌથી પહેલા એક વાસણમાં સાફ કરેલ મેથી લ્યો અને બે ત્રણ પાણીથી ઘસીને ધોઈ લ્યો ત્યાર બાદ મેથીમાં બે કપ પાણી નાખી આખી રાત અથવા દસ થી બાર કલાક પલાળી લ્યો. મેથી બાર કલાક પલાળી લીધા બાદ ચારણીમાં કાઢી વધારા નું પાણી નીતારી લ્યો.
- ત્યાર બાદ પંદર મિનીટ એમજ ચારણીમાં રહેવા દયો જેથી વધારાનું પાણી નીતરી જાય. પંદર મિનીટ પછી મેથી ને બીજા વાસણમાં કાઢી લ્યો અને એમાં લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠુ, હળદર અને ચાર્ટ મસાલો નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી મેથી દાણા પર બરોબર મસાલા થી કોટિંગ કરી લેવા ત્યાર બાદ એક મોટા વાસણમાં અથવા સાફ કોરા કપડા પર મેથી દાણા ફેલાવી દયો અને પંખા નીચે સુકવી દયો.
- ત્યારબાદ મેથી એક થી બે કલાક બાદ સુકાઈ ને કોરી થઇ જાય એટલે ભેગી કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં ઘી નાખી એમાં સૂકવેલી મેથી દાણા નાખી ગેસ ધીમો કરી મેથીદાણા ને હલાવતા રહી શેકીને ક્રિસ્પી થવા આવે ત્યાં સુંધી શેકો.
- મેથી શેકીને ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરી એમાં સંચળ, આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મુખ્વાસને ઠંડો થવા દયો અને મુક્વાસ ઠંડો થાય એટલે એમાં હિગાસ્ટ્ક ચૂર્ણ ઉમેરી બરોબર મિક્સ કરી ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે મેથીનો મુખવાસ.
Notes
- મુખવાસ માટે મેથી ને સુકવતી વખતે વધારે નથી સુકવવાની માત્ર કોરી થઇ જાય ત્યાં સુંધી જ પંખા નીચે ફેલાવી સૂકવવી.
- મેથી દાણા ને ઘી માં સાવ ધીમા તાપે શેકવી જેથી અંદર સુંધી બરોબર શેકાઈ ક્રિસ્પી થાય.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Aamla aadu ane lili haldar no mukhvas | આમળા આદુ અને લીલી હળદર નો મુખવાસ
Masala turai banavani rit | મસાલા તુરઇ બનાવવાની રીત
Pita Bread banavani recipe | પીટા બ્રેડ બનાવવાની રેસીપી
Khoba roti ane amchuri lasuni chatni | ખોબા રોટી અને આમચૂરી લસુની ચટણી
Bajri mag ni vaghareli khichdi | બાજરી મગ ની વઘારેલી ખીચડી
